September 26, 2021

ગુજરાત: અહિયાં કાર ચાલકની એક ભુલે એવો ગંભીર અકસ્માત સર્જ્યો કે માસુમ ખેડૂતનો લેવાયો ભોગ, એવું દર્દનાક મોત થયું કે…

Share post

દેશમાં તેમજ સમગ્ર રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થતાં રહેતાં હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. ગુજરાતમાં દરરોજની ઓછામાં ઓછી 3 જેટલી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.

હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના ભાવનગર જીલ્લામાંથી સામે આવી રહી છે, ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં આવેલ ટાણા ગામમાં ગત રાત્રીના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીના દરવાજે ઉભા રહેલ વાડીના ભાગીયા પોપટભાઈને એક બેકાબૂ બનેલ કાર ચાલકે કચડી નાખતા તેનું મોત થયું હતું. જ્યારે કારચાલક અકસ્માત સર્જયા બાદ કાર છોડીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો
ટાણા ગામમાં રહેતા છગનભાઇ ઈટાલિયાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પોપટભાઈ કુંભાર રાત્રે માર્ગ પર આવેલ વાડીમાં પાણી વાળવા માટે ગયા હતા. જેમાં ખેતરના દરવાજા નજીક ઉભા હતા ત્યારે તેનો કાળ બનીને આવેલ એક કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા ખેતરના દરવાજા નજીક ઉભા પોપટભાઈને કચડી નાખ્યા હતા.

જેથી પોપટભાઈનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જયા બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોપટભાઈના પરિવારજનોને થતા તેઓ ખેતરમાં દોડી આવ્યાં હતા તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે અકસ્માત સર્જાતાં લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા કારચાલકની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post