September 17, 2021

પાલનપુરના આ પટેલ યુવાને બનાવી 70 પ્રકારના વિવિધ વનસ્પતિની બીજ બેંક, ખેડૂતોને થશે મદદરૂપ

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર ખેડૂતો તેમજ પશુપાલકોને લઈ અગત્યની જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી ગુજરાતમાં આવેલ પાલનપુરમાંથી સામે આવી રહી છે. પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને વિવિધ વિસ્તારમાં લોકોને આપી રહ્યાં છે. જેને કારણે લુપ્ત થવાના આરે આવેલ અથવા તો ખુબ ઓછી જગ્યાએ થતી વનસ્પતિઓને લોકો ઉગાડી રહ્યાં છે.

નિરલ પટેલ જણાવતાં કહે છે કે, પ્રકૃતિ ચારેય બાજુ વિવિધ વિસ્તારમાં જઇને જુદા-જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે ધ્યેયથી સમગ્ર ગુજરાતમાં વિના મૂલ્યે બીજને પહોંચાડી રહ્યો છું. ગુજરાતના કેટલાંક વિસ્તારમાંથી પ્રકૃતિપ્રેમીઓ મને પણ બીજ મોકલી રહ્યાં છે. પ્રકૃતિને ફરી જીવંત કરવાના નવા ઉદ્દેશની સાથે હું આ અભિયાન ચલાવી રહ્યો છું.

ગુજરાતના અમુક વિસ્તારમાં મેં વિનામૂલ્યે બીજ વિતરણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિપ્રેમીનો સહકાર મને મળ્યો છે. આવું કામ કરવાનો મને આનંદ આવે છે. હાલમાં મારી પાસે કુલ 70 પ્રકારના વિવિધ બીજનો સંગ્રહ થયેલો છે. વધારે બીજ હોય તો હું એને પ્રકૃતિ પ્રેમીઓમાં વિતરણ કરું છું.

હવામાન પરિવર્તનમાં ટક્કર :
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બદલાતા હવામાનમાં વર્ણસંકર બીજ મરી રહ્યા છે, કપાસ એનું સૌથી મોટું ઉદાહરણ છે. જેને કારણે લાખો ખેડુતોને હવે દેશી બિયારણ જોઈએ છે. સ્વદેશી બિયારણ અપનાવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો કપાસ છોડીને અન્ય પાકો બાજુ જઈ રહ્યાં છે. કેટલાંક લોકો બીજ બેંક ઊભી કરી રહ્યાં છે.

પરંપરાગત ખેતીની સાથે જ દેશી બિયારણની માંગ રહેલી છે. દુષ્કાળ તથા પૂર બંને ઋતુમાં પ્રમાણમાં સારું ઉત્પાદન આપવાની શક્યતા ધરાવે છે. સંકર બિયારણ પાક બરબાદ થઈ જાય છે. બીટી કપાસ તથા અન્ય બીજા બિયારણોમાં મલ્ટિનેશનલ કંપનીઓ કરોડો રૂપિયાનો ધંધો મેળવવા માટે હાઇબ્રિડ બિયારણ ઉત્તપન્ન કરી રહી છે.

વાવાઝોડા સામે ટક્કર આપતો કપાસ :
ગુજરાતમાં વર્ષ 1979માં ICAR, ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલયે કાલા કપાસ – બંધ બોલ પ્રકારનો ગોળ કેરી ધરાવતાં કપાસના બિયારણ મેળવ્યું છે. જે વાવાઝોડા સામે સ્ટોર્મ પ્રૂફ છે. આવી જ એક જાત કર્ણાટકમાં તે સમયે મેળવેલી છે. ભેજની સામે પ્રતિકાર કરી શકે એવી જાત વર્ષ 1986માં NBPGR, ICARએ બીજ મેળવેલા હતા તેમજ વધુ ઉત્પાદન આપે એવી જાત છે.

કુલ 830 જાતની વનસ્પતીના  જર્મપ્લાઝમ :
ગુજરાતમાં આવેલ આણંદમાં ICARની ઔષધીય તથા સુગંધિ છોડ સંશોધન નિયામક સંશોધન સંસ્થાની પાસે ઔષધિય અને સુગંધ આપતી કુલ 830 જાતની વનસ્પતીની જર્મપ્લાઝમ એમની બેંકમાં સચવાલેયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post