September 23, 2021

હવે ઠેરઠેર જગ્યાએ વગર માટીએ થઇ રહી છે ખેતી, અને આવક પણ એટલી થઇ રહી છે કે…

Share post

ખેતરોનાં ઘટતા કદ તેમજ ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટની વધતી માંગનાં લીધે અર્બન ફાર્મિંગમાં નવી તેમજ અસરકારક ટેકનીકનું ચલણ વધી રહ્યું છે. માંગ પૂરી કરવા વેપારીઓ તેમજ ખેડૂતો અગાસી પરપાર્કિંગમાં અથવા તો કોઈ પણ જગ્યાએ મળી આવતી સીમીત જગ્યાનો ઉપયોગ ઉત્પાદન માટે કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ આ સિસ્ટમથી ખેતી ચાલુ થઇ ચૂકી છે.

કૃષિ ખાતાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે એમાં માટીનો ઉપયોગ નથી. માટી ન હોવાનાં લીધે અગાસી પર પણ ફાર્મિંગ થઇ શકે છે. આ ટેકનીકથી લગભગ એક લાખ રૂપિયાનાં સિંગલ ટાઇમ ખર્ચથી તમે ઘરે બેસીને બે લાખ રૂપિયા જેટલી કમાણી કરી શકો છો.

આ ટેકનીકને હાઈડ્રોપોનિક્સ કહે છે. આ ટેકનીકની મહત્વની વાત એ છે કે, એમાં માટીનો વપરાશ બિલકુલ થતો નથી. એમાં છોડ માટે જરૂરી પોષક તત્વોને પાણીની મદદ વડે સીધા છોડનાં મૂળ સુધી પહોંચે છે. આ ટેકનીકથી છોડને એક મલ્ટી લેર ફ્રેમની મદદ વડે ટકેલા પાઈપમાં ઉગાડવામાં આવે છે તેમજ એનાં મૂળને પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલ પાણીમાં છોડવામાં આવે છે. માટી ન હોવાનાં લીધે ટેરેસ પર ભાર થતો નથી. અને ટેરેસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પણ કરવો નથી પડતો.

કૃષિ ખાતાનાં નિષ્ણાંતો જણાવે છે કે, છોડને ઉગાડવા માટેની આ એક અલગ નવી પદ્ધતિ છે તેમજ તેનો ખેડૂતો તેમજ વેપારીઓ જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય છે. કંપનીઓ ઉપજ માટે તૈયાર ફ્રેમ તેમજ ટાવર ગાર્ડનને ઓનલાઈન વેચે છે. લગભગ 400 છોડ વાળા 10 ટાવરની કિંમત એક લાખની આજુબાજુ થાય છે. આ કિંમતમાં ટાવરસિસ્ટમ તેમજ જરૂરી પોષક તત્વો સામેલ થાય છે.

આ 10 ટાવર ટેરેસનાં 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવે છે. 10 ટાવરની મદદ વડે 2000 KG વાર્ષિક ઉત્પાદન મળે છે. આ ટેકનીકથી ઉત્પાદન 3 થી 5 ગણુ વધે છે. આ ટેકનીકમાં શરૂમાં ખર્ચ વધારે આવે છે પણ બાદ ખર્ચ ઘટતા નફો વધે છે.

જોકે, ઘણા નિષ્ણાતોનું એવું માનવું છે કે, આ પ્રકારની ખેતી પરંપરાગત ખેડૂતો માટે સલાહભરી નથી કેમ કે, ગુજરાત રાજ્યમાં તે પ્રમાણમાં એટલી સફળ નથી. જો કે, શોખ ખાતર અથવા તો ટેક્નિકલ નોલેજ ધરાવતા ઘણા લોકો જ આ પ્રકારની ખેતી કરે છે. પણ હાલ આ પ્રકારની ખેતી વિશેની જાગરૂકતા ધીમેં ધીમેં આવે છે. કેમ કે, કેટલાક દેશોમાં જ્યાં જમીનની અછત છે ત્યાં આ સફળ પણ થાય છે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post