September 26, 2021

આ પટેલ ખેડૂતભાઈએ ખેતીક્ષેત્રમાં અશક્યને પણ શક્ય કરી બતાવ્યું- જાણી તમને પણ ઘણું શીખવા મળશે

Share post

હાલમાં સફળ ખેડૂતને લઈ જાણકારી સામે આવી રહી છે. સાવલી તાલુકામાં આવેલ વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશ પટેલે અંદાજે વર્ષ 2017 થી સુભાષ પાલેકરની પદ્ધતિ મુજબ ગાય આધારિત ખેતીના માર્ગે વળ્યા છે. તેઓ માને છે કે, જમીનનો કસ સાચવવો હોય તથા જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકોનો ઉપયોગમાં ક્રમશ: ઘટાડો કરીને ગાયના છાણ તથા ગૌમુત્ર અને કુદરતી કીટ નાશક જેવી વનસ્પતિઓનું સંયોજન કરી શક્ય તેટલી સાત્વિક ખેતી કરવી જોઈએ.

તેઓ ખૂબ સૂચક રીતે જણાવે છે કે, ગાય તથા ખેતી એક સિક્કાની બે બાજુ સમાન છે. ગાય ખેતીને પોષણ આપે છે તથા ખેતીમાંથી મળતો ઘાસચારો તથા ખાણ દાણ ગાયની જીવાદોરી બની રહે છે સરવાળે તેનો લાભ ખેડૂતને મળે છે. ધર્મેશ વિટામિન-C થી ભરપુર ફળના ઝાડનો ઉછેર કર્યો છે. તેઓએ વર્ષ 2017માં ગાય આધારિત કેળનું કુલ 2 વિંઘા જમીનમાં કુલ 1,600 જેટલાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

માત્ર ગાયના ગોબર,ગૌમુત્ર તથા ગોળ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ઘન જીવામૃત તથા પ્રવાહી જીવામૃતના વિનિયોગથી કરવામાં આવેલ કેળમાં પાકનો એક ઉતારો લીધાં બાદ હાલમાં કેળા માટે ઓફ સીઝન ગણાય તેવી સિઝનમાં બીજો ઉતારો જેને તેઓ ખેતરાઉ ભાષામાં રટુન કહેવામાં આવે છે તેનો લાભ લઈ રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, ગાય આધારિત ખેતીના કેળા કુદરતી મીઠાશ ધરાવે છે. આની સાથે જ  એકથી વધારે વાર કેળનું ઉત્પાદન મળવાની સાથે ઉતારો તેમજ ગુણવત્તા અકબંધ રહે છે. તેનાથી વિપરીત રાસાયણિક ખાતરથી કરવામાં આવેલ કેળમાં જમીન સખત બનતી જવાને કારણે ઉતારો તથા ગુણવત્તામાં ઘટાડો થઈ જાય છે. તેઓ તો એટલે સુધી દાવો કરે છે કે, ગાય આધારિત કેળની ખેતીમાં ખેડૂત ધારે તો એકવારના વાવેતરથી 100 વર્ષ સુધી ઉતારો મેળવી શકે..!!

ગાય આધારિત ખેતીમાં એક નવા પ્રયોગ સ્વરૂપે તેમને કેળની હારની વચ્ચે ફાજલ રહેતા જમીનના પટ્ટામાં ચોળા, કોબીજ, ફૂલેવાર, રીંગણ, મરચાં તથા દેશી ટામેટીનું વાવેતર કરીને ખેતર એક પાક અનેક જેવો પ્રયોગ કર્યો છે. આની સાથે જ તેમણે સૌપ્રથમવાર ગાય આધારિત ખેતીમાં બટાકાનું તથા સહપાક તરીકે ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેઓએ બીજામૃત બનાવ્યું છે તથા વાવેતર કરતાં પહેલા બિયારણને તેનો પટ આપીને વાવેતર કરવામાં આવે છે કે, જેથી છોડની મજબૂતીમાં વધારો થાય છે.

તેઓ જણાવે છે કે, ખેડૂતોએ હંમેશા પ્રયોગશીલ રહેવું જોઈએ. જેથી ખુબ ઓછી જમીનમાં વધારે તથા વિવિધતાસભર ખેતી થાય તેમજ સ્વાભાવિક રીતે આવકમાં પણ વધારો થાય છે. કેળ લાંબા સમયગાળાનો પાક છે ત્યારે તેની સાથે ખેતી મોસમી આવકનો સ્ત્રોત બની શકે છે. માનવ આરોગ્ય માટે તથા જમીનની તંદુરસ્તી માટે ગાય આધારિત શુદ્ધ ખેતી શ્રેષ્ઠ છે.

આવું મંતવ્ય વ્યક્ત કરતાં ધર્મેશ કહે છે કે, આ ખેતીથી જમીન પોચી બને છે, તેમાં અળસિયા જેવા ઉપયોગી જીવોની સંખ્યામાં વધારો થાય છે, ખર્ચ પ્રમાણમાં ઘટાડો થાય છે.સરવાળે આ ખેતી ખેડૂત માટે,જમીન માટે તથા માનવ આરોગ્ય માટે વધારે લાભદાયક છે. તેઓ ગુજરાત સરકારની ગૌપાલન પ્રોત્સાહિત કરતી યોજનાઓને આવકારે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post