September 17, 2021

વિદ્યાર્થીએ એવી કીમિયો કર્યો કે, શિક્ષકને દર મહીને થવા લાગી લાખોની કમાણી- જાણો કેવી રીતે?

Share post

જો તમારી પાસે કમાણી કરવાના સંશોધન નથી તો તમે તેવા બનશો, જેવા તમે બનવા માંગો છો. આ પ્રયોગમાં યુ-ટયૂબર અમરેશ ભારતીનો છે. તેઓ બિહારના સમસ્તીપુરમાં આવેલ એક નાના એવા ગામનાં રહેવાસી છે. 7 મા ધોરણ સુધી એણે અભ્યાસ કર્યો. ત્યારપછી માતા-પિતાની સાથે દિલ્હી આવી ગયા. પિતા દિલ્હીમાં ડ્રાઈવરની નોકરી કરતા હતા. મહિનાની કમાણી કુલ ૩,000 રૂપિયા હતી.

કુલ ૩ વર્ષ વીજળી વિના રહ્યા :
અમરેશ જ્યારે ગામમાં રહેતા તો ત્યાં વીજળી હતી, પણ દિલ્હીમાં જ્યાં રહેતા હતા ત્યાં વીજળી હતી નહી. કુલ ૩ વર્ષ સુધી પરિવાર વીજળી વિના જ રહ્યો. તેઓ જણાવતા કહે છે કે, જ્યાં અમે રહેતા હતા ત્યાં ચોકીદાર, ડ્રાઈવર, માળી જેવા લોકો રહેતા હતા ત્યારે અમને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે, અમે ગરીબ છીએ. કારણ કે, ત્યાં રહેતા બધા લોકો એકસમાન હતા.

દિલ્હીમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં હતા. જ્યારે 11મા ધોરણમાં આવ્યો ત્યારે પરિવારમાં ટ્રેજેડી થઈ. માતાનું અવસાન થયું. બંને બહેનોનાં પહેલાં જ લગ્ન થઈ ગયાં હતાં. સંબંધીઓ અમરેશના પિતાને કહેવા લાગ્યા કે, તમે લગ્ન કરી લો, પરિવાર વિખેરાશે નહીં. એમણે ઈનકાર કરી દીધો હતો. માત્ર 17 વર્ષની ઉંમરમાં અમરેશના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

મિત્રોને જાણ થઈ તો એમણે અમરેશની મસ્તી કરવાનું શરૂ કરી દીધું. એની સાથે રમવા-ફરવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓ જણાવે છે કે, એ દિવસે જ વિચારી લીધું હતું કે, હવે જીવનમાં એવું કંઈક કરવું છે કે, જેનાથી નામ બનાવી શકું. જેઓ હસી રહ્યા છે એમના અને પોતાની વચ્ચે એટલું મોટું અંતર બનાવી લઈશ કે, તેઓ પણ એક દિવસે કહેશે કે ભાઈ, તે જીવનમાં કંઈક કર્યું છે.

અકાઉન્ટ સારું હતું તેથી કોચિંગ કરવા લાગ્યો :
અમરેશ 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરીને વિચાર કરી રહ્યા હતા કે, પૈસા કઈ રીતે કમાઈ શકું, શું કરું. મગજમાં વિચાર આવ્યો કે, કોચિંગ લેવાનું શરૂ કરી દઉં. એમણે હોમ ટ્યૂટર તરીકે અકાઉન્ટ ભણાવવાની શરૂઆત કરી દીધી. તેઓ જણાવે કહે છે કે, એક વર્ષમાં જ મારી પાસે કુલ 35 વિદ્યાર્થીઓ થઈ ગયા હતા.

ફક્ત મહિનાની કમાણી 1 લાખ રૂપિયા હતી. મારી ભણાવવાની પદ્ધતિ વિદ્યાર્થીઓને ખુબ પસંદ આવી હતી, તેથી મારી માંગમાં વધારો થયો હતો. ત્યારબાદ મેં મારી ફી માં વધારો કરી દીધો હતો. આની સાથે જ CAનો અભ્યાસ શરૂ કર્યો. સેકન્ડ યરમાં મને લાગ્યું કે, CA કરીને પણ કોચિંગ જ કરાવવાનું છે તો પછી CA કરવાનો શો અર્થ.

ત્યારબાદ CAનો અભ્યાસ વચ્ચેથી ડ્રોપ કરીને સંપૂર્ણ રીતે કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોચિંગના જોરે માત્ર 1 વર્ષમાં જ મેં પૈસા જમા કરી લીધા, ગાડી ખરીદી લીધી. વર્ષ 2016 સુધી આ ચાલતું રહ્યું ત્યારે જ મારા એક વિદ્યાર્થીએ સલાહ આપી કે સર ,તમે યુ-ટયુબર કેમ નથી બનતા. યુ-ટયૂબ પર લોકો વિડિયોથી ખૂબ જ કમાણી કરી રહ્યા છે.

6 મહિના સુધી યુ-ટયૂબ પર વિડિયો વાઇરલ ન થયા :
અમરેશ જણાવતા કહે છે કે, યુ-ટયૂબ પર વર્ષો જૂના વિડિયો અમે જોઈ રહ્યા છીએ. મેં પણ નક્કી કર્યું કે, યુ-ટયૂબ પર વિડિયો બનાવવાની શરૂઆત કરીશ. કોચિંગથી પૈસા એકત્ર કરી લીધા હતા, તેથી એ સમયે કોઈ જ મુશ્કેલી ન આવી. મેં સારો કેમેરો ખરીદિને વિડિયો બનાવવાની શરૂઆત કરી. શરૂઆતના 6 મહિના સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નહી.

હું મોટિવેશનલ તેમજ અભ્યાસને લગતા વિડિયો પોસ્ટ કરતો હતો. 6 મહિના બાદ અચાનક મારા વિડિયો વાઇરલ થવા લાગ્યા. હું મહિનામાં માત્ર 12 વિડિયો જ પોસ્ટ કરું છું. ધીરે-ધીરે વિડિયો વાઇરલ થવા લાગ્યા તો કમાણી પણ થવા લાગી.

મારી કુલ ૩ યુ-ટયૂબ ચેનલ છે, જેમાં કુલ 6 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર છે તેમજ વર્ષે કરોડોની કમાણી થાય છે. હાલમાં હું કુલ 45 લોકોને રોજગારી આપી રહ્યો છું. અમે ડિજિટલ માર્કેટિંગ તથા યુ-ટયૂબ માર્કેટિંગ પર કામ કરી રહ્યા છીએ. અનેક રાજ્યોમાં બાળકોને મફતમાં યુ-ટયૂબની તાલીમ આપી ચુક્યા છીએ. હવે દેશનાં ઘણા રાજ્યોમાં વોલન્ટિયર પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે ગ્રામીણ બાળકોને યુ-ટયૂબ અંગે માહિતી આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post