September 17, 2021

જાણો આંદોલન દરમિયાન કેટલા ખેડૂતો મોતને ભેટ્યા, જાણો વિગતે

Share post

હરિયાણાનાં સિંધૂ બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનમાં TDI સિટીની સામે એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. મરનાર ખેડૂતની ઓળખ થઇ છે તેમજ એનું નામ અજય છે. 32 વર્ષીય અજય સોનીપતનો રહેવાસી હતો. અજય પાસે એક એકર જમીન હતી તેમજ જમીન ઠેકા પર લઇને તે ખેતી કરતો હતો. મરનારનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઠંડીને લીધે અજયનું મૃત્યુ થયું છે. રાત્રે જમ્યા બાદ અજય સુતો તેમજ સવારે પછી ઉઠ્યો જ નહી. કુંડલી પોલીસે મૃતદેહને કબજે કરી સોનીપતની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

સિંધૂ બોર્ડર પર ઠંડીને લીધે અજયનું મૃત્યુ થયું હતું તો અમુક દિવસ અગાઉ દિલ્લી આંદોલનમાં ભાગ લઇને પાછા ફરેલા હૈબુઆનાં ખેડૂત કવલજીત સિંહનું પણ મૃત્યુ થયું હતું. એમનું મોત હાર્ટ એટેકેને લીધે થયું હતું. કવલજીત બસમાંથી ઉતર્યા ત્યારે હાર્ટ એટેક આવી જતા એમનાં માથામાં ઇજા પહોંચી હતી. એમનાં પ્રાથમિક ઉપચાર પછી બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.

દિલ્લીમાં ખેતી કાયદાનાં વિરોધમાં ખેડૂત સંગઠનોનાં સંઘર્ષમાં ભાગ લેવા જતાં પંજાબનાં 50 વર્ષનાં સુરિંદર સિંહનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સુરિન્દર પોતાનાં ટ્રેકટરમાં 12 ખેડૂતોની સાથે આંદોલનમાં ભાગ લેવા દિલ્લી જતાં હતા. સોનીપત પાસે સુરિન્દર ટ્રેકટર પાર્ક કરીને રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે વાહનની ટકકરે સુરિંદરનું મૃત્યુ થયું હતું.

કેન્દ્ર સરકારે હાલમાં  બહાર પાડેલા 3 કૃષિ કાયદાની સામે ખેડૂતો આમ તો આશરે બે માસથી પંજાબ તેમજ હરિયાણામાં આંદોલન કરતા હતા, પરંતુ છેલ્લાં 12 દિવસથી ખેડૂતો દિલ્લી જઇને આંદોલન કરે છે. સિંધૂ બોર્ડર પર દેશભરનાં ખેડૂતોનો જમાવડો થયો છે. આશરે અઢી માસ જેટલો સમય થઇ ગયો પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓ કોઇ ઉકેલ આવતો નથી.

ખેડૂતો તેમજ સરકાર વચ્ચે હાલ સુધીમાં 5 વાર બેઠક મળી ચુકી છે, પરંતુ બેઠકની કોઇ ફળશ્રૃતિ રહી નથી. ખેડૂતો ખેતી કાયદાને રદ કરવાની માંગ કરે છે, જયારે સરકાર જણાવે છે કે, સુધારો કરવો હશે તો થઇ શકશે બાકી ખેતી કાયદો રદ નહીં થાય. હાલ 9 ડિસેમ્બરનાં રોજ સરકાર તેમજ ખેડૂતો વચ્ચે બેઠક મળવાની છે, પરંતુ એ અગાઉ ખેડૂતોએ મંગળવારનાં રોજ બંધનું એલાન આપ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post