September 29, 2021

આ વૃદ્ધા પોતાની 12 વીઘા જમીન PM મોદીને ભેટમાં આપવા માંગે છે – કારણ જાણીને આંખોમાંથી આંસુ સરી પડશે

Share post

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. એક વૃદ્ધાએ વકીલની પાસે જઈ પોતાના નામની જમીન PM નરેન્દ્ર મોદીના નામ પર કરવા માટેની વાત જણાવી હતી. વૃદ્ધાની આ વાત સાંભળીને વકીલ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. વૃદ્ધા PM નરેન્દ્ર મોદીના નામે પોતાની જમીન કરવા માંગતી હતી તેનું એક મોટું કારણ હતું.

મળેલ જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં આવેલ મૈનપૂરી જીલ્લાનાં તાલુકામાં બુધવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વૃદ્ધાએ તેની તમામ જમીન PM નરેન્દ્ર મોદીના નામે કરી દીધી છે. વૃદ્ધાએ જ્યારે પોતાની જમીન PM નરેન્દ્ર મોદીના નામ પર કરવાની વાત વકીલને કરી ત્યારે વકીલ પણ ચોંકી ગયો હતો. મહિલા પોતાની જમીન PM નરેન્દ્ર મોદીના નામ પર પોતાનું ખેતર કરવાની વાત કરે છે તેની પાછળ એક ભાવુક કારણ રહેલું છે.

વિકાસ ખંડના કિશનીના ચિતાયન ગામમાં રહેતી 85 વર્ષની વૃદ્ધા બુટ્ટનદેવી બુધવારે વકીલ કૃષ્ણપ્રતાપસિંહની પાસે પહોંચીને જણાવ્યું હતું કે, તેઓ પોતાની કુલ 12 વીઘા જમીન PM નરેન્દ્ર મોદીના નામે કરવા માંગે છે. આ વૃદ્ધાની વાત સાંભળીને વકીલ પણ ચોંકી ગયા હતા. વૃદ્ધાની આખી વાત સાંભળીને વકીલે વૃદ્ધાને આવું ન કરવા માટે કહ્યું હતું પણ વૃદ્ધા વકીલની વાત માનવા માટે તૈયાર ન હતા.

વૃદ્ધા બીટ્ટની દેવીએ કહ્યું હતું કે, તેના પતિનું અવસાન થયું છે તેમજ 2 દીકરા તથા પુત્રવધુ તેમનું ધ્યાન રાખી રહ્યા નથી. તેથી તેઓ સરકાર તરફથી જે પેન્શન મળે છે તે પૈસાથી પોતાનું ગુજરાન ચલાવે છે. જેને લીધે તેમને પોતાના નામે રહેલી જમીન PM નરેન્દ્ર મોદીના નામે કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વકીલે સમજાવ્યા છતાં પણ વૃદ્ધા બીટ્ટની દેવી એમની વાત માનવા માટે તૈયાર ન હતાં. છેવટે વકીલે વૃદ્ધાની આ બાબતે જિલ્લાના અધિકારીઓની સાથે ચર્ચા કરશે તેમ કહીને વૃદ્ધાને ઘરે પરત મોકલી દીધા હતા. જેને લીધે આ વૃદ્ધા વકીલને 2 દિવસ બાદ ફરી મળવા આવશે તેવું કહીને ચાલ્યા ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post