September 21, 2021

વડોદરાના આ વન અધિકારી નવા વર્ષની શરૂઆત ભગવાન નહી પણ આ ખાસ વૃક્ષના પૂજનથી કરે છે- જાણો કારણ

Share post

દોસ્તો વિશ્વભરમાં નવું વર્ષ ઉજવવાની નવી અને નોખી પરંપરાઓ દરેક પંથકમાં જોવા મળે છે. તેમાં પણ વન્ય જીવ સંરક્ષણ વિભાગ હેઠળના રતન મહાલ અભ્યારણ્યની કંજેઠા રેન્જમાં કાર્યરત વન પાલ એટલે કે ફોરેસ્ટર મુકેશ અરવિંદ બરિયાએ, પોતાના પરીક્ષેત્ર વન અધિકારી રમેશભાઈ ચૌહાણ અને સાથી વન રક્ષકોની સાથે પવિત્ર સાગેનના વૃક્ષની પૂજા કરીને નવી અને નોખી રીતે નવું વર્ષ ઉજવ્યું હતું. આ પ્રતિબદ્ધ વન સેવકો એ જાણે કે વૃક્ષ દેવતા ને સહુ થી પહેલા સાલ મુબારક પાઠવી ને વિક્રમ સંવત ના નવા વર્ષની શરૂઆત કરીને વૃક્ષ દેવો ભવ નો શુભ સંદેશ આપ્યો હતો.

વન કર્મયોગી એવા મુકેશભાઈ સાવ અલગ વિચારધારા ધરાવે છે. તેઓ ખૂબ સૂચક શબ્દોમાં કહે છે કે, ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? અમારી સાથે જ ને. અમે વન વિભાગ વાળા જંગલ અને વૃક્ષોના સગાવ્હાલા કહેવાઈએ. એટલે મેં નોકરીના પહેલાં વર્ષ થી જ નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરવાનો રિવાજ પાળ્યો છે.

બરોડાના વાઘોડિયા પાસેના વેડપુર નજીક સાગના જ એક પ્રકારનું અને ખૂબ જૂજ જોવા મળતું સાગેન વૃક્ષ છે. થડ પર ઝીણા વાળ જેવા તાંતણા ધરાવતું આ વૃક્ષ સેવન ના ઝાડ જેવું જ પવિત્ર છે. તે સમયે હું અને મારા બીટ ગાર્ડ સાથી નવા વર્ષે એ વૃક્ષની પૂજા કરતા અને થોડીવાર એ વૃક્ષ સાથે બેસી મૌન સંવાદ કરતા. તેના થી ખૂબ શાંતિ મળતી. ત્યાર થી આ પરંપરા પાળી છે.

હવે તો હું આ નવા સ્થળે બદલી થઈને આવ્યો છું. એટલે પરિક્ષેત્ર વન અધિકારી રમેશભાઈ ચૌહાણ ને વાત કરતા તેમણે સંમતિઆપી.તેઓ તથા સાથી મિત્રો વૃક્ષ પૂજામાં જોડાયાં. અમે સાગેન ને પુષ્પ માળા ચઢાવી,અગરબત્તી કરી,શ્રી ફળ વધેર્યું અને આમ,વૃક્ષ દેવતાના પૂજન થી અમારા નવા વર્ષની શરૂઆત કરી.

આ તેઓ લાગણી ભીના શબ્દોમાં જણાવે છે કે લોકો નવા વર્ષે પોતાના દુકાન ધંધા ના સ્થળની,ધન ની ,લક્ષ્મી ની પૂજા કરે છે. વન કર્મી તરીકે અમારું ધન ગણો કે લક્ષ્મી ગણો એ આ જંગલ અને વૃક્ષો છે.જંગલ અને ઝાડવા છે તો અમારી નોકરી છે અને રોજી રોટી છે.એટલે તેનો આભાર માનવા હું નવા વર્ષે વૃક્ષ પૂજા કરું છું.

મને આનંદ છે કે મારા ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓ નો મને હાર્દિક સહયોગ આ કામમાં મળી રહ્યો છે. વૃક્ષ પૂજન પછી મુકેશભાઈ અને સાથીઓએ રતન મહાલ ની ટોચ પર પીપર ગોટા ગામની નજીક બિરાજતા રત્નેશ્વર મહાદેવની પૂજા કરી હતી. રમેશભાઈ ચૌહાણ જણાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post