September 21, 2021

‘ખેડૂત દિન’ નિમિત્તે વડોદરાના આ પટેલભાઈએ એવું કાર્ય કરી બતાવ્યું કે, જાણી તમને પણ ગર્વ થશે

Share post

ગુજરાતમાંથી અવારનવાર કેટલીક પ્રેરણા દાયક કહાનીઓ સામે આવતી હોય છે. જેને કારણે કેટલાંક લોકોને પ્રેરણા મળતી હોય છે, હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જેસીરેટ વિંગ ઓફ જેસીઆઇ બરોડા અલકાપુરી મહિલા વિંગે કિસાન દિન નિમિત્તે ઓર્ગેનિક કિચન તથા ટેરેસ ગાર્ડનનો વેબિનારનું આયોજન કર્યું હતુ. જેમા ઘરમાં જ કેવી રીતે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં વક્તા તરીકે ઓર્ગેનિક ફાર્મિંગ તથા કિચન ગાર્ડનિંગના એક્સપર્ટ અશોક પટેલ, JCI મહિલા વિંગના પ્રેસિડંટ વૈશાલી શાહ તથા લોક વિજ્ઞાન કેન્દ્રના NCSC પ્રોજેક્ટના વિજેતા આરૂશી અરગડે અને નિત્યા વ્યાસહાજર રહ્યા હતા. અશોક પટેલે ઓર્ગેનિક ફાર્મિંગ અંગેની વાતચીત કરી હતી. જ્યારે આરૂશી અરગડે તથા નિત્યા વ્યાસે વેબિનારમાં પ્રાકૃતિક ફાર્મિંગ વિશે માહિતગાર કર્યાં હતાં.

ઘરની બાલ્કની, લોબી, વરંડાનો સદઉપયોગ કર્યો :
અશોક પટેલે કહ્યું હતું કે, બહારથી શાકભાજી લાવવુ ન પડે તથા ઘરે બેઠા જ આ શાકભાજીની ખેતી ખુબ ઓછી જગ્યામાં કરી શકાય તેથી ઓર્ગેનિંક કિચન તથા ટેરેસ ગાર્ડન ઉપયોગી છે. મારા ઘરે મે કુલ 1,200 સ્કવેર ફૂટ ટેરેસમાં કુલ 500 જેટલી વિવિધ વનસ્પતીઓ, શાકભાજી તથા ફળનું વાવેતર કર્યું હતું. ઓર્ગેનિક ફાર્મિંગમાં ઘરના કિચન વેસ્ટનો ઉપયોગ ખાતર બનાવવામાં કરી શકાય છે.

કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની બાલ્કની, લોબી, વરંડો, અગાસી અથવા તો આજુબાજુની નકામી જમીન અથવા તો વાડાનો સદુપયોગ કરી શકાય છે. ઘરના વપરાશ માટે તાજા, સ્વચ્છ જંતુનાશક દવારહિત તથા મનપસંદ શાકભાજી મેળવી શકાય છે.

ફક્ત 1 ગાયના છાણમાંથી કુલ 30 એકરમાં ખાતર પૂરું પડે છે :
આરૂશી અરગડે તથા નિત્યા વ્યાસે કહ્યું હતું કે, હાલના સમયમાં લોકો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક ખેતીમાં ખાતરનો ઉપયોગ વધારે પડતો થતો હોવાથી પ્રાકૃતિક ખેતી કરવી ખુબ ફાયદાકારક સાબિત થાય છે. ખેડુત દ્વારા કરવામાં આવતી રાસાયણીક ખેતીથી જમીનની ફળદ્રુપતાઅ ઘટાડો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં એક ગાયના છાણમાંથી કુલ 30 એકર જમીનમાં ખેતી થઇ શકે છે. પ્રકૃતિક ખેતીના ખાતરમાં ગાયનું છાણ, ગૌમુત્ર, લોટ, લીમડાના પાન તથા માટી નાખીને એક બેરલમાં ભરીને પાણી મીક્ષ કરીને કુલ 4 દિવસ રહેવાથી ખાતર તૈયાર થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post