September 18, 2021

ઘરમાં જ પડેલી આ અલગ-અલગ વસ્તુઓનો આવી રીતે ઉપયોગ કરવાથી દુર થશે ‘અષ્ટ રોગ’

Share post

આજકાલના લોકો પોતાના સ્વાસ્થ્યની ખુબ જ કાળજી રાખતા હોય છે. આપણું સારૂ સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી છે, જે આપણને નીરોગી તન અને જીવનની દરેક કસોટીઓને પાર કરી શકે તેવું મન આપી શકે છે. આજે અમે અહિયાં સારા સ્વાસ્થ્ય માટેની અમુક ટ્રિપ્સ જણાવી રહ્યા છીએ. જેને અજમાવીને તમે અનેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકો છો.

દાંતને મજબુત કરવા માટે કડવા લીમડાની ડાળીથી દાતણ કરવામાં આવે છે.

લીંબુંની છાલથી પિત્તળના વાસણ ધોવાથી કરવાથી પિત્તળ ચમકી ઉઠશે.

મેથીના પરાઠા બનાવતી વખતે લોટમાં દહીં નાખવાથી પરાઠા મુલાયમ બનશે.

અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઇ, કોરી કરી તડકામાં એકાદ-બે દિવસ સુકવવી. જેથી બારમાસી અથાણાં બગડે નહીં.

ફાટેલા દૂધના પાણીને ફેંકવું નહીં. તેનાથી ચાંદીના વાસણ કે ઘરેણાં સાફ કરવાથી તે ચમકીલા થશે.

ઘી બનાવ્યા બાદ તેનું કીટું ફેંકી ન દેતાં તેમાં આમલીનું પાણી નાખી રસમ બનાવવાના ઉપયોગમાં લઇ શકાય અથવા તો કરીવાળા શાકમાં નાખવાથી શાકનો સ્વાદ તથા સોડમ બમણી થશે.

પોટેટો ચિપ્સ બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચિપ્સ સફેદ બનશે.

કોથમીરની ઝૂડી કરમાઇ ગઇ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઇ જશે.

કાચ પરના ડાઘા દૂર કરવા તેને સરકાના પાણીમાં થોડી વાર ભીંજવીને ધોવા.

અજીર્ણની તકલીફ દૂર કરવા ફૂદીનાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી રાહત થાય છે.

દાળ-શાકમાં મીઠું વધુ પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઇ જશે.

ઇંડાને ઉકળતા પાણીમાં બાફવાથી ૧૦-૧૨ મિનિટમાં બફાઇ જશે.

બાફેલા બટાકા વધ્યા હોય તો તેને છાલ સાથે જ રેફ્રિજરેટરમાં મૂકી દેવાથી જલદી બગડતા નથી.

ભેળ-સેવપૂરીમાં થોડા તળેલા સીંગદાણા અથવા તો ખારી સીંગ નાખવાથી ભેળ વધારે સ્વાદિષ્ટ લાગશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post