September 17, 2021

ખેતી ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર 10 ધોરણ પાસ આ મહિલા ખેડૂતની સમગ્ર દેશમાં થઈ રહી છે વાહ વાહ!

Share post

ગુજરાતના છેવાડામાં આવેલ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપળી ગામની ધોરણ 10 પાસ મહિલા હાલમાં ખેતી કરીને  સમગ્ર રાજ્યમાં ઓળખ બનાવી છે. પોતાની માત્ર 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી ખેતી કર્યાં પછી ગામની અન્ય મહિલાઓ પણ ખેતી કરવા લાગી છે. કુલ 300 મહિલાઓએ પ્રેરણા લઇને કુલ 3,000 એકરમાં ખેતી કરીને ખેતી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે.

ઉષાબેન વસાવાએ પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા :
પાંચપીપળી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવા આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠન તેમજ પ્રગતિશીલ ખેડૂત તરીકે ઘણાં એવોર્ડ મેળવ્યા છે. સાગબારાની આગાખાન સંસ્થાની સાથે રહી ઉષાબેન અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં વિવિધ સેવાકાર્ય કરે છે.

એમના પતિ દિનેશભાઈ વસાવા પણ એમની સાથે રહીને ખેતીમાં એમને મદદ કરી રહ્યાં છે. આમ, આજના સમયમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરી રહ્યાં છે, જેની સામે એકદમ દેશી પદ્ધતિથી ઓર્ગેનિક ખાતરથી શુદ્ધ શાકભાજી, દેશી લાલ ડાંગર, શેરડી તેમજ ઘઉં સહિત અનેક ચિજવસ્તુઓનું વાવેતર કરીને એક દિશાસૂચક બની છે. ઉષાબેનને અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

ઉષાબેન વસાવાની વિવિધ પ્રવૃતિઓ :
ઉષાબેન પ્રગતિશીલ મહિલા ખેડૂત છે, જેઓ મહિલા ખેડૂતોને ખેતીમાં નવીન કાર્ય કરવા માટે પ્રેરે છે. દેશી બિયારણોની માવજત કરે છે. આની સાથે જ એનું સંરક્ષણ કરીને દેશી બિયારણ થકી ખેતી ખર્ચ ઘટાડી ખેતીની આવકમાં વધારો કરે છે. ઉષાબેન ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરી ખુબ સારી આવક મેળવે છે. આદિવાસી વિસ્તારમાં લાલ ડાંગરની અનોખી પદ્ધતિથી ખેતી કરીને પાણીની બચત કરે છે. ઘઉં, શાકભાજી, બ્રોકોલી તથા લાલ જુવારનો પાક લઇને આવકમાં વધારો કરે છે. કુલ 300 મહિલા ખેડૂતોની માટે તેઓ પ્રેરણારૂપ બન્યાં છે, મહિલાઓ પરંપરાગત ખેતી છોડીને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી ખેતીમાં મહિલાઓને જોડી રહ્યાં છે.

મહિલાઓ ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ કરીને રોજગારી મેળવે છે :
આગાખાન સંસ્થા કૃષિ મેળાથી ખેતી કરવાની તાલીમ મેળવનાર ઉષાબેને અનેક પ્રયાસ કર્યા બાદ તેઓને સફળતા મળી હતી. એમનામાંથી બીજી મહિલાઓએ પ્રેરણા લઈને હાલમાં ખેતી કરવાં લાગ્યા છે. હાલમાં કુલ 3,000 હેક્ટર જમીનમાં સજીવ ખેતી કરી રહ્યાં છે. આની સાથે જ કુલ 300થી પણ વધારે બહેનો ખેતી કરી રહ્યાં છે. હવે દેશી લાલ ડાંગર, લાલ ચોખા સહિત બીજા ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ કરી એમાંથી રોજગારી મેળવી રહ્યા છે.

એમનાં પિયરમાં આવેલ માત્ર 3 એકર જમીનમાં એમને ખેતી કરતા સફળતા મળી હતી. જેને કારણે એમણે બીજી મહિલાઓને પણ ખેતી અંગે માહિતી આપી હતી . હવે આ ખેતી થકી ફાયદો થવા લાગ્યો. આમ એક પછી એક મહિલાઓની સંખ્યામાં વધારો થતો ગયો અને અમે માર્કેટમાંથી બિયારણ લાવતા નથી. જાતે ઉગાડીએ છે કેમ કે, બહારનું બિયારણ કેમિકલવાળું હોય છે એટલે અમે દેશી બિયારણનું વાવેતર કરીએ છીએ.

દવામાં ગૌમૂત્રનો તેમજ છાણનો ઉપયોગ કરીને પમ્પ વડે છંટકાવ કરે એટલે જીવ-જંતુ મૃત્યુ પામી જાય છે. ખુબ ઓછા પાણીમાં વધારે ઉત્પાદન મેળવે છે. એમની તમામ પ્રવૃત્તિમાં એમનાં પતિ તેમજ માતા-પિતાનો ખુબ સહકાર મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post