September 21, 2021

ડે. ક્લેક્ટરના દીકરાએ લગ્ન પ્રસંગે એવી અનોખી પહેલ શરૂ કરી કે, સમાજમાં થઈ રહી છે વાહ વાહ!

Share post

ભારત દેશમાં ઘણા એવાં પણ યુવાનો છે જે એમનો લગ્ન પ્રસંગ અનોખી રીતે ઉજવી જાણે છે. કોઈ પુસ્તક વિતરણ કરે છે તો કોઈ બ્લડ ડોનેશન કેમ્પ. પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્યનાં અમરોહ જિલ્લાનાં ડે. ક્લેક્ટરનાં પુત્રનાં લગ્નમાં કરિયાવર બદલે ફક્ત 2 છોડ વાવીને સમાજમાં એક અનોખો ચીલો ચાતરવામાં આવ્યો છે. તેની ઓફિસની આજુબાજુ નાના છોડ રખાવી તેમજ વાતાવરણ શુદ્ધ રાખવાનાં અભિયાનમાં તેમણે તેનાં પરિવારનો પણ સમાવેશ કર્યો છે.

આ સિવાય કરિયાવર માંગવા તેમજ દેવા બાબતે એક સરસ સંદેશો આપ્યો છે. છેલ્લા 2 વર્ષથી અમરોહા જિલ્લામાં ડે.ક્લેક્ટર પદે રહેલા માંગેરામ ચૌહાણનાં પુત્ર અભિષેક ચૌહાણે લગ્નમાં કોઈ પણ પ્રકારનું કરિયાવર સ્વીકારવા માટેની સ્પષ્ટ ના પાડી હતી. એનાં બદલે ફક્ત 2 છોડવા દુલ્હન પક્ષમાંથી ભેટ તરીકે લઈને એનું ઉછેરકામ ચાલુ કરવામાં આવ્યું છે. એક પ્રાયમરી શાળાનાં પરિસરમાં વર-વધૂએ સાથે આ છોડવા રોપ્યા છે.

આની સાથે સમાજને એક સંદેશો પણ પાઠવ્યો છે. પિતા માંગેરામ ચૌહાણનાં કહ્યા મુજબ છેલ્લા 25 વર્ષથી તે વૃક્ષો બચાવો ઝુંબેશમાં લાગેલા છે. તેઓ પણ વનસ્પતિને બચાવવા એક અભિયાન ચલાવે છે. સર્વિસમાં આવ્યા પછી આ અભિયાનને વધારે વેગ મળ્યો. કેમ કે, તેમની પાસે જે લોકો ફરિયાદ લઈને આવતા તેમની પાસે તેઓ સજા અથવા સલાહનાં રૂપે બે છોડ રોપાવતા હતા.

આ અભિયાનમાં તેઓ વધારે લોકોને જોડવા માટે પ્રયાસો કરતા હતા તેમાં એમનો પરિવાર પણ જોડાઈ ગયો હતો. આમ પણ આવી પ્રવૃતિમાંથી તેમનો પરિવાર કેમ બાકાત રહે. મૂળ શામલી જિલ્લાનાં જશાલાનાં રહેવાસી માંગેરામે તેનાં પુત્ર અભિષેકનાં લગ્ન હરિદ્વારની રહેવાસી સાક્ષી સાથે કરવામાં આવ્યા છે.

લગ્ન સમયે છોકરી પક્ષને વિશ્વાસમાં લઈને કોઈ પ્રકારનું કરિયાવર સ્વીકારવા માટેની ના પાડી દીધી. ભેટ તરીકે ફક્ત 2 છોડવા સ્વીકાર્યા. જે વર-વધૂએ એક પ્રાયમરી સ્કૂલમાં રોપી દીધા. ડે.ક્લેક્ટરનું જણાવું છે કે, પ્રકૃતિ પાસેથી વ્યક્તિ બધુ લઈ રહ્યો છે. પ્રકૃતિમાં સમતોલન જાળવી રાખવા નવા છોડ લગાવવા પડશે તેમજ જ્યાં સુધી કરિયાવર લેવાની અથવા દેવાની વાત છે તો કરિયાવર એ યુવતીનું અપમાન સમાન છે. જે યુવતી લગ્ન કરીને તેનાં સાસરે જઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post