September 21, 2021

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાનના વળતર અંગે CM રૂપાણીની મહત્વની જાહેરાત

Share post

ગુજરાતમાં ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે. હાલના સમયમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ઠંડી સાથે ચોમાસાનો પણ અનુભવ થયો છે. હવામાન વિભાગની આગહીહ અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ સમય વચ્ચે સૌથી વધુ ચિંતા ખેડૂતોને થઇ રહી છેમ કારણ કે આ વર્ષે ખેતી ઘણું નુકશાન થયું હતું. જેના કારણે ખેડૂતોને આશા હતી કે, શિયાળામાં સારો પાક થશે પણ હવામાને કઇક અલગ જ  ધાર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ બે દિવસ વરસાદ પડ્યો ત્યાં ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે, એકાએક વાતાવરણમાં બદલાતા ખેતીક્ષેત્રે નુકશાન થવાની ભીતિ છે.

સતત બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને કારણે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જેને લઇને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કપાસ એરંડા,તમાકુ, જીરા સહિતના વિવિધ પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર આપવાની ઉગ્ર માંગ ઉઠી હતી.

જેને લઈને આજે ભરૂચના વાલિયામાં એક કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનનો સર્વે કરવામાં આવશે. જે બાદ તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી ખેડૂતો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ ને કારણે શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોડી રાત્રે તથા વહેલી સવારમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જયારે બીજી તરફ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

જૂનાગઢમાં આવેલ નાઘેર પંથકમાં સવારથી હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થતાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અચાનક જ બપોરે 3 વાગ્યાની આજુબાજુ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમય બની ગયા હતાં તેમજ લોકો છત્રી સાથે જોવા મળ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post