September 22, 2021

વડોદરાની જેલમાં રહેલા કેદીઓ પણ આ ખાસ પદ્ધતિથી શાકભાજીનાં વાવેતરમાંથી કરી રહ્યાં છે લાખોની કમાણી, જાણો કેવી રીતે?

Share post

હાલમાં ખેતીલક્ષી એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કુલ 20 જેટલા કેદીઓ જેલની 15 વીઘા જમીનમાં અત્યાધુનિક ટપક સંચાઇ પદ્ધતિ તેમજ જેલમાં તૈયાર થતાં સેન્દ્રીય ખાતરથી શાકભાજીની ખેતી કરે છે. જેલના ખેતરમાં રીંગણ, મરચાં, ટામેટાં, બટાકા, મેથીની ભાજી, ફ્લાવર, ભીંડા તથા કોબિજ સહિતની શાકભાજી મુખ્યત્વે ઉગાડવામાં આવે છે.

જેથી જેલનું દર વર્ષે કુલ 7 લાખ રૂપિયાનું શાકભાજીનું બિલ તો બચે જ છે. આની સાથે વધારાના શાકભાજીનું બહાર વેચાણ કરવામાં આવે છે. જેલના ખેતરમાં થતી શાકભાજીને જેલના કેદીઓ, જેલમાં પોલીસ લાઇનના જેલ પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બન્નેના ઉપયોગની ઉપરાંત વધતી શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. શાકભાજીના વેચાણથી થતી વાર્ષિક કુલ 5 લાખ રૂપિયા જેટલી આવકને જેલ કેદીઓના ઉપયોગ માટે વાપરવામાં આવે છે.

પાણી બચાવવા અત્યાધુનિક ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગઃ જેલ-અધિક્ષક
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલા કહે છે કે, વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ 15 વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં જેલના કેદીઓ દ્વારા વર્ષોથી શાકભાજીની ખેતી કરવામાં આવે છે. શાકભાજીની ખેતીમાં પાણીની બચત થાય એની માટે અત્યાધુનિક ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ટપક સિંચાઇનાં ઉપયોગથી પાણીની બચતની સાથે જ શાકભાજીને જરૂર મુજબ પાણી મળતું હોવાથી શાકભાજીના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

જેલના કેદીઓના વપરાશ બાદ વધતાં શાકભાજીનું બજારમાં વેચાણ થાય છે :
કેદીઓમાં સુધારો લાવવા માટે જેલ પ્રશાસન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેલની પાછળ આવેલ કુલ 15 વીઘા જમીનમાં કેદીઓ શાકભાજીની ખેતી કરે છે. આ શાકભાજી જેલમાં કેદીઓના ભોજન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વધતી જતી શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં કેદીઓના જમવાના ઉપયોગ કરતા કુલ 5 લાખ રૂપિયાની શાકભાજીનું વેચાણ કરીને આવક ઉભી કરવામાં આવે છે.

ગૌ-મૂત્ર, ગોળ, છાણ, લોટમાંથી પ્રવાહી સેન્દ્રીય ખાતર જીવામૃત બને છે :
કેદી સુધારણા તથા કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ કેદીઓની મદદથી ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી છે. ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય સુકો જૈવિક કચરો એકત્ર થાય છે. જેમાં છાણનું મિશ્રણ કરીને સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. સેન્દ્રીય ખાતર બનાવવાથી કચરાનો આસાનીથી નિકાલ થઇ રહ્યો છે. આની સાથે જ ખાતર બની રહ્યું છે. આની ઉપરાંત આ કચરાની સાથે ગૌ-મૂત્ર, ગોળ, છાણ તથા લોટના મિશ્રણથી પ્રવાહી સેન્દ્રીય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે. જે ખેતી માટે પોષક બની રહે છે. આની સાથે જ જેલની આ પહેલ પર્યાવરણ રક્ષણમાં પણ મદદરૂપ બને છે.

દંતેશ્વર ખાતે ખુલ્લી જેલમાં 70 એકર જમીનમાં કેદીઓ કરે છે ઘાસની ખેતી :
વડોદરા સેન્ટ્રલ જેલના વેલ્ફેર ઓફિસર જણાવતાં કહે છે કે, દંતેશ્વરમાં આવેલ ખુલ્લી જેલમાં કુલ 70 એકર જેટલી જમીન છે. આ જમીનમાં હાલમાં ઘાસની ખેતી કરવામાં આવી રહી છે. 20 જેટલા કેદીઓ દ્વારા ઘાસની ખેતી કરવામાં આવી છે. જે ઘાસનો ઉપયોગ જેલમાં આવેલ ગૌશાળાની ગાયો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સારી કામગીરી બદલ કેદીઓને મળ્યા પ્રમાણપત્ર : 
જેલમાં ચાલતા ઉધોગમાં કામ કરતાં કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ નિમિતે સારી કામગીરી કરવા બદલ કેદીઓને શ્રેષ્ઠ કારીગરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમજ ખેલદિલીની ભાવના જળવાઈ રહે એની માટે જેલમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ 3 વિજેતાને ઇનામો આપવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post