September 17, 2021

અત્યાર સુધીમાં ગૌશાળામાં થઇ ચુક્યા છે 100થી પણ વધારે ગૌમાતાના મોત -કારણ જાણીને હ્રદય ધ્રુજી ઉઠશે

Share post

હાલમાં રાજ્યમાં આવેલ અમરેલી જીલ્લામાંથી એક હ્રદય કંપી ઉઠે એવી ઘટના સામે આવી રહી છે. વિસાવદર તાલુકામાં આવેલ સરસઇ ગામમાં ગોરખપુરાની નટવરપુરા ગૌશાળાના ટ્રસ્ટી તથા અમદાવાદના રહેવાસી સામે ગાયોના નામે પૈસા ઉઘરાવવા સાથે સરકારી સહાય મેળવી અંગત મોજમજા માટે રૂપિયાનો ઉપયોગ કરી રફૂચક્કર થઇ જવાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા દોઢ વર્ષમાં કુલ 100 થી પણ વધારે ગાયો કુપોષણને કારણે મોતને ભેટી છે. હવે ટ્રસ્ટીઓ રફૂચક્કર થઇ જતાં ગાયોનો નિભાવ ગામલોકો કરી રહ્યા છે. ગાયોની દયનિય પરીસ્તીથી કરનાર અમદાવાદનાં આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની વિરુદ્ધ સમગ્ર તાલુકામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદમાં આવેલ અસારવાની ગૌશાળાથી આભરણ ગૌસ્વામી ઉર્ફે છોટુ બાવાએ અંદાજે 220 જેટલી કાંકરેજી તેમજ ગિર ઓલાદની દેશી ગાયો ટ્રકમાં વિસાવદર તાલુકામાં આવેલ સરસઇ ગામમાં મોકલી હતી.

અહીં બનાવવામાં આવેલ નટવરપુરા ગૌશાળા માટેની જમીન પણ પેશકદમી કરાયેલી હતી. પૈસા ઉઘરાવવા માટે પહેલાં ગોપીનાથજી ટ્રસ્ટ નામે સુચિત ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું નામ બદલીને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ બનાવ્યું હતું. જો કે, ટ્રસ્ટના નામે ઉઘરાવવામાં આવેલ રૂપિયા ગાયોનાં ઉપયોગમાં લેવાને બદલે અંગત ઉપયોગમાં ખર્ચ્યા હોવાંના આક્ષેપો મુકવામાં આવી રહ્યાં છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, ટ્રસ્ટીઓ અંદરો અંદરની નાણાંકિય લાલસાને લઈ સતત ઝઘડતા રહેતાં હતા. જેને પરિણામે વ્યવસ્થાના અભાવે છેલ્લા દોઢ વર્ષમાં અંદાજે 100 થી પણ વધારે ગાયો કુપોષણને કારણે મોતને ભેટી છે. હવે અહીં  અંદાજે 100 જેટલી ગાયો હાલમાં દયનિય હાલતમાં ગ્રામજનોના ભરોસે છે. આ લેભાગુઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાંથી તેઓની તપાસનો વિષય છે.

 આ ઘટનાની જાણ થતાંની સાથે જ જૂનાગઢ જીલ્લા પંચાયતના સભ્ય મુનેશ ભગવાનજીભાઈ પોંકિયાએ સરકારના પ્રતિનીધી ગૌસેવા આયોગના મંત્રી વલ્લભ કથીરિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન ગૌસેવાના નામે લોકોને છેતરતા આભરણ ગોસ્વામી સહિતની ટ્રસ્ટી ટોળકીની વિરુદ્ધ કડક પગલાં ભરવા વિસાવદર તાલુકાના ગૌસેવા સાથે‌ જોડાયેલ સ્થાનિક લોકોમાંથી તીવ્ર માંગ ઉઠી રહી છે.

વિસાવદર તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઇ ગોંડલિયા પણ દોડી આવ્યા હતા. હાલમાં સ્થાનિક આગેવાનો દેવેન્દ્ર વિરડિયા, રમેશ રૈયાણી, કિશોર લાખાણી, મેહૂલ પટોળિયા, રમેશ લીંબડિયા, રાજાભાઈ કાછડિયા, ડાયાભાઇ રૈયાણી, વિનુભાઈ કાછડિયા ગ્રામજનોના સહકારથી બાકી રહેલ ગાયોને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post