September 18, 2021

ઔર્ગેનિક ખેતપદ્ધતિથી પાટણના પાર્થ પટેલે કરી તાઈવાન જામફળની ખેતી – માત્ર એક જ વર્ષમાં કરી એટલી કમાણી કે…

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર ખેડૂતોની સફળતાને લઈ કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મન હોય તો માળવે જવાય. ગુજરાતમાં આવેલ પાટણના એક દિવ્યાંગ યુવાને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આધુનિક તથા ઓર્ગોનિક ખેતી દ્વારા તેણે ખરેખર સફળતાનો ઈતિહાસ સર્જી દીધો છે. આવો જાણીએ તેઓએ શું કમાલ કરી છે.

ઓર્ગેનિક ખેત પદ્ધતિ અપનાવી :
તાઈવાન જામફળની ઓર્ગેનિક ખેતી કરી ફક્ત 18 મહિનાના ટૂંકા સમયગાળામાં કુલ 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. પાટણમાં રહેતા 24 વર્ષનાં દિવ્યાંગ યુવાન પાર્થ પટેલે BSC એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા પછી એના પિતા દિનેશભાઈની નર્સરીમાં કામની શરૂઆત કરી હતી. જામફળની પદ્ધતિસરની વાવણી તથા માવજત થકી ઓછા ખર્ચમાં વધારે પાક ઉત્પાદન લઈને સારા એવાં પ્રમાણમાં આવક મેળવી છે.

માત્ર 18 મહિનામાં કુલ 3,000 કિલો ઉત્પાદન :
ફક્ત 18  મહિનાના ટૂંકા સમયગાળામાં તાઈવાન જામફળના માત્ર 221 છોડમાંથી કુલ 3,000 કિલો ઉત્પાદન મેળવ્યું છે. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર તેમજ મોટા કદના ફળના માર્કેટમાં કુલ 100 રૂપિયે કિલોનો ભાવ મળી રહ્યો છે. યોગ્ય વાવણી, માવજત તેમજ પદ્ધતિસરની પિયતને લીધે પ્રથમ ઉત્પાદનમાં જ પાર્થ પટેલે કુલ 3 લાખનું ઉત્પાદન મેળવ્યું છે.

કેવી રીતે કરી વાવણી ?
સરસ્વતિ તાલુકામાં આવેલ ચોરમારપુરામાં છેલ્લા 12 વર્ષથી નર્સરી ધરાવતા દિનેશભાઈ પટેલના દીકરા પાર્થ પટેલે ગત વર્ષે 2.5 વિઘા જમીનમાં 15×15 ના બ્લોકમાં 221 જેટલા તાઈવાન જામફળના છોડની વાવણી કરી. પ્રથમ તો જમીનમાં ખાડા કરીને એમાં છાણીયું ખાતર તેમજ બોનમીલ નાંખીને પિયત આપવું જોઈએ. થોડા સમય પછી એમાં જામફળના છોડ રોપી ડ્રીપ ઈરીગેશન દ્વારા પાણી આપવાની શરૂઆત કરી હતી.

ક્યારે આવ્યા ફળ ?
સામાન્ય રીતે વર્ષમાં એક વખત ઉત્પાદન આપતાં તાઈવાન જામફળની યોગ્ય પદ્ધતિથી ખેતી કરીને પાર્થ પટેલ શિયાળો તેમજ ઉનાળો એમ કુલ 2 ઋતુમાં ઉત્પાદન મેળવશે. હાલમાં છોડ પર નવા ફ્લાવરીંગ પછી ફળો આવવાની શરૂઆત થતાં વાવેતરના માત્ર 18 મહિનામાં કુલ 3,000 કિલોના ઉત્પાદન પછી બીજા 4 મહિનાના સમયગાળામાં બીજું ઉત્પાદન પણ લઈ શકશે.

3 લાખ રૂપિયાના ઉત્પાદન સાથે કુલ 1.50 લાખ નફો મળ્યો :
પ્રથમ વર્ષે પ્લાન્ટ, ખાતર, મજૂરી અને ડ્રીપ ઈરીગેશન સેટઅપ સહિતનો ખર્ચ બાદ કરતાં 2.5 વિઘા જામફળની ખેતીમાંથી કુલ 3 લાખ રૂપિયાના ઉત્પાદનની સાથે કુલ 1.50 લાખ રૂપિયા જેટલો નફો મેળવ્યો છે. કુલ 25 વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી ડ્રીપ ઈરીગેશન સેટઅપ તથા પ્લાન્ટેશનનો ખર્ચ કરવાની જરૂર ન હોવાંથી નહિવત્ ખર્ચ થવાથી નફાનાં પ્રમાણમાં પણ વધારો થશે.

ઓર્ગેનિક ખેત પદ્ધતિ અપનાવી :
જામફળના પાકમાં તેઓ બોનમીલ, જીવામૃત તથા છાણીયા ખાતરનો વપરાશ કરે છે. ડ્રીપ થકી આપવામાં આવતાં પિયતમાં નીમ ઓઈલનો ઉપયોગ તથા જંતુનાશક તરીકે ગૌમુત્ર, કુલ 10 પર્ણી અર્ક તથા લીંબોડીના તેલનો છંટકાવ કરવામાં આવે છે. જેથી ફળને નુકશાન થતું અટકવાની સાથે જ તેનો કુદરતી સ્વાદ પણ જળવાઈ રહે છે.

ઓર્ગેનિક ખેત પદ્ધતિ પર વાત કરતાં પાર્થ કહે છે કે, વર્ષો પહેલા ઢોરના હાડકામાંથી બનાવવામાં આવેલ બોનમીલનો ખેડૂતો ઉપયોગ કરતાં હતાં. હાલ તેનું ચલણ ખુબ ઓછું છે પણ તેના ગુણ, ફાયદાઓ તેમજ ખર્ચનો અભ્યાસ કર્યા પછી છાણીયા ખાતરની સાથે તે વાપરવાનું શરૂ કર્યું હતું. અંદાજે DAP  ખાતરના ભાવે મળી રહેતા બોનમીલના ઉપયોગથી સરેરાશ બમણું ઉત્પાદન મેળવ્યું છે. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેલા જામફળના કદ તથા તેના કુદરતી સ્વાદને લીધે માર્કેટભાવ પણ ખુબ સારો મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post