September 17, 2021

માતા-પિતાના સ્વર્ગવાસ બાદ નિરાધાર બનેલો 10 વર્ષનો બાળક ખેતી કરીને ભરી રહ્યો છે પોતાનું પેટ

Share post

જયારે માતા-પિતા સાથે ન હોય તો જીવન ખુબ અઘરું બની જતું હોય છે તેમજ જો તમે ફક્ત 10 વર્ષના બાળક હો તેમજ તમારી સંભાળ રાખવાં માટે આગળ પાછળ કોઈ ન હોય તો ખરેખર જીવન આસાન રહેતું નથી. આપણા માટે એવું વિચારવું પણ ખુબ અઘરું છે કે, કોઈ 10 વર્ષનું બાળક માતા-પિતા વિના કોઈ મોટા વ્યક્તિ વગર એકલો કેવી રીતે રહી શકે છે. હાલમાં અમે તમે એવા બાળકની મુલાકાત કરાવવા માટે જઈ રહ્યા છીએ.

આ બાળકની કહાની સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. આની સાથે જ તમને પ્રેરણા પણ મળશે. વિયતનામના એક ગામમાં રહેતાં વાળા ડાંગ પોતાના ઘરમાં એકલા રહે છે તેમજ ખેતરમાં જઈને મહેનત પણ કરે છે. ડાંગના જીવનમાં ખુબ મુશ્કેલીઓ આવી છે. ખુબ નાની ઉંમરમાં જ તેની માં તેને છોડીને જતી રહી હતી. ત્યારબાદ પિતા કામની શોધમાં શહેરમાં ગયા હતાં.

તે દરમિયાન ડાંગની દાદી એની સંભાળ રાખતાં હતા, પિતા શહેરમાં કમાઈને જયારે પૈસા આપતા ત્યારે તેનું ઘર ચાલતું હતું. આની સાથે જ દાદી ગામમાં ખાવાનું બનાવવાનું કામ કરી થોડુ કમાઈ લેતા હતા. ત્યારપછી એક દિવસ ડાંગના પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ગામલોકોએ ફાળો એકત્ર કરીને તેના પિતાનો મૃતદેહ ગામમાં લાવ્યા હતાં. થોડા સમય બાદ ડાંગની દાદીએ બીજા લગ્ન કરીને બીજા ગામમાં રહેવા માટે જતાં રહ્યાં હતાં.

આવા સમયમાં ડાંગ ઘરમાં એકલો પડી ગયો હતો. હવે તે દરરોજ પોતાના ઘર પાસે આવેલ ખેતરમાં કામ કરતો રહે છે. અહિ તે પોતાના માટે શાકભાજી ઉગાડે છે. પાડોશીઓ તેને અનાજ આપવામાં મદદ કરે છે. આ ડાંગની કહાનીને જ્યારે તેના શિક્ષકે ઓનલાઈન શેર કરી ત્યારે તે ખુબ વાયરલ થઇ હતી. જે કોઈપણ વ્યક્તિએ આ દુઃખથી ભરેલ કહાની સાંભળી ત્યારે તેમનું મન ભરાઈ આવ્યું હતું. કેટલાંક લોકોએ તો ડાંગને દત્તક લેવાની ઈચ્છા વ્યકત કરી હતી.

બીજા લોકોએ બીજી રીતે પણ મદદ કરવાની રજૂઆત કરી હતી. લોકો આ 10 વર્ષીય બાળકની હિંમત તેમજ ઉત્સાહને સલામ કરી રહ્યા છે. જ્યાં એક મોટો માણસ પણ જીવનમાં એકલા રહેવાથી ગભરાઈ જાય છે ત્યારે આ 10 વર્ષીય વર્ષના છોકરામાં જે હિંમત છે તે ખરેખર પ્રશસનીય છે. આ બાળકમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે, મુશ્કેલીથી ગભરાયા વિના આગળ વધતા રહેવાનું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post