September 21, 2021

અમરેલીના આ ખેડૂતે ખેતીમાં કરી બતાવી અનોખી કમાલ – ખાસ પદ્ધતિથી ખારા પાટને પણ મીઠો કરી દીધો

Share post

હાલમાં ખેતીને લગતા એક જાણકારી સામે આવી રહી છે. આ જાણકારી ગુજરાતમાં આવેલ જીલ્લામાંથી સામે આવી રહી છે. જાફરાબાદ તાલુકાના ખેડૂતો દરિયા કિનારા પાસે આવેલ પોતાની વાડીને પ્રવીણભાઈ સાંખટ નામના ખેડૂતે ખરપાટ વિસ્તારને ફળદ્રુપ તેમજ ઉપજાઉ બનાવી દીધો છે. પોતાના ક્ષેત્રમાં ખૂબ જ વેડફાઈ જતું વરસાદી પાણી તળાવ સ્વરૂપે ફેરવીને સંપૂર્ણ વર્ષ દરમિયાન ખેતી કરશે.

જે ખેતી પણ વરસાદી પાણી હોવાને કારણે ખૂબ સમૃદ્ધ બનશે. નાના એવાં વડલી ગામના ખેડૂતે અદભુત કામગીરી કરી બતાવી છે. દરિયા પાસેના ખારા પાટ વિસ્તારને મીઠો બનાવી દીધો છે. પોતાની 1 વિધા જમીનમાં કુલ 30 ફૂટ ઊંડું તળાવ બનાવીને વરસાદી પાણીથી ભરી લીધું હતું. આ પાણીથી તેઓસંપૂર્ણ વર્ષ દરમિયાન વરસાદી પાણીથી ખેતી કરશે.

વરસાદી પાણી હોવાને કારણે ખેતીમાં ભરપુર લાભ થશે તેમજ ફક્ત 2 કિમિ દૂર દરિયો હોવા છતાં આ ખારી જમીન વરસાદી પાણીનાં સંગ્રહને લીધે મીઠી બની ચુકી છે. ચારેય બાજુ હરિયાળી ક્રાંતિ આ ખેડૂતે સર્જી દીધી છે. પોતાના ઘરનું પાણી પણ આ ખેડૂત સંપૂર્ણ વર્ષ દરમિયાન વરસાદનું જ પીવા માટે ઉપયોગ કરે છે. વરસાદનું એક ટીપું પણ વ્યર્થ જવા દીધું નથી. વરસતા વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને સંપૂર્ણ વર્ષ દરમિયાન પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી રહ્યા છે.

પ્રવીણભાઈ જણાવે છે કે, પોતાના ખેતરમાં ભુંગળા ગોઠવીને 1 વીઘા જમીનમાં કુલ 30 ફૂટ ઊંડા તળાવની રચના કરી હતી. આ તળાવમાં ગોઠવણ કરીને ખેતરમાં પડતું વરસાદનું પાણી આ તળાવમાં આવે છે. આ વરસાદ 1 એક વીઘાનુ તળાવ 30 ફૂટ ઊંડું છે. જે આખું છલોછલ વરસાદી પાણીથી છલકાઈ જતાં તેમાં નીચેનો કૂવો રિચાર્જ થઇ ગયો છે.

સંપૂર્ણ વર્ષ દરમિયાન પ્રવીણભાઈ આ વરસાદના પાણીનો ઉપયોગ કરશે. જેને કારણે પાક પણ ખૂબ સારો આવશે. જાફરાબાદ પંથકમાં ખાસ કરીને મગફળી, તલ, કપાસ, બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. અહીં દરિયો એકદમ પાસે હોવાને કારણે આ વિસ્તાર એકદમ ખારાપાટ છે. અહીં પીવાલાયક પાણી પણ ખારું આવતું હોવાને લીધે પ્રવીણભાઈ આ મહેનત રંગ લાવી છે.

આ વિસ્તાર એકદમ ફળદ્રુપ થઈ જવા પામ્યો છે. અહીં ખેતી પણ સોનાની થશે. જેને કારણે પ્રવીણભાઈ મગફળી તથા કપાસનું વાવેતર કરશે. જેની ઉપજ ખૂબ સારી આવશે. આ પ્રગતિ શીલ ખેડૂતે વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતી તો સમૃદ્ધ કરી છે પણ પોતાનું ઘરમાં પણ વરસતા વરસાદી પાણીને એક મોટા ટાંકામાં નાખીને સંપૂર્ણ વર્ષ દરમિયાન પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. ઇઝરાયલની પદ્ધતિથી વરસાદનું પાણી રોકી પૂરું વર્ષ આ પાણીનો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જેને જોવા માટે આજુબાજુના અનેક ખેડૂતો આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post