September 18, 2021

ખેડૂતોની માટે આશીર્વાદ સમાન છે કાજુની ખેતી, ફક્ત એક વૃક્ષમાંથી એટલી કમાણી થશે કે… -જાણો સંપૂર્ણ માહિતી

Share post

કેટલાંક લોકોને કાજૂનું નામ સાંભળતાની સાથે જ મોમાં પાણી આવી જતું હોય છે. કાજુને સુકામેવાનો રાજા કહેવામાં આવે તો એ કઈ ખોટું નથી. કાજુ ખુબ ઝડપથી વિકાસ પામે એવું વૃક્ષ છે. એનાં છોડનું વાવેતર કર્યાં બાદ માત્ર 3 વર્ષમાં ફૂલ આવવાની શરૂઆત થઇ જાય છે તેમજ તેના ફૂલ 2 મહિનાની અંદર પાકીને તૈયાર પણ થઇ જાય છે.

કાજુની ઉત્પત્તિ બ્રાઝીલમાં થઇ હતી. હાલમાં એની ખેતી વિશ્વનાં મોટાભાગના દેશોમાં થઇ રહી છે. સામાન્ય રીતે કાજૂનું વૃક્ષ કુલ 15 મીટર સુધી વધે છે. કાજુની બૌના કલ્ટીવર પ્રજાતિ જે કુલ 6 મીટરની ઉંચાઈ સુધી વધી શકે છે, ઝડપથી તૈયાર થવા તેમજ વધારે ઉપજ આપવાને લીધે ઉત્પાદકોને તેમજ ધંધાકીય ખુબ ફાયદાકારક સાબિત થઈ છે. કાજુની કેટલીક ઉન્નત જાતી ઉપલબ્ધ છે.

કાજુની ખેતી માટે જરૂરી હવા-પાણી:
કાજુની ખેતી ખાસ કરીને તો ઉષ્ણકટિબંધિય વિસ્તારમાં કરવામાં આવે છે તેમજ ઉંચા તાપમાનમાં પણ સારી રીતે એની ખેતી કરવામાં આવે છે. તેનો નવો કે નાનો છોડ પણ ખુબ ઠંડીની સામે પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. સમુદ્રની સપાટીથી કુલ 750 મીટરની ઉંચાઈ સુધી પણ કાજુની ખેતી થઇ શકે છે.

કાજુની ખેતી માટે અનુકૂળ હવામાન કુલ 35 ડિગ્રી સુધી હોવું ખુબ જરૂરી છે. એની વૃદ્ધિ માટે વર્ષ દરમિયાન કુલ 2,000 મીમી જેટલો વરસાદ ઉત્તમ માનવામાં આવે છે. ખુબ સારી ઉપજ મેળવવાં માટે કાજુને કુલ 4 મહિના સુધી એકદમ સૂકું હવામાન જોઈએ. ફૂલ આવેલા ફળનો વિકાસ થાય તે દરમિયાન જો તાપમાન કુલ 36 ડિગ્રી ઉપર રહે તો ઉપજ પર ખુબ અસર થાય છે.

માટીની જાત:
કાજુની ખેતી વિવિધ જાતની માટીમાં થઇ શકે છે. કારણ કે, તે વિવિધ જાતની માટીમાં પોતાની રીતે અનુકૂલન સાધી લે છે તેમજ તે પણ ઉપજ પર કોઈ જાતની અસર થયા વિના. ખાસ કરીને તો કાજુની ખેતી માટે ચીકણી બલુઇ માટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેદાની વિસ્તારની સાથે જ કુલ 700 મીટર ઉંચાઈ વાળા પહાડી વિસ્તારમાં કાજુની ખેતી માટે અનુકૂળ છે.

કાજુની ખેતી કરવાં માટે કાર્બનિક પદાર્થથી ભરપૂર તેમજ સારી સુકાયેલી માટી હોવી જોઈએ. ધંધાકીય ઉત્પાદન માટે કાજુની ખેતી માટે ઉર્વરતા વિષે માહિતી મેળવવા માટે માટીની તપાસ કરાવવી જોઈએ. માટીમાં કોઈ સૂક્ષ્મ પોશાક તત્વોની ઉણપ દૂર કરવી જોઈએ. કુલ 6.5 સુધીના PH વાળી માટી કાજુની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કાજુના છોડ રોપવા માટેની સીઝન :
જૂન મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં કાજુની ખેતી વધુ થાય છે. સામાન્ય રીતે સારી સિંચાઇની સુવિધા હોય તો કાજુની ખેતી સમગ્ર વર્ષ દરમિયાન કરી શકાય છે.

જમીનની તૈયારી તથા વૃક્ષારોપણ:
જમીન યોગ્ય કરવાં માટે ખેડીને બરોબર કરી દેવી જોઈએ. આની સાથે જ સમાન ઉંચાઈએ ક્યારીઓ ખોદવી જોઈએ. સૂકા વૃક્ષ, ઘાસ તથા સૂકા ડાંખળા દૂર કરી દેવા જોઈએ. સામાન્ય વૃક્ષારોપણ પધ્ધતિમાં પ્રતિ હેક્ટર કુલ 200 છોડ તેમજ સઘન ઘનત્વ માટે પ્રતિ હેક્ટર કુલ 500 છોડ રાખવાં જોઈએ. એક જ ક્ષેત્રમાં ઉંચુ ઘનત્વ છોડ રોપવામાં વધારે છોડને કારણે વધારે ઉપજ થાય છે.

ખેતીની તૈયારી તથા છોડ વચ્ચે કેટલું અંતર રાખવું ?
સૌપ્રથમ તો કુલ 45 સેમી ઉંચાઈ, લંબાઈ તથા ઊંડાઈ વાળા ખાડા ખોદીને ખાડામાં કુલ 10 કિલોના સારી રીતે ધોયેલા ફાર્મ યાર્ડ ખાતર તથા કુલ 1 કિલો નીમ કેકને માટીમાં ભેળવી દેવું જોઈએ. અહિ કુલ 8 મીટરનું અંતર રાખવામાં આવે છે .

કાજુની ખેતી માટે સિંચાઇની રીત :
સામાન્ય રીતે તો કાજુની ખેતી વરસાદ પર આધારિત ખેતી છે. કોઈપણ ઉપજ માટે સમયસર સીચાઇથી સારું ઉત્પાદન મળી શકે છે. વૃક્ષારોપણના શરૂઆતના વર્ષમાં માટીમાં સારી રીતે મૂળ જોડવા સિંચાઇની જરૂર રહે છે. ફળને પડી જતા અટકાવવા સિંચાઇની આગળની કામગીરી પલ્લવન તેમજ ફળ લાગવા દરમિયાન આપવામાં આવે છે.

કાજુની ખેતીમાં અંતર ઉપજ :
કાજુની ખેતીમાં અંતર ઉપજ દ્વારા ખેડૂત વધારાની આવક મેળવી શકે છે. અંતર ફસલ ઉપજ માટીની ઉર્વરતામાં વધારો કરે છે. જે શરૂઆતના વર્ષોમાં સંભવ છે. જ્યાં સુધી કાજુના છોડના છત્ર ખૂણા સુધી પહોંચી ન જાય તથા પુરી રીતે છવાઈ ન જાય. વરસાદની ઋતુમાં અંદરની જગ્યાની સારી રીતે ખોડાઈ કરવી જોઈએ. મગફળી,દાળ, જુવાર, બાજરા કે સામાન્ય કોકમ જેવાં અંતર પાક લેવા જોઈએ.

કાજુનાં ઉત્પાદનનું પ્રમાણ :
ખેતીની પેદાવાર કેટલાંક તત્વો જેમ કે, બીજનાં પ્રકાર, વૃક્ષનું આયુષ્ય, બાગબાની સુવિધાની રીત, વૃક્ષારોપણની રીત, માટીના પ્રકાર તથા હવા-પાણીની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. ખાસ કરીને વૃક્ષથી સરેરાશ કુલ 10 કિલો કાજુની પેદાશની ગણતરી કરી શકાય છે, હાઈબ્રીડ કે શઁકર તથા ઉચ્ચ ઘનત્વ વાળા વૃક્ષારોપણની સ્થિતિમાં વધારે પેદાશની સંભાવના રહે છે. માત્ર એક વૃક્ષમાંથી કુલ 10 કિલોની ઉપજ થાય છે. આથી કુલ 1,800 રૂપિયા પ્રતિ કિલોનાં હિસાબે એક વૃક્ષમાંથી કુલ 18,000 રૂપિયાની ઉપજ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post