September 21, 2021

ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીએ ગૌમાતા માટે એવું કાર્ય કર્યું કે, જાણી તમને પણ ગર્વ થશે- જાણો અહીં

Share post

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યાનાથનો દેશી ગાયો તરફનો રસ તેમજ ગાયોની માટે સુરક્ષા તથા જાળવણી પાછળના એમના પ્રયત્નમાં કેટલાંક વૈજ્ઞાનિક કારણ રહેલાં છે. જો કોઇ પરિવાર પાસે દેશી ગાય છે તો તે પરિવારના સભ્યો સ્વસ્થ હોય છે. કારણ કે, વિદેશી નસ્લની ગાયના દુધની તુલનામાં દેશી ગાયનું દુધ વધુ પૌષ્ટિક હોય છે.

બીજું કારણ એ છે કે, જૈવિક ખેતી માટે જરૂરી કંપોષ્ટ તથા વર્મીં કંપોષ્ટ ફક્ત દેશી ગાયના છાણ તથા ગૌમૂત્રમાંથી મળી શકે છે એટલે જ CM યોગી આદિત્યનાથ દ્વારા દેશી ગાયો માટે પ્રતિબદ્ધતા વ્યકત કરવા માટે 22 નવેમ્બરને ‘ગોપાષ્ટમી’ તરીકે સમગ્ર રાજયમાં ઉત્સવના રૂપમાં મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો લોકો જૈવિક ખેતીમાં તથા ગૌશાળાની સાથે જોડાયેલ ગાયોના ઉત્પાદનનો ઉપયોગ શરૂ કરે તો આવી ગૌશાળા સરકારના ઇરાદા પ્રમાણે સમયની સાથે જ આત્મનિર્ભર પણ બની જશે.

સૌપ્રથમ વખત દેશના કોઇ મુખ્યમંત્રીએ ગાય માતા માટે સંકલ્પ વ્યકત કર્યો છે. યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તરપ્રદેશમાં 22 નવેમ્બરને ‘ગોપાષ્ટમી’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશી નસ્લની ગાયોનું દુધ, જેને આપણે સામાન્ય રીતે રોજિંદુ ઉપયોગ લેતા હોઇએ છીએ પણ આ દુધ લાભકારકને બદલે હાનિકારક વધારે હોય છે.આ ગાયોમાં દુધ A-1 પ્રકારનું હોય છે કે, જેમાં બીટા કૈસોમોર્ફિન રહેલું હોય છે તેમજ માત્ર 1 લીટર દુધમાં કુલ 32 ગ્રામ કૈસિઇન રહેલું હોય છે.

જેમાં બીટા-કૈસોમોર્ફિનની 2 ચમચી પણ સામેલ હોય છે. વિદેશી ગાયનું દુધ પીવાથી સંધિવા, ટાઇપ-1 ડાયાબિટીઝ, હાર્ટએટેક,કોલાઇટીસ, પાર્કિસન તથા સ્ક્રિઝોફેનિયા જેવી બિમારીઓ થઈ શકે છે જયારે દેશી ગાયનું દુધ વધુ ફાયદાકારક હોય છે. દેશી ગાયનું દુધ A-2 પ્રકારનું હોય છે તથા તંદુરસ્તી માટે ખુબ લાભદાયક હોય છે.

આ ગાયની કુલ 22 પ્રજાતિઓ પર ‘નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સીઝ’ના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગની દુધ ઉત્પાદિત ગાયની પ્રજાતિમાંથી લાલ સિંધી, શાહીવાલ,થારપારકર, ગીર તેમજ રાઠી આ 5 ગાયમાં A-2 પ્રકારનું દૂધ 100% હતા, જયારે બીજી પ્રજાતિમાં 94% સુધી હોય છે પરંતુ જર્સી તથા વિદેશી નસ્લોની ફ્રાઇઝિયન પ્રજાતિમાં તો ફક્ત 60% સુધી જ હોય છે.

ગાયના દુધમાં પોષક કેટલાંક તત્વો રહેલાં હોય છે. ગાયના દુધમાં એમિનો એસિડ-21, ફેટી એસિડ-6, વિટામીન B- 6, એંજામાઇન-8, મિનરલ્સ-25 તેમજ ફોસ્ફોરસના યૌગિક-4 રહેલાં હોય છે. A-2 દુધમાં તુલનામાં ઉચ્ચ ઓમેગા-6 ફેટી એસિડ પણ હોય છે. ગાયના ફાયદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 7,000 દેશી ગાયને ખેડુતો તેમજ કુપોષિત બાળકોના પરિવારોને આપવામાં આવી છે.

સરકાર દર મહિને કુલ 900 રૂપિયા ગાયની જાળવણી માટે રકમ ચૂકવી રહી છે. સૌથી વધારે દુધ ઉત્પાદિત કરવાનો રેકર્ડ ગિર પ્રજાતિની ગાયના નામે છે પણ દુર્ભાગ્યની વાત એ છે કે, આ રેકોર્ડ બ્રાઝીલના નામે છે તેમજ ગિર ગાય એ એક દેશી નસ્લની ગાય છે. શેરા નામની ગાય દરરોજનું કુલ 62.33 લીટર  દુધ આપે છે. બ્રાઝીલમાં ગિર ગાય વાછરડાને જન્મ આપવા ઉપરાંત દુધ આપવાના એક ચક્રમાં લગભગ 5,500 લીટર દુધ આપે છે. જયારે ભારતમાં આ જ ગાય કુલ 980 લીટર દુધ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post