September 26, 2021

ખેડૂતોને ત્રણ ગણો ફાયદો કરાવશે આ નવું ટ્રેક્ટર, કિંમત અને ખાસિયતો જાણી મોજ આવી જશે

Share post

હાલમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે. ઓમેગા સેકી મોબિલિટીની યોજના કેટલાક ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં લાવવાની છે. કંપનીના એક ટોચના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કંપનીનો ઇરાદો માત્ર 2 વર્ષમાં ટૂ-વ્હીલર, ફોર વ્હીલર, કાર્ગો વાહન તથા એક ટ્રેક્ટર સહિત કેટલાક ઇલેક્ટ્રિક વાહન લાવવાનો છે.

દિલ્હીમાં આવેલ એંગલિયાં ઓમેગા ગ્રૂપની એકાઈ ઓમેગા સેકીની યોજના દેશના વિવિધ વિસ્તારોમાં વિનિર્માણ કારખાના લગાવવાની છે. ઓમેગા સેકીના દિલ્હી તેમજ NCRમા કેટલાક વિનિર્માણ સંયંત્ર છે. કંપનીની યોજના આવતા વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં પોતાની ડિલરશીપની સંખ્યા કુલ 200 સુધી કરવાની છે.

એંગલિયન ઓમેગા ગ્રુપના ચેરમેન ઉદય નારંગે જણાવતા કહ્યું હતું કે, કંપની આ પરિયોજનાનાં નાણાંકીય પોષણ માટે કુલ 1,000 કરોડ રૂપિયા વધુ એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ઉદય નારંગે જણાવ્યું હતું કે, અમે કારખાના લગાવીશું, ઉત્પાદન રજૂ કરીશું, આગલા કેટલાક વર્ષ સુધી રોકાણ વગર આગળ વધવાનો વિચાર રહેલો છે.

કંપની વિવિધ પરિયોજનાઓ માટે કેટલાક માર્ગોથી મૂડીભંડોળ એકત્ર કરવામાં આવશે. ઓમેગા સેકી મોબિલિટીના મેનેજમેન્ટ ડાયરેક્ટર દેવ મુખર્જીએ જણાવ્યું હતું કે, કંપની આવતા વર્ષના એપ્રિલ મહિના સુધી તેમજ કેરેજ સેગમેન્ટ માટે ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર રજૂ કરશે. જયારે ફોર વ્હીલર કાર્ગો વાહન તથા ટ્રેક્ટર વર્ષ 2021ના અંત સુધીમાં એટલે કે, વર્ષ 2022મા રજૂ કરવામાં આવશે.

હાલમાં જ ઓમેગા સેઇકી મોબિલિટીએ કોમર્શિયલ પેસેન્જર વ્હીલર શ્રેણીમાં ઈલેક્ટ્રીક વ્હીલરની રજૂઆત કરી છે. કંપનીએ થ્રી-વ્હીલર માલવાહક ‘સન રી’, ઇ-રિક્ષા ‘રાઈડ’ તથા ઓટો રિક્ષા ‘સ્ટ્રીમ’ ની રજૂઆત કરી છે. કંપનીની યોજના આવતા વર્ષે માર્ચ મહિનામાં તેનો પુરવઠો કરવાની છે.

ઇ-ટ્રેક્ટરની ખાસિયત:
ઇ-ટ્રેક્ટરની ખાસિયત હશે કે, તેના એન્જિનમાં અંદાજે 300 એ પાર્ટસ નહીં હોય, જે નિયમિત ટ્રેક્ટરના એન્જિનની સાથે આવે છે. જેથી ખેડૂતનો સમય બચશે તેમજ વાહનનો મેન્ટેનેન્સનો ખર્ચ ખુબ ઓછો રહેશે.

ઇ-ટ્રેક્ટરમાં બેટરી સ્વેપિન્ગ, રીજનરેટિવ બ્રેકિંગ, પાવર ઇનવર્સન તેમજ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે. કુલ 6 HPનો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સિંગલ ચાર્જ પર માત્ર 75 કિમી ચાલી શકે છે. માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. સ્ટાર્ટઅપનું માનવું છે કે, તેનું કુલ 6 HP નુ ટ્રેક્ટર કુલ 21 HPના ડીઝલ ટ્રેક્ટર બરાબર છે.

આવાસીય હવામાનમાં બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં માત્ર 6 કલાકનો સમય લાગે છે. જ્યારે ઔદ્યોગિક પાવર સર્કિટની બેટરી માત્ર 2 કલાકમાં ચાર્જ થઈ શકે છે. ઇ-ટ્રેક્ટર એક શૂન્ય-ઉત્સર્જન પારિસ્થિતિક ટ્રેક્ટર છે, જે બાગવાની અથવા તો ગ્રીનહાઉસ કાર્ય માટે યોગ્ય છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ ટ્રેક્ટરની કીમત દરેક ખેડૂતોને પરવડે તેવી હશે. એટલે સામાન્ય ખેડૂત પણ આ ટ્રેક્ટર ખરીદી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post