September 21, 2021

ગોંડલના સાસુ વહુ વચ્ચે એવું તો શું થયું કે, આખું ગામ ગણતરીની મીનીટોમાં ભેગું થઇ ગયું…

Share post

ગોંડલનાં સગપર ગામનાં રહેવાસી પ્રાગજીભાઈ બુહાનાં પુત્ર બિપિનનાં લગ્ન આજથી 7 વર્ષ અગાઉ દક્ષા નામની છોકરીની સાથે થયા હતા. લગ્નનાં 1 વર્ષ બાદ જ દક્ષાબેનને પેટમાં દુ:ખાવો થયો. રિપોર્ટ્સ કરાવ્યા તો બન્ને કિડની ડેમેજ હતી. બીપીનભાઈ પર તો જાણે કે, આભ તૂટી પડ્યું. પરંતુ હિંમતથી આવી પડેલ દુઃખનો સામનો કરવાનું પતિ-પત્નીએ નક્કી કર્યું.

પરિવાર જનોમાં અન્ય કોઈને આ બાબતે જાણ ના કરી. ડાયાલિસિસ કરીને ચલાવ્યે રાખ્યું પરંતુ બાદ પરિવાર જનોને જાણ કરી. દક્ષાબેનનાં પિયરીયામાંથી બીપીનભાઈને અન્ય લગ્ન કરી લેવા માટે કહ્યું પરંતુ બીપીનભાઈએ સ્પષ્ટપણે ના પાડી. લગ્ન સમયે અગ્નિ તેમજ બ્રાહ્મણની સાક્ષીએ સાથે રહેવા માટેની પ્રતિજ્ઞાઓ લીધી છે તો બાદ ગમે તેવાં સંજોગોમાં સાથ નિભાવવો જ પડે છે. ધીરે ઘીરે દુ:ખાવો વધી ગયો તેમજ ડોક્ટરે કિડની બદલવા માટેની સલાહ આપી. સિવિલ હોસ્પિટલમાં કિડની દાન લેવા માટે નામ નોંધાવ્યું પરંતુ ત્યાં વારો આવતો ન હતો.

હાલ પરિવાર જનોમાંથી જ કોઈ કિડની આપે તો થાય. જીવન મિત્રો માટે બીપીનભાઈ કિડની આપવા તૈયાર થયા પરંતુ દક્ષાબેન આ માટે તૈયાર ન હતા. પતિની કિડની લેવા માટે તેને સ્પષ્ટપણે ના પાડી. પિયરમાં પિતાનું મૃત્યુ થયેલું તેમજ ભાઈનાં લગ્ન કરવામાં પણ બાકી હતાં જેથી ત્યાંથી પણ કોઈની કિડની લઇ શકાય તેમ ન હતી.

આવી કઠીન પરિસ્થિતિમાં બીપીનભાઈનાં માતા તેમજ દક્ષાબેનનાં સાસુ મુકતાબેન પોતાની કિડની દાનમાં આપીને દીકરી સમાન વહુને દુઃખમાંથી કાઢવા માટે તૈયાર થયા. વૃદ્ધાવસ્થામાં એક કિડનીથી રહેવા માટે કેવાં જોખમ છે એ જાણવા છતાં પણ વહુ માટે એક સાસુ તેની કિડની આપવા માટે ખુશ હતા. જે દીકરી પોતાનું બધું છોડીને મારા ઘરમાં આવી છે એ મારી દીકરી જ છે તેમજ દીકરીનો જીવ બચાવવાનો એ એક માંની ફરજ છે એટલે મારે મારી કિડની મારી દીકરી જેવી વહુને આપવી છે.

અમદાવાદ શહેરની એપોલો હોસ્પિટલમાં દરેક રિપોર્ટ્સ થયાં. સાસુની કિડની વહુને મેચ પણ થઈ. એપોલોનાં ડોકટરોએ જણાવ્યું કે, કોઈ સાસુએ તેની વહુને કિડની આપી હોય એવો આ હોસ્પિટલનો લગભગ પહેલો બનાવ છે. હાલ સાસુ વહુ બન્ને અમદાવાદ શહેરની હોસ્પિટલમાં છે તેમજ કિડની બદલતા અગાઉનાં અલગ અલગ ટેસ્ટ ચાલી રહ્યા છે. અમુક દિવસમાં જ સાસુની કિડની વહુનાં શરીરમાં કામ કરે છે.

બધી માતા તેનાં સંતાનોને ખુબ જ પ્રેમ કરે એ સ્વાભાવિક છે પરંતુ જે સાસુ તેની વહુને તેનાં શરીરનો એક ભાગ આપી દે એ માં સમાન સાસુને કોટિ કોટિ વંદનનાં અધિકારી છે. સંતાનોને પ્રેમ કરનાર માંઓ મુકતાબેનની જેમ વહુઓને પણ પ્રેમ કરે તો ઘણા સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post