September 23, 2021

ઉંચી ડીગ્રી હોવાં છતાં આ યુવાન ખેડૂતે માત્ર 40 દિવસમાં 14 ટન કાકડીનું ઉત્પાદન કરીને સર્જ્યો અનોખો વિક્રમ

Share post

શ્રેય હુમડ 29 વર્ષનો યુવાન છે. તેના કારસ્તાન સાંભળશો તો તમે પણ આશ્વર્યચકિત થઇ જશો. ઇન્દોરથી MBA નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધંધાદારી બનવાની ઈચ્છા હતી પરંતુ શ્રેય ‘ઝડપી ખેડૂત’ બની ગયો. તે પણ માત્ર 15 દિવસમાં. આ વાત ખુબ રસપ્રદ છે. પિતાના વ્યવસાયમાં મદદ કરતા કરતા એને લાગ્યું કે, તમામ ક્ષેત્રમાં મંદી છે પરંતુ ખેતીમાં નથી. ત્યારપછી એણે ખેડૂત બનવાનું નક્કી કર્યું.

તમિલનાડુમાં ટેરેસ ગાર્ડન તેમજ પોલી હાઉસમાં પાકનું ઉત્પાદન લેતા શીખ્યો. માત્ર 15 દિવસ બાદ ખંડવા ગામમાં પરત ફરીને સીહાડા રોડ પર 1 એકર જમીનમાં પોલી હાઉસ તથા નેટ હાઉસ ખોલી દીધું. એણે પ્રથમ વખતમાં માત્ર 40 દિવસમાં કુલ 14 ટન કાકડીનું ઉત્પાદન કર્યું હતું. શ્રેય જણાવતાં કહે છે કે, વર્ષ 2010-’11 માં ઇન્દોરથી MBAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખંડવામાં પિતાનો ધંધો સંભાળ્યો.

તે દરમિયાન જોયું કે, ઓટોમોબાઈલથી લઈને બીજા ઘણાં ક્ષેત્રોમાં મંદીનો માહોલ છવાયેલો છે પરંતુ ખેતીમાં આજકાલ ક્યારેય આવું થયું નથી. તમિલનાડુમાં આવેલ મદુરાઈ તેમજ અન્ય શહેરોમાં ગયો. ત્યાં એણે ટેરેસ ગાર્ડન તથા પોલી હાઉસ જોયા. ત્યારબાદ ખંડવા પરત ફરીને એની અંગે 3 મહિના સુધી સંશોધન કર્યું. ભાડા પર 1 એકર જમીન લઈને સરકારની યોજનાનો લાભ લીધો.

પોલી હાઉસથી શ્રેયે માત્ર 40 દિવસમાં કુલ 14 ટન કાકડીનું ઉત્પાદન લીધું. એમણે જણાવતાં કહ્યું કે, બજારમાં અન્ય લોકોની કાકડી માત્ર 12 રૂપિયા કિલો જથ્થાબંધ ભાવમાં વેચાય છે, જયારે આ કાકડી કુલ 20 રૂપિયા સુધી વેચાઈ છે. આ રીતે શ્રેયે ટમેટા, મેથી, દૂધી તથા કોથમીર સહિત અન્ય શાકભાજી પણ લે છે શ્રેયે કહ્યું કે, મારા પરિવારમાં કોઈ પણ ખેડૂત નથી. મેં ક્યારેય વિચાર ન હોતો કર્યો કે, હું ખેડૂત બનીશ પરંતુ આ ક્ષેત્રમાં ખુબ સારો સ્કોપ છે.

હકીકતમાં પોલી હાઉસ તથા નેટ હાઉસ ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિ છે. પોલી હાઉસમાં જે પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, એને ખેડૂત જેટલું પણ ખાતર, પાણી અને ઓક્સીજન આપે, તેટલો જ પાક મળશે. એમાં વરસાદનું પાણી અંદર આવી શકતું નથી. નેટ હાઉસમાં પણ પ્રકાશ તથા વરસાદનું પાણી અડધું અંદર આવે છે તેમજ અડધું બહાર જાય છે. અહિ ઉનાળા તેમજ શિયાળાની ઋતુમાં પાક માટે સારું રહે છે, જયારે પોલી હાઉસ બધી સિઝનમાં પાક માટે ખુબ ફાયદાકારક છે.

એક બાજુ દુષ્કાળની અસરવાળા વિસ્તારમાં ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. જયારે બીજી બાજુ શ્રેય જેવા ખેડૂતો પોતાના પ્રયત્નથી સમગ્ર ખેડૂત વર્ગમાં કઈક નવું કરવાની પ્રેરણા આપી રહ્યા છે. શ્રેય જણાવતાં કહે છે કે, હાલમાં ખેડૂત જે વસ્તુના ભાવ વધે છે એનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે ત્યારે હમેશા ઉત્પાદન વધારે થાય છે તેમજ માંગમાં ઘટાડો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post