September 21, 2021

ખેડૂતોને અટકાવવા દિલ્હી બોર્ડર પર પોલીસ અપનાવી રહી છે નક્સલીઓ જેવી રણનીતિ

Share post

ખેડૂતોના ચાલી રહેલ આંદોલનને કારણે દિલ્હી કરનાલ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીને હરિયાણા સાથે જોડતી સિંધુ બોર્ડર પર હજારોની સંખ્યામાં પોલીસની અનેક ટીમ, હરિયાણા બોર્ડર પર હરિયાણા પોલીસ તેમજ એમની વચ્ચે BSF, RAF તથા CISF તૈનાત કરવામાં આવી છે. જવાનોની આ ફોજ સતત પંજાબ તથા હરિયાણાના ખેડૂતોને દિલ્હી જતા અટકાવી રહી છે.

પંજાબ તથા હરિયાણાના ખેડૂતો કેટલાંક સમયથી કૃષિ સંબંધિત નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને આગળ વધારવા માટે જ ખેડૂત સંગઠનોએ 26 નવેમ્બરથી દિલ્હી કૂચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમજ તેમાં સામેલ થઈને લાખો ખેડૂતો પોતાની ટ્રેક્ટર-ટ્રોલીને લઈ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. એમાં સૌથી મોટી સંખ્યામાં પંજાબ તથા હરિયાણામાં આવેલ વિવિધ જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે.

ખેડૂતોને દિલ્હી પહોંચતા અટકાવવા માટે હરિયાણા તથા દિલ્હી પોલીસ કેટલીક રણનીતિઓ અપનાવી રહી છે. પોલીસે દિલ્હી-કરનાલ હાઈવેને વિવિધ જગ્યાએ બેરિકેડ બનાવીને બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ કેટલીક જગ્યાએ તો નક્સલીઓ જેવી રણનીતિ અપનાવીને રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. સોનીપત જિલ્લાના ગનૌર ડિસ્ટ્રિક્ટનું દૃશ્ય આ કારણોથી નક્સલી વિસ્તાર જેવું લાગે છે.

ખેડૂતોને અટકાવવા માટે સેનાએ રસ્તો ખોદ્યો :
જે પ્રમાણે બસ્તરના કેટલાંક નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોટા મોટા ખાડા દેખાઈ રહ્યાં છે એ જ રીતે એવા જ ખાડા સોનીપત પાસેના હાઈવે પર  દેખાઈ રહ્યાં છે.  બસ્તરમાં આ ખાડા નક્સલીઓ દ્વારા કરવામાં આવે છે, જેને કારણે સેનાના જવાનો તેમના સુધી પહોંચી શકશે નહી. જ્યારે સોનીપતમાં રસ્તો ખોદવાનું કામ સેનાએ કર્યું છે. જેને કારણે ખેડૂતો આ રસ્તા પર આગળ વધી શકે નહી.

રસ્તો ખોદવાની સાથે જ અહીં પોલીસે ખેડૂતોને અટકાવવા માટે નક્સલીઓ જેવી કેટલીક રણનીતિઓ અપનાવવામાં આવી છે. હાઈવે પર ચાલતી ટ્રકોને અટકાવી પોલીસકર્મીઓએ આડી-ઉભી ગોઠવી દીધી હતી. જેને લીધે કિલોમીટરના બેરિકેડ બની ગયા હતા. ખેડૂતોનો આરોપ છે કે, આવુ કરીને પોલીસ ટ્રક ડ્રાઈવરોની અંગત સંપત્તિનો ઉપયોગ કરીને પોતાની ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.

સિરસામાં રહેતા ખેડૂત નેતા સુરેશ ઢાકા કહે છે કે, અમે આટલા વર્ષોમાં આવું ક્યારેય પણ નથી જોયું કે, પોલીસ ખેડૂત આંદોલન અટકાવવા માટે આટલી હદ સુધી જઈ શકે છે. હાલમાં કરનાલમાં ખેડૂતોને અટકાવવા માટે પોલીસે સામાન્ય ટ્રક ડ્રાઈવરોને પોતાની ઢાલ બનાવ્યા છે. અહીં એમની ટ્રકો પુલ પર ઉભી કરાવી દેવામાં આવી છે તેમજ એમની પાસેથી ચાવી છીનવી લેવામાં આવી છે. જેને કારણે ટ્રક ડ્રાઈવરો એમની ટ્રક ત્યાંથી હટાવી શકે નહી. આ રીતે રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. જો કે, ખેડૂતોની સંખ્યા એટલી વધુ હતી કે, એમણે ધક્કો મારીને જ ટ્રેકની સાઈડમાં બેરિકેડ તોડવાનું કામ કરી દીધું છે.

આ જ માંગણીને લઈ ખેડૂતો છેલ્લા 2મહિનાથી આંદોલન કરી રહ્યા છે તેમજ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં દિલ્હીમાં પ્રદર્શન માટે પહોંચી ગયાં છે. ખેડૂત સંઘર્ષ સમિતિ, જાલંધરના ઉપાધ્યક્ષ મુકેશચંદ્ર જણાવતાં કહે છે કે, અમે લોકો છેલ્લા 2 મહિનાથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે. અમે ક્યાંય રેલ પણ અટકાવી નથી અથવા તો કોઈ હિંસા કરી નથી. એમ છતાં સરકાર અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી.

13 નવેમ્બરે કેન્દ્ર સરકાર સાથે જે બેઠક થઈ તેમાં પણ હું હાજર હતો. અમે ત્યાં અમારી તમામ વાત રજૂ કરી હતી, એમ છતાં સરકારે અમને કોઈ ઉત્તર આપ્યો નહી એટલે અમારી પાસે છેલ્લે દિલ્હી કૂચ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. એક બાજુ પંજાબ તથા હરિયાણાના ખેડૂતોને વિશ્વાસ છે કે, તેઓ દિલ્હી પહોંચીને સરકાર સમક્ષ એમની વાત રજૂ કરશે.

બીજી તરફ પોલીસકર્મી તેમજ સેનાના જવાનો માની રહ્યા છે કે, આટલી તૈયારીઓની વચ્ચે ખેડૂતો દિલ્હીની સીમામાં પ્રવેશ કરવા જોઈએ નહી દિલ્હીની કુલ 3 બાજુથી અંદાજે 1.5 લાખ ખેડૂતો આવવા માટે મથી રહ્યા છે. આજે બપોરે ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચી ગયાં છે. પંજાબ, દિલ્હી , મધ્યપ્રદેશ, કેરળમાંથી કુલ 1,500 થી વધારે ખેડૂત આગેવાનોની પોલીસે મુકેલ 1 ટન ના પથ્થરો ખેડૂતોએ ખસેડી નાંખ્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post