September 18, 2021

સરપંચના દીકરાએ ખેતરમાં કામ કરતી દીકરીને બનાવી હવસનો શિકાર, સમગ્ર ઘટના જાણી આંખમાંથી આંસુ સરી પડશે

Share post

સ્ત્રીઓ પર થઈ રહેલ શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ ગાંધીનગરમાંથી સામે આવી રહી છે. પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં ફક્ત 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી રહી છે. ચોકાવનારી બાબત તો એ છે કે, ભોગ બનેલ કિશોરી 5 મહિનાની ગર્ભવતી છે. પીડિતાને પેટમાં દુઃખાવો થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

જેમાં મજૂરી માટે ગયેલ કિશોરીને ખેતર માલિકના દીકરાએ ફોસલાવીને હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું હતું. પેથાપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આરોપી 25 વર્ષીય હિરેન ઉર્ફે નેનિયો બળદેવભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, આરોપી રૂપાલના પૂર્વ સંરપચનો દીકરો છે. કિશોરીનો પરિવાર તાલુકાના એક ગામ બહાર છાપરામાં રહે છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા ગુજરાત બહાર નોકરી કરે છે, જ્યારે કુલ 5 સંતાનોની સાથે માતા અહીં રહે છે. કિશોરી પણ નાની-મોટી મજૂરી કામ કરવાં માટે જતી હતી.

સિવિલમાં રિપોર્ટ કરાવતા 5 મહિનાનો ગર્ભ રહ્યો:
11 ડિસેમ્બરનાં રોજ દીકરીની તબિયત લથડતા માતાએ બીજા દિવસે પિતા ઘરે આવતા માતાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં કિશોરી રાજકોટ સંબંધીના ઘરે ગઈ હતી, જ્યાં તેને પેટમાં દુ:ખાવો થયો હતો ત્યારે તેનો રિપોર્ટ કરાવતા પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે કિશોરી ગાંધીનગર આવ્યા પછી માતા પણ તેને પાસેના સરકારી દવાખાનામાં લઈ તો વાત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના પર વિશ્વાસ ન આવતા પિતાએ ગાંધીનગર સિવિલમાં દીકરીનો રિપોર્ટ કરાવતા 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

ભોગ બનેલી કિશોરી 5 મહિનાની ગર્ભવતી છે :
કિશોરીએ જણાવ્યું હતું કે, કુલ 5 મહિના અગાઉ રૂપાલ ગામના બળદેવભાઈ પટેલના ખેતરમાં મજૂરીકામ માટે ગઈ હતી ત્યારે બળદેવભાઈના દિકરા હિરેન ઉર્ફે નેનીયાએ લગ્નની લાલચ આપીને 2-3 દિવસ મને ફોસલાવી હતી. ત્યારપછી ફરી મજૂરીએ ગઈ ત્યારે બપોરના 1 વાગ્યે હિરેને એકલાતનો લાભ લઈને ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું. નાની ઉંમરે થયેલ દુષ્કર્મને કારણે કિશોરી ડરી ગઈ હતી. હિરેન લગ્ન કરશે તેવી આશાથી કિશોરીએ કોઈને વાત કરી ન હતી. જો કે, ત્યારપછી હિરેને સરખી વાત કરતો ન હતો અને સરખા જવાબ પણ આપતો ન હતો.

પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા :
કિશોરીના પિતાની ફરિયાદને આધારે પેથાપુર પોલીસે યુવકની વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. SC-ST સેલના DYSP B.J. ચૌધરીએ તપાસ શરૂ કરીને હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આની ઉપરાંત પોલીસે ભોગ બનનારી કિશોરી તેમજ આરોપી એમ બંનેનું મેડિકલ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટના અંગે પુરાવા એકત્ર કરવા માટે ખેતરમાં આવેલ બોરની ઓરડીમાંથી ખાટલા પર પાથરવામાં આવેલ ગાદલાનું કવર કબ્જે કરીને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post