September 21, 2021

કપાસમાં ગુલાબી ઈયળના જીવનચક્રનું નિયંત્રણ, જાણો સંપૂર્ણ માહિતી

Share post

મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસનાં પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહેવામાં આવે છે. કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવાં કે, નવી જાતોની આડેધડ વાવણી, જંતુનાશકોનાં દવાઓનાં ઉપયોગમાં થયેલ ઘટાડો વગેરેને કારણે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ બહુ જ વધ્યો છે. કપાસમાં આ જીવાતથી છેલ્લા ત્રણ વર્ષથી બહુ જ નુકસાન થયું છે.

આ ઈયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી તેમજ ફૂલ ખરી પડે છે. ઈયળ જીંડવાની અંદર દાખલ થઈ કુમળા કપાસીયાને ખાઈ જાય છે તેમજ સીધુ નુકસાન થતું હોવાનાં લીધે વજનમાં બહુ જ ઘટાડો થાય છે. અનેક વખત એકથી વધારે ઈયળ એક જીંડવામાં જોવા મળે છે. આ જીવાતનાં નુકસાનથી ઉત્પાદન રૂની ગુણવત્તા, બીજમાં તેલનાં %, બીજની સ્કૂરણશક્તિ તેમજ જીનીંગમાં ઘટાડો થતો જોવા મળે છે.

ખેડૂતો અથવા જેઓની પાસે પિયતની સગવડ હોય તેમજ કપાસની વહેલી વાવણી કરી હોય એવા ખેડૂતો માટે ભાગે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં કપાસ કાઢી નાંખી અન્ય પાકોનું વાવેતર કરે છે. ઘણા ખેડૂતો પિયત આપી માર્ચ એપ્રિલ મહિના સુધી કપાસનો પાક રહેવા દે છે. પાક પુરો થવાનાં સમયે લાંબા જીવનકાળની છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે તેમજ ઘણી વાર 2 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. સુષુપ્ત અવસ્થા સાધારણ રીતે અડાઉ કપાસનાં છોડ ઉપર અથવા કરાંઠી ઉપર રહેલા જીંડવા/પુરેપુરું નહીં વીણાયેલ જીંડવા, અપરિપક્વ જીંડવામાં પસાર થાય છે, જે આવનાર વર્ષ માટે અવશેષ પ્રભાવ પૂરો પાડવામાં આવે છે. આવતા વર્ષનાં કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય તે માટે અત્યારે પણ અટકાયતી પગલાં લેવા ખુબ જ જરૂરી છે.

નિયંત્રણનાં પગલાં
કપાસનાં ખેતરમાં ખરેલા ફૂલ, કળી તેમજ જીંડવા ભેગા કરી સેન્દ્રિય ખાતર બનાવવા માટે ઉપયોગ કરવો. કપાસમાં છેલ્લે આપવામાં આવતું પિયત બંધ કરવું તેમજ પાકનો અંત લાવવો. બીજ ઉત્પાદન કરતા ખેડૂતો ફલિનીકરણ સમયે નર ફૂલની પાંખડીઓ તોડીને જમીન ઉપર નાંખી દે છે. જેનાં ઉપર ગુલાબી ઈયળનાં ઈંડા હોઈ શકે. જ્યારે પરાગરજનો વપરાશ કરી ફૂલને પણ ફેંકી દે છે તેવું ન કરતા એનો વ્યવસ્થિત નિકાલ કરવો જરૂરી છે.

કપાસનો પાક પૂરો થતાં એનાં અવશેષો યાંત્રિક ઉપકરણથી ભૂકો ટૂકડા બનાવીને સેન્દ્રિય ખાતર બનાવવામાં વપરાશ કરવો. અનેક ખેડૂતો છેલ્લી વીણી પછી કપાસને ખેતરમાં જ ઊભો રહેવા દે છે એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. અનેક ખરા ખેડૂતો માર્ચ-એપ્રિલ માસ સુધી વીણી લેવા માટે કપાસને ખેતરમાં ઊભો રાખે છે એનાં પરિણામે આવી જીવાતને મોકળુ મેદાન મળી જાય છે.

કરાંઠીઓને કંકોડા અથવા અન્ય વેલાવાળા શાકભાજી અથવા બીજા હેતુ માટે આધાર તરીકે ઉપયોગમાં લેવી ન જોઈએ. કપાસની છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરાં અને ઢોરને ચરાવવાથી કપાસનાં છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ફૂલ અને ખૂલ્યા વિના જીંડવા ચરી જતા હોય છે આ રીતે ગુલાબી ઈયળનાં અવશેષ પ્રભાવને ઓછો થાય છે.

ખેડૂતો કપાસની વીણી કરીને કોઠારમાં સંગ્રહ કરે છે. સંગ્રહ કરવામાં આવેલ કપાસમાં ગુલાબી ઈયળ અથવા એની ફૂદીઓ જણાય તો કોઠારમાં એક ફેરોમોન ટ્રેપ ગોઠવી દેવું તેમજ એમાં પકડાયેલ ફૂદીનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ.

ગત વર્ષનાં કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી અગાઉ પૂરું કરવું. જીનમાં પ્રોસેસિંગની કામગીરી પુરી થયા પછી પડી રહેલ કચરાનો સેન્દ્રિય ખાતર બનાવવા માટે વપરાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળોનો નાશ થઇ જાય છે. જીનીંગ ફેકટરીમાં અને એની આજુબાજુ ગુલાબી ઈયળનાં નર ફૂદાને સમૂહમાં પકડીને નાશ કરવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઈએ. જીનીંગ ફેકટરીનાં કમ્પાઉન્ડમાં ઉગતા કપાસનાં છોડનો નિયમિત નિકાલ કરતા રહેવું જોઈએ.

જીનીંગ ફેકટરીનાં મુખ્ય દરવાજા ઉપર આ જીવાતને કંટ્રોલમાં લેવા જરૂરી મુદ્દા ધરાવતું બોર્ડ મૂકવું જોઈએ. કપાસની કરાંઠીઓ બળતણ માટે વપરાશ કરતા હોઈએ તો આવા ઢગલાને પ્લાસ્ટિક અથવા શણનાં કંતાનથી ઢાંકીને રાખવા જોઈએ. આ જીવાતનાં અસરકારક નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી ખાતુ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરેની સાથે સંપર્કમાં રહી સામૂહિક ધોરણે પગલાં લેવા. જયાં શક્ય હોય ત્યાં પાકની ફેરબદલી કરવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post