September 18, 2021

કોરોનામાં તો લોકો ડરથી મરતા હશે પણ સ્વાઈનફ્લુની સારવારમાં જો ધ્યાન ન આપ્યું તો મર્યા સમજો- જાણો ઉપચાર

Share post

સ્વાઈન ફ્લુ એટલે ડુક્કર અથવા ભૂંડ. આ રોગની શરૂઆત સ્વાઈન એટલ ડુક્કર મા થાય છે એટલે આ રોગનું ‘સ્વાઈનફ્લૂ’ નામ આપેલું છે .સામાન્ય સંજોગોમાં આ રોગ માનવીમાં ફેલાતો નથી .આ એક પ્રકારનો ભયાનક શ્વાસનો ચેપી રોગ છે જે ‘ઇન્ફ્લુએન્ઝા એ’ના અનેક વાયરસ માંથી ગમે તે એક વાઇરસથી થાય છે .તેમાં મોટે ભાગે પક્ષી ,ડુક્કર અને માનવીને થયેલા ફ્લૂના જીન્સ હોય છે .

કોઈક જ વાર ડુક્કરમાંથી સ્વાઇન ફ્લુ માનવીમાં ફેલાય છે અને ત્યાર પછી ખૂબ જ ઝડપથી જ બધે જ ફેલાઇ છે. વૈજ્ઞાનિકોએ ૨૦૦૯ ના વર્ષમાં આ રોગ કરનારો વાઇરસ શોધી કાઢો જે ‘H1N1’ વાઈરસ તરીકે ઓળખાય છે .જેમાં પક્ષી ,ડુક્કર અને માનવીના જીન્સ હતા ૨૦૦૯ ૨૦૧૦ ‘ફલુ’ સીઝનમાં આ ચેપ મનવીમાં ફેલાયો જેને સ્વાઈન ફ્લૂના વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યું.

સ્વાઈન ફ્લૂ ના લક્ષણો :તાવ આવે , ઠંડી લાગે , ઉધરસ આવે , ગળુ બેસી જાય , નાક ભરાઈ જાય અને તેમાંથી પાણી પડે , આંખો ભીની અને લાલ થઈ જાય ,આખું શરીર દુખે ,માથું દુખે ,ખૂબ ભૂખ લાગે ,ઝાડા થઈ જાય, ઊબકા અને ઊલટી થાય જેને ચેપ લાગ્યો હોય તેને એક થી ત્રણ દિવસમાં આ બધા જ લક્ષણો થાય પણ આ વાત ખાસ યાદ રાખો કે તમે તંદુરસ્ત હો અને કોઈ વાર તાવ ,ઉધરસ અને શરીર દુખાતું હોય એટલા જ લક્ષણો થાય તો ડોક્ટર પાસે જવાની જરૂર નથી.

ગર્ભવતી સ્ત્રીઓને ,હૃદયરોગના ,ડાયાબિટીસના દર્દીઓ જેની ઈમ્યુનીટી ઓછી હોય તેમજ જ્યાં ઘણા લોકોને સ્વાઇન ફ્લુ હોય અને તેમાં ત્યાં રહેતા હોય કે જતા હોય તો ‘સ્વાઈન ફ્લુ’હોય અને તમે ત્યાં રહેતા હો કે જતા હો સ્વાઈન ફ્લૂના વાયરસ શ્વાસ મારફતે તમારા શ્વાસમાં જાય ત્યારે અને જો ઉપર જણાવેલાં લક્ષણો હોય તો આ રોગ થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂ થવાના કારણો: સ્વાઈન ફ્લૂના દર્દીને શ્વાસમાંથી નીકળેલા H1N1 વાઈરસ ને કારણે નાક ગળું અને ફેફસાં ના કોશને ચેપ લાગે એટલે સ્વાઇન ફ્લૂ થાય.

સ્વાઈન ફ્લુ ના કોમ્પ્લીકેશન્સ :હાર્ટ એટેક, દમ, ન્યુમોનિયા આચકી, શ્વાસ બંધ થઈ જાય, મૃત્યુ થાય.

સ્વાઇન ફ્લુ ના થાય તે માટેના આગમચેતી પગલા: છ મહિનાની ઉંમર પછી દર વર્ષે ૫૦ વર્ષ સુધી સ્વાઇન ફ્લૂની વેકિસન દરેક વ્યક્તિએ લેવા જોઈએ.આ વેકિસન ઈન્જેક્શનના રૂપે અને ‘નેજલ સ્પે’ નાસ્વરૂપે મળે છે .જે વ્યક્તિઓની ઇમ્યુનીટી હિમોગ્લોબીન ઓછું હોવાને કારણે ઓછી હોય ,નાના બાળકો અને દમ હોય ત્યારે નેજલ સ્પે ને બદલે ઇન્જેક્શન લેવું જોઈએ .

જ્યાંસ્વાઇન ફ્લૂના દર્દીઓ વધારે હોય એવી ખબર પડે ત્યાં જવું ના જોઈએ જવું જ પડે તેમ હોય તો મેડીકલ માસ્ક પહેરીને જવું જોઈએ. બહારથી ઘેર આવો ત્યારે હંમેશા સાબુથી હાથ ધોવાની ટેવ રાખશો. હિમોગ્લોબિન નુ પ્રમાણ ઓછું ના થાય તેનું ધ્યાન રાખો .પુરુષો માટે સામાન્ય ૧૪ થી ૧૬ ગામ અને સ્ત્રીઓ માટે ૧૩ થી ૧૫ ગામહોવું જોઈએ. જ્યાં ભીડ હોય તેવી જગ્યાએ સભા, સિનેમા, થિયેટર ,સરઘસ અને મેળામાં નાછૂટકે જ જાઓ સરકારી અથવા પ્રાઈવેટ લેબોરેટરીમા સ્વાઈન ફ્લૂનીં તપાસ કરાવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post