September 22, 2021

ખેતીક્ષેત્રમાં અનોખી ક્રાંતિ લાવનાર આ મહિલા સાથે જોડાયેલા ખેડૂતો દર મહીને કરી રહ્યા ખુબ ઉંચી કમાણી, જાણો કેવી રીતે?

Share post

ITથી પાસઆઉટ પૂજા ભારતની સૌથી મોટી સરકારી કંપની ‘ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ માં સારી એવી નોકરી કરતી હતી પણ જ્યારે તેઓને પોતાના ગામની યાદ આવતી ત્યારે એમનું મન ઉદાસ થઈ જતું. નાલંદા જિલ્લામાં આવેલ બિહારશરીફ ગામની વતની પૂજા ભારતી એક હોશિયાર વિદ્યાર્થિની હતી.

વર્ષ 2005માં તેઓએ IITની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થઈને વર્ષ 2009માં મેકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુઅટ થતા જ નોકરી મળી ગઈ હતી. ગામમાં એને મોટું ઘર, ખેતર અને બાગ-બગીચા હતા. શહેરની નોકરીમાં તેને વેતન તો મળતું પણ શાંતિ નહીં. આ જ કારણ છે કે, નોકરી વખતે જ્યારે પણ એને પ્રકૃતિની પાસે જવાની તક મળતી ત્યારે તે જતી હતી.

IITમાં પૂજાના બેચમેટ રહેલ મનીષ પાસઆઉટ થયા પછી નોકરીની જગ્યાએ બિહાર પરત ફરીને ખેતીની સાથે જોડાઈને સ્ટાર્ટઅપની શરૂઆત કરી. મનીષ ગામમાં બેરોજગારીથી દુખી તથા ગામના લોકો માટે કંઈક કરવા માંગતો હતો. તેઓએ અનેક ગામની મુલાકાત લઈને જ્યાં ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા હતા.

પૂજા કહે છે કે, હું અને મનીષ ખેતીને લઈ વાતચીત કરતા રહેતા હતા. મને એવું લાગ્યું કે કૃષિ ક્ષેત્રમાં એવા લોકોની જરૂર છે કે, જેઓ સમજી વિચારીને ખેતી કરતા હોય. કારણ કે, ખેતી સાથે મોટા ભાગે એવા લોકો જ જોડાયેલ હોય છે, જેની પાસે નોકરી કે પોતાનો વ્યવસાય હોતો નથી.

અન્ય કોઈ વિકલ્પ ન હોવાને લીધે તેઓ ખેતી કરતા હોય છે. તે જણાવતાં કહે છે કે, મેં વર્ષ 2015માં નોકરી છોડીને 1 વર્ષ સુધી જૈવિક કૃષિ અંગે જાણ્યું. ગત વર્ષે ઓક્ટોબર માસમાં એમનું અવસાન થયું હતું. એમને મળ્યાં બાદ ઓર્ગેનિક ફાર્મિગ પર મને મન લાગ્યું કે, ખેતીની યોગ્ય રીત આ જ છે.

પૂજા જણાવતાં કહે છે કે, વર્ષ 2016માં અમે બેક ટૂ વિલેજની શરુઆત કરી. જેનો ધ્યેય ફક્ત જૈવિક ખેતી કરવાનો જ નહીં, પણ ગ્રામીણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. અમે નક્કી કર્યું કે, અમે શહેરમાં નહીં પરંતુ ગામડાં બાજુ જવાનું છે અને ત્યાં રોજગારીની તક ઊભી કરવાની છે.

મનીષે સૌપ્રથમ તો ઓરિસ્સામાં કામની શરૂઆત કરી. શરૂઆતમાં ફક્ત તે બંને જ સાથે હતા. 1 વર્ષ સુધી તેઓ ગામમાં જઈને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને સમજતા હતા. ત્યારબાદ એને ધ્યાનમાં રાખીને સોલ્યૂશન કાઢતા હતા. ધીરે-ધીરે એમની ટીમ મોટી થઈને કામ પણ વધતું ગયું.

પૂજા જણાવતાં કહે છે કે, અમે લોકો કોઈ કોર્પોરેટની જેમ કામ કરતા નથી. અમારી ટીમમાં બધાં જ બરોબરી પર છે. એવા લોકો પણ છે કે, જેઓ 10 ધોરણ પણ પાસ નથી. અમે ખેડૂતો માટે કામ નથી કરતા પણ ખેડૂતોની સાથે કામ કરીએ છીએ.

શું છે બેક ટૂ વિલેજ મોડલ
એમની કંપની બેક ટૂ વિલેજ ગામમાં ઉન્નત કૃષિ કેન્દ્ર ચલાવી રહ્યા છે. હાલમાં ઓરિસ્સામાં કુલ 10 કેન્દ્ર ચાલી રહ્યાં છે. પૂજા જણાવતા કહે છે કે, અમે ગામડાંના પ્રોગ્રેસિવ ખેડૂતોને તાલીમ આપીએ છીએ અને ત્યાં એક નાનકડી ઓફિસ અને અંદાજે 2 એકરનું ફાર્મ શરૂ કરીએ છીએ.

અમે અમારા ફાર્મમાં ઓર્ગેનિક રીતે તે જ પાક લઈએ છીએ, જેઓ સામાન્ય રીતે ત્યાંના ખેડૂતો ઉગાડતા હોય છે. અમે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરીને દેખાડીએ છીએ. જ્યારે ખેડૂત જુએ છે કે, ખુબ ઓછા ખર્ચે સારા એવા પ્રમાણમાં પાકનું  ઉત્પાદન થાય છે, તો તેઓ પણ પ્રેરિત થાય છે.

શું છે પડકાર ?
પૂજાના જણાવ્યા પ્રમાણે, ઓર્ગેનિક ખેતીમાં સૌથી મોટો પડકાર એ છે કે, એની સાથે જોડાયેલ વસ્તુઓ આસાનીથી માર્કેટમાં ઉપલબ્ધ હોતી નથી. જો તમે કેમિકલ ફાર્મિગ કરો છો, તો એની સાથે જોડાયેલ તમામ વસ્તુ બજારમાં ઉપલબ્ધ છે. આની માટે ન તો મેન્યૂર મળશે કે ન કમ્પોસ્ટ. આ બધું જ બનાવવું પડે છે.

ઓર્ગેનિક ખેતી સહેલી વાત નથી. જેને લીધે આ સામાન્ય રીતે ખેડૂતોમાં પોપ્યુલર પણ નથી. કારણ કે, આ ખુબ મહેનતવાળું કામ છે. અમે આ મોડલ પર કામ કરી રહ્યાં છીએ કે, જે કઈ રીતે આ સમસ્યાનું સમાધાન કરી શકાય. જેથી ઓર્ગેનિક ખેતી વધારેને વધારે સરળ બને. પૂજાની કંપની સારૂ કાર્ય કરી રહી છે.

તેઓ ભવિષ્યમાં બિહાર તેમજ અન્ય રાજ્યોમાં જવા માટેની યોજના પણ બનાવી રહ્યા છે. બિઝનેસ મોડલ ડેવલપ થયા પછી બની શકે છે કે, અમે વધારે કમાણી કરીએ. અમારૂ લક્ષ્ય આત્મનિર્ભર ગામડાંઓ બનાવવાનું છે. એવા ગામડાઓ કે,  જે પોતાની જરૂરિયાત પોતાની રીતે જ પૂરી કરી શકે તથા સરકારી સબસિડી પર નિર્ભર ન રહે. અમારી અત્યાર સુધીની સફર જણાવે છે કે અમે યોગ્ય માર્ગ પર જ કાર્ય કરી રહ્યા છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post