September 17, 2021

CA હોવા છતાં આ યુવાને ખેતીમાં કિસ્મત અજમાવી શરુ કર્યો આ નવતર પ્રયોગ, હાલમાં એટલી કમાણી થઇ રહી છે કે…

Share post

હાલમાં મોટાભાગનાં લોકો ખેતીમાં જોડાઈ રહ્યાં છે ત્યારે એક સફળ ખેડૂતની કહાની સામે આવી રહી છે. કેટલાંક યુવાનો પોતાનું ટેલેન્ટ ખેતીમાં પણ દેખાડતાં હોય છે તેમજ આવા જ એક યુવાન રાજીવ કલમ છે કે, જેઓ પોતે CA નો  અભ્યાસ કરીને ખેતીના કામમાં લાગી ગયાં છે. રાજીવને લાગ્યું હતું કે, જે ખેડૂતો દ્વારા આપણને અનાજ મળી રહ્યું છે, તેમને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય! એવા સમયમાં તેમણે નિર્ણય લીધો કે, તેઓ ખેડૂતોને તેની જિંદગીનું મુલ્ય સમજાવવાનું કામ કરશે!

રાજીવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાઈને સમાજના સારા કામની સાથે જ પર્યાવરણ બચાવવાની રેલીઓમાં પણ ભાગ લેતા રહ્યાં હતાં. જે લોકો કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યાં છે તેમાંના કેટલાંક લોકોનું સપનું હોય છે કે, તેઓ CA બને પણ એની પરીક્ષા એટલી મુશ્કેલ તેમજ લાંબી હોય છે કે, આસાનીથી આ પરીક્ષા પાસ કરી શકતું નથી. આ પરીક્ષાને પાસ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે પરંતુ ઝારખંડમાં રહેતા રાજીવ કમલે ટ્રેન્ડ જ બદલી નાંખ્યો.

CA નો અભ્યાસ પૂરો કર્યા પછી આ પ્રોફેશનને છોડી ખેતીમાં લાગી ગયા હતાં. હાલમાં તેઓ ખેતી કરી રહ્યાં છે. આની સાથે જ તેઓ ખેતીથી વાર્ષિક અંદાજે 50 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. રાંચીમાં રહેતાં હોવાંથી તેઓ દરરોજ અહીંથી અંદાજે 28 કિમી દૂર ખેતરમાં જાય છે. CA કર્યા પછી જ્યારે નોકરી કરવાનો સમય આવ્યો ત્યારે એમને લાગ્યું કે, પ્રકૃતિથી પ્રેમ છે તેમજ એનાં દ્વારા આપણી જિંદગીને બધું મળ્યું છે અને એટલે ખેતી કરી રહ્યાં છે.

વર્ષ 2013 રાજીવ માટે ખુબ બદલાવભર્યું હતું. આ વર્ષે રાજીવ પોતાની માત્ર 3 વર્ષની દીકરીની સાથે બિહારમાં આવેલ ગોપાલગંજ ગામમાં જઈને જોયું તો તેમની દીકરી ગ્રામજનો સાથે હળીમળી ગઈ છે તેમજ ખુબ ખુશ છે પરંતુ તેમને આશ્ચર્ય ત્યારે થયું હતું કે, જ્યારે તેમની દીકરીને એક ખેડૂત ખોળામાં લેવા માગતા હતાં પરંતુ એમની દીકરી ખેડૂતના ખોળામાં જવા માટે રાજી ન હતી. કારણ કે, ખેડૂતના કપડાં પર માટી લાગેલી હતી. દીકરીના આ વર્તનથી રાજીવને ચિંતા થવા લાગી હતી.

તેમને લાગ્યું કે, જે ખેડૂતો આપણને અનાજ પૂરું પાડે છે તેમને આમ નજરઅંદાજ કરી શકાય નહી. તેને લાગ્યું કે, હવે તેઓ આ ખેડૂતોની જિંદગીનું મૂલ્ય સમજાવવાનું કામ કરશે. વર્ષ 2003માં CAની પરીક્ષા પાસ કર્યાં બાદ રાજીવે રાંચીમાં કુલ 5,000 રૂપિયાના માસિક ભાડે એક રૂમ ભાડે  રાખીને CAની પ્રેક્ટિસ કરવા લાગ્યા હતાં. તેઓ દર મહીને કુલ 40,000 રૂપિયાની કમાણી કરતાં હતાં. વર્ષ 2009માં તેણે પ્લાસ્ટિક એન્જિનિયર રશ્મી સહાયની સાથે લગ્ન કરી લીધા હતાં.

ત્યારપછી તેની દીકરીના વર્તનને જોઇ એમણે ખેતી કરવાનો નિર્ણય લઇ લીધો હતો. તેઓ ખેતીથી જોડાયેલ બધી માહિતી એકત્ર કરવા લાગ્યા હતાં. તેઓ યુનિવર્સિટીના કૃષિ વિભાગમાં જઈને પ્રોફેસરથી મદદ અને સલાહ લીધી હતી. તેઓ સ્થાનિક ખેડૂતોની પાસે જઈને ખેતી વિષે શીખ્યા હતાં. કુલ 10 એકર જમીન લીઝ પર લીધી. શરત રાખી હતી કે, તેમના નફાના કુલ 33% એ ખેડૂતને આપશે.

રાજીવે અંદાજે 2.50 લાખ રૂપિયાનો ખેતીમાં ખર્ચ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક રીતે અંદાજે 7 એકર જમીનમાં તડબૂચ તથા કોળાની ખેતી કરી હતી. ખુબ મહેનત પછી જાન્યુઆરી મહિનાના અંતે તેમનો પાક તૈયાર થઇ ગયો તેમજ અંદાજે 19 લાખ રૂપિયામાં વેચ્યો હતો. તેમાંથી તેમને અંદાજે 8 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. જેનાથી રાજીવનું મનોબળ મજબૂત થઈને તેઓ ખેતીમાં નવતર પ્રયોગ કરવા લાગ્યા હતાં. તેમના ખેતરમાં હાલમાં કુલ 45 ખેડૂતો કામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post