September 23, 2021

કોઈ પણ દવા વગર ઘરેબેઠા જ દુર થશે ચહેરા પરનાં ડાઘ, જાણો વિગતવાર

Share post

ઋતુ બદલાતાની સાથે જ આપણા શરીરમાં કેટલાંક ચર્મરોગો થવાની સમસ્યાની શરૂઆત થઈ જાય છે. જેમ કે દાગ, ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. એનાથી છૂટકારો મેળવવા માટે આપણે દવાઓમાં ખર્ચો કરતાં હોઈએ છીએ. જેથી મોંઘી ટ્યુબ તેમજ મલમનો ઉપયોગ કરીએ છીએ. આટલો બધો ખર્ચ કરવા છતાં પણ સમસ્યામાંથી છુટકારો મળતો નથી. ચર્મરોગો એવા છે કે, જેને દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે પરંતુ આજે અમે તમને એક એવો ઘરેલું ઉપચાર જણાવીશું કે, જે એકપણ રૂપિયાની દવા તેમજ ટ્યુબ વિના તમારા જીદ્દી અને જૂનામાં જુના ચર્મરોગને જડમૂળમાંથી ખતમ કરી દેશે અને તમારી ચામડીને પહેલા જેવી બનાવી દેશે.

1.એલોવેરા જેલ :
આ ઉપાય માટે સૌપ્રથમ એક ફ્રેશ એલોવેરા લેવું. કારણ કે, એલોવેરામાં ખંજવાળ શાંત કરવાનો ગુણ રહેલો છે. એલોવેરાનું ઉપરનું પડ કાઢીને એનું જેલ કાઢવું. 2 ચમચી એલોવેરાનું જેલ હોવું જોઈએ. અહીં ખાસ ધ્યાન રાખવવું કે, એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા એલોવેરાને બરાબર ધોઈ લેવું. ત્યારપછી એને 5 મિનીટ સુધી સૂકવવા દેવું. ત્યારપછી ફરી એકવખત ધોઈને એને જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું જોઈએ.

2.લીમડાની પેસ્ટ :
લીમડાનો ઉપયોગ સદીઓથી ચામડીના રોગ માટે કરવામાં આવે છે. લીમડો ફક્ત દાગ, ધાધર ખંજવાળ જ નથી મટાડતો પરંતુ એનો ઉપયોગ તમારી ત્વચાને ઇન્ફેકશન અને બળતરાથી છૂટકારો અપાવે છે. લીમડાની પેસ્ટ બનાવવા માટે 1 વાટકી લીમડાના પાનને લઈ એને બરાબર ધોઈને સાફ કરી લેવા. ત્યારપછી એમાં 1 ચમચી પાણી ઉમેરી મિક્સરમાં પીસીને એની પેસ્ટ બનાવવી.

3.કપૂરની ગોળી:
આ ઉપાય માટે ત્રીજી સામગ્રી કપૂરની ગોળી છે. આપને જણાવી દઈએ કે, આપણા પૂર્વજો કપૂરનો ઉપયોગ ચર્મરોગ માટે કરતા હતા. કપૂર ચામડીના રોગો માટે ખુબ ફાયદાકારક છે. આની માટે આ ઉપાય કપૂરની 1 ગોળી લેવાની છે તેમજ એને પીસીને એનો પાવડર બનાવવો.

ત્રણેય સામગ્રી ભેળવીને પેસ્ટ બનાવવાની રીત :
સૌપ્રથમ એક વાડકીમાં 1 ચમચી લીમડાની પેસ્ટ લેઈને એમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરવું. ત્યારપછી એમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરવો. હવે આ ત્રણેય વસ્તુને બરાબર રીતે ભેળવી નાંખવી. કુલ 2 મિનીટ સુધી સતત હલાવતા રહેવું જેથી લીમડાની પેસ્ટમાં એલોવેરા જેલ તેમજ કપૂર બરાબર રીતે મિશ્ર થઈ જાય.

પેસ્ટનો ઉપયોગ કરવાની રીત :
ચામડીના જે ભાગમાં દાગ, ખંજવાળ, ધાધર, બળતરા વગેરે જેવી સમસ્યા છે. ચામડીના જે ભાગ પર આ પેસ્ટ લગાવવાની છે. આ પેસ્ટને રૂની મદદથી લગાવવી અથવા તો જો તમે હાથ વડે લગાવો તો ખાસ ધ્યાન રાખવું કે, હાથ બિલકુલ સ્વચ્છ રાખવાં.  ચામડીનો અસરકારક ભાગ આ પેસ્ટથી ઢંકાઈ જાય એટલી પેસ્ટ ત્યાં લગાવવી.

જયારે આ પેસ્ટ બરાબર રીતે સુકાય જાય ત્યારપછી એને પાણીથી સાફ કરી લેવી. એક વાતનું ધ્યાન રાખવું કે, વધુ પડતા ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો નથી. પેસ્ટને હટાવવા માટે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ પેસ્ટ લગાવ્યા પછી તરત તમને રાહત જોવા મળશે તથા નિયમિત રીતે આ ઉપચાર લગાવો છો તો થોડા દિવસમાં તમારી ચામડીનો ગમે તે રોગ અથવા તો ઇન્ફેકશન હશે તે દુર થઇ જશે. તમને લાગશે પણ નહિ કે ચામડીના તે ભાગમાં તમને કોઈ રોગ થયો હતો.તમારા કોઈ પણ પ્રકારના ચર્મરોગને દુર કરી દેશે.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું :
આ પેસ્ટનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, જેટલા દિવસ સુધી તમે આ પેસ્ટનો ઉપયોગ કરો એટલા દિવસ સુધી તમારે ચામડીના અસરકારક ભાગ પર સાબુ, લોશન જેવી કોઈ પણ કોસ્મેટીક વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જો કોઈ કોસ્મેટીક વસ્તુનો ઉપયોગ કરશો તો ઉપચારનો લાભ થશે નહિ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post