September 26, 2021

ખેતરમાં પાણી પાઇ રહ્યા હતા ત્રણ યુવાનો, અચાનક એવી ઘટના સર્જાઈ કે આખા ગામમાં છવાઈ ગયો દુઃખનો માહોલ

Share post

દેશમાં કોરોના કરતા પણ વધારે લોકો અકસ્માતમાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલના સમયમાં દરરોજ અકસ્માતના એટલા કેસો વધી ગયા છે કે, મોતનો આકંડો દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલ પણ મહારાષ્ટ્રના એક ગામમાં એવી ઘટના સર્જાઈ છે કે જાણી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખેતરમાં કામ કરી રહેલા ત્રણ યુવકો સાથે એવી ઘટના સર્જાઈ ગઈ કે, ગણતરીની મીનીટોમાં જ ત્રણેય યુવાનોના મોત થઇ ગયા હતા. અને આ ત્રણેય યુવાનો નાની ઉંમરના જ હતા. જેમાંથી એક યુવાનના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા.

મહારાષ્ટ્રના જલ્ના જિલ્લાના પલસાખેડ પિમ્પલના ખેતરના કૂવામાં ડૂબીને ત્રણ ભાઈઓનું મોત નીપજ્યું હતું. આ ભાઈઓમાંથી બે જોડિયા (જુડવા) હતા. તે જ સમયે, એકના 3 મહિના પહેલા જ લગ્ન થયાં હતાં. ત્રણેય ભાઈઓ ઘઉંના પાકને પિયત આપવા ખેતરમાં ગયા હતા. મૃત્યુ પામેલા ત્રણ ભાઇઓના નામ જ્ઞાનેશ્વર, રામેશ્વર અને સુનિલ છે. જ્ઞાનેશ્વર અને રામેશ્વર જોડિયા હતા.

જ્ઞાનેશ્વરના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયાં હતાં. બુધવારે રાત્રે 8 વાગ્યાની વચ્ચે ત્રણેય ભાઇઓ ઘઉંના પાકને પાણી આપવા પહોંચ્યા હતા. ખેતરમાં બનાવેલા કૂવામાં ઇલેક્ટ્રિક પમ્પ શરૂ કરતી વખતે જ્ઞાનેશ્વરને કરંટ લાગ્યો હતો. જેના કારણે તે કૂવામાં પડી ગયો હતો. રામેશ્વર અને સુનિલ પણ તેને બચાવવા કૂવામાં કૂદી ગયા હતા. ત્રણેયનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.

ઘટના સર્જાતા ગામ લોકો દોડી આવ્યા હતા…
મોડી રાત સુધી ત્રણેય ભાઇ ઘરે પરત ન આવતાં પરિવારજનો સાથે ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા, જે બાદ આ ઘટના સામે આવી હતી. ગામ લોકોએ વીજ કનેકશન કાપીને પોલીસને જાણ કરી. પોલીસે ગ્રામજનોની મદદથી ત્રણેયની લાશને બહાર કાઢી હતી. જ્ઞાનેશ્વર આ ગામમાં રહેતો અને ખેતી કરતો હતો. બે પુત્ર રામેશ્વર અને સુનિલ લોકડાઉનને કારણે ઓરંગાબાદથી ઘરે પરત ફર્યા હતા.

બનાવ સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, કચ્છ બાજુથી આવતી ક્રેટા ગાડી (GJ 12 DG 8349)નાં ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કંટ્રોલ ગુમાવતાં ખેતરની વાડ કરતાં ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 23), પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 25) તેમજ નભાભાઇ ગાંડાભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 38)ને જોરદાર ટક્કર મારી હતી. જેનાં લીધે 3 વ્યક્તિનાં બનાવસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થયાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post