September 17, 2021

ગુજરાતમાં પોલીસની નજર સામે થઇ રહ્યું છે ગૌમાતાનું અપહરણ? કરફ્યૂ દરમિયાન ગૂનેગારો બેફામ બન્યા

Share post

ગુજરાત રાજ્યમાં રાત્રે 9 થી સવારનાં 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કરફ્યુ અમલ કરવામાં આવે છે. એટલે કે, આ સમયમાં જરૂરિયાત વગર કોઈ પણ વ્યક્તિ બહાર નિકળી શકતી નથી. પણ આ વાતનો લાભ કસાઈઓ લે છે. તેમજ 4 તારીખનાં રોજ રાતે શહેરનાં ખોખરા વિસ્તારમાં ગાયોની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે લોકો જાગી જતા અપરાધીઓ ભાગી ગયા હતા. પણ અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવે છે.

રાત્રિ કરફ્યુમાં ગાયોની ચોરી કરવા માટે આવેલી કસાઈઓની ટોળકીનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ગુનો નોંધ્યો છે. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલા ધીરજ હાઉસિંગમાં 4 તારીખનાં રોજ મોડી રાત્રે નંબર પ્લેટ વગરની એક સ્કોર્પીયો કારમાં સવાર 4 અપરાધી મેદાનમાં બેસતી ગાયોની ચોરી કરવા માટે આવ્યા હતા. પણ જાગૃત નાગરીકે કસાઈઓને ભગાડી મુક્યા અને એક વીડિયો પણ ઉતાર્યો હતો. તેથી આ આખો બનાવ બહાર આવ્યો હતો. જેનાંથી માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. તેમજ છેવટે આજ રોજ પોલીસે 2 દિવસ પછી ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરી છે.

કસાઈ દ્વારા ગાય ચોરીનાં બનાવ એ કોઈ નવી વાત નથી પણ અહિંયા સવાલ એ છે કે, 7 તારીખ સુધી અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુ છે. એટલે કે, રાતનાં 9 થી સવારનાં 6 વાગ્યા સુધી કોઈ પણ પોતાનાં ઘરની બહાર ન નિકળે. પણ આ સમયે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગ હોવા છતાં પણ કસાઈઓ ગાયોની ચોરી કરે છે તેમજ બિન્દાસ્ત ભાગી જાય છે. ત્યાં સુધી તંત્રનાં ધ્યાને પણ આ વાત આવતી નથી. જે વિશે ખોખરા પોલીસ મથકનાં PI પોતાનો લુલો બચાવ કરે છે.

ખાસ વાત એ છે કે, 4 તારીખનાં રોજ મોડી રાતે બનેલ બનાવનાં 2 દિવસ પછી પોલીસ ગુનો નોંધે છે. તેમજ તે પણ ફક્ત ચોરીનાં પ્રયત્નનો. જોકે આ અગાઉ ચોરી થયેલી ગાયો અથવા બીજા પશુઓની ચોરીનાં ગુનામાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નહિ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post