September 17, 2021

ડીસાનો આ યુવાન ખેતીક્ષેત્રમાં લાવ્યો હરિયાળી ક્રાંતિ: રાજ્યમાં સૌપ્રથમવાર કરી જીરેનિયમની ખેતી, એટલી કમાણી થઈ કે…  

Share post

ગુજરાતનાં ખેડૂતો ખેતીમાં કઈક અલગ કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. હાલમાં પણ આવા જ એક સફળ યુવાન ખેડૂતની કહાની સામે આવી રહી છે. ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામના યુવાન ખેડૂતે ખુબ ઓછી જમીન તેમજ ખુબ ઓછા પાણીમાં વધારે ઉપજ આપતી અને ગુજરાતમાં સૌપ્રથમવખત જીરેનિયમની ખેતી કરીને આવક મેળવવાની અનોખી સિધ્ધિ હાંસલ કરી બતાવી છે.

જીરેનિયમની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કરવામાં આવે છે. ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામના ફક્ત 30 વર્ષનાં શ્રીકાંતભાઇ પંચાલે ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ હાલમાં ધંધાર્થે મુંબઈમાં ફેબ્રીકેશનનો વર્કશોપ ધરાવે છે. સાથી મિત્રની પ્રેરણાથી વર્ષ-2019 માં માત્ર 2 વીઘા જમીનમાં કુલ 10,000 રોપાનું વાવેતર કર્યું હતું.

ત્યારપછી ચાલુ વર્ષ દરમિયાન લોકડાઉનમાં સમય મળતાંની સાથે જ રોપા તૈયાર કરીને વધારે કુલ 40,000 જીરેનિયમના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતરના 3 મહિના જેટલાં સમયગાળામાં જ ઉત્પાદનની શરૂઆત થઇ જાય છે. જીરેનિયમનો ઉપયોગ કોસ્મેટિક, સુગંધીત તથા ઔષધીની બનાવટમાં કરવામાં આવે છે. જીરેનિયમ તેલનું વેચાણ મુંબઇની કંપનીને માત્ર 14,000 રૂપિયા લીટરના ભાવે કરવામાં આવે છે.

તેઓએ કુલ 7 વીઘામાં પાકનું વાવેતર કર્યું છે તેમજ ડીસ્ટિલેશન યુનિટ પણ ઉભું કર્યું છે. જેની મારફતે દ્વારા જીરેનિયમનું તેલ કાઢી શકાય છે. આ પાકની દર 3 થી 4 મહીને કાપણી કરવામાં આવે છે. ત્યારપછી એમાંથી તેલ કાઢવામાં આવે છે. અત્યાર સુધી માત્ર 2 વીઘા જમીનમાંથી કુલ 4.50 લાખ રૂપિયાની આવક મેળવી છે. ભારતમાં દર વર્ષે જીરેનિયમના કુલ 300 ટન તેલની માંગ રહેલી છે.

જેની સામે ફક્ત 10 ટનની માંગ જ પુર્ણ કરી શકીએ છીએ. આ અંગે શ્રીકાંતભાઇ પંચાલે કહ્યુ હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જીરેનિયમની ખેતીને “એરોમા મિશન” અંતર્ગત આવરી લેવામાં આવી છે કે, જેથી આ ખેતીના વાવેતર, ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભો કરવા માટે પણ સરકાર સબસીડી આપીને મદદરૂપ બની રહી છે.

સૌપ્રથમવખત ગુજરાતમાં આની ખેતી ડીસા તાલુકામાં કરવામાં આવી છે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના ડૉ.યોગેશ પવારે કહ્યું હતું કે, જીરેનિયમ જેવો પાક ખુબ ઓછી જમીન તથા ખુબ ઓછા પાણીએ પણ વધારે આવક રળી આપે છે. ભોયણના ખેડૂતે ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનિયમનું વાવેતર કરીને પણ સારી એવી સફળતા મેળવી છે.

PM મોદીના સ્વપ્નને સાકાર કરવું છે: ખેડૂત
ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા “આત્મનિર્ભર” બનવા માટે ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને પણ “મેડ ઇન ઇન્ડિયા-મેક ઇન ઇન્ડિયા’ ના સૂત્રને સાર્થક કરવું જોઈએ. ડીસાના ભોયણ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે કહ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post