September 21, 2021

કેનાલમાં પડેલો બોલ લેવા જતા માસુમ બાળકનું ડૂબવાથી થયું કરુણ મોત, જાણો કયાની છે આ ઘટના

Share post

વેજલપુર ફતેવાડીમાં રહેતો 13 વર્ષીય બાળક તેનાં મિત્રોની સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ પાસેની કેનાલમાં પડતા બાળક બોલ લેવા માટે કેનાલમાં જતા ડુબી ગયો હતો. ફાયરબ્રિગેડ તેમજ પોલીસે શોધખોળ કરતા છેવટે 27 કલાક પછી તેનો મૃતદેહ કાસીન્દ્રા ગામ નજીકની કેનાલમાંથી મળ્યો હતો.

આ ઘટનાની વિગત અનુસાર ફતેવાડીમાં સમા સ્કુલ નજીક ફીઝા રોહાઉસમાં રહેતો તલ્હા આર.રઝવી(13 વર્ષ) 2 ડિસેમ્બરનાં દિવસે તેનાં ઘર પાસે ઉર્વાપાર્ક નજીકનાં ગ્રાઉન્ડમાં મિત્રોની સાથે ક્રિકેટ રમતો હતો. તે સમયે રમતી વખતે બોલ પાસેની કેનાલમાં પડતા તલ્હા બોલ લેવા માટે કેનાલમાં ગયો હતો.

જોકે બોલ લઈને તે કેટલાક સમય સુધી પાછો ન આવતા તેનાં બધા મિત્રો દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. એ પછીમાં ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા તેમજ કેનાલમાં બાળક શોધખોળ ચાલુ કરી હતી. તલ્હાનો ભાઈ મુજીબુર રહેમાન રઝવી પણ અહીંયા આવ્યો હતો.

જો કે, તલ્હાનો કઈ પણ પતો ન લાગતા મુજીબુર દ્વારા તેનો ભાઈ કેનાલમાં પડી જવાથી અથવા કોઈએ તેનું અપહરણ કર્યું હોવા અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. બીજી બાજુ 3 ડિસેમ્બરનાં દિવસે બપોરનાં સમયે અસલાલીનાં કાસીન્દ્રા ગામ નજીકની કેનાલમાં બાળકની લાશ હોવા અંગેની માહિતી મળતા વેજલપુર પોલીસ તેમજ ફાયરબ્રિગેડનાં કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા તેમજ બાળકનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસ કરતા મૃતદેહ ફતેવાડીમાં રહેતા તેમજ ગુમ થઇ ગયેલા બાળક તલ્હાનો હોવા અંગેનું સામે આવ્યું હતું, એવી વેજલપુર પોલીસે કહ્યું હતું. આમ ફતેવાડીમાં કેનાલમાં પડેલા બાળકનો મૃતદેહ 27 કલાક પછી કાસીન્દ્રા ગામની કેનાલમાંથી મળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post