September 23, 2021

ગુજરાત: પિતા ઉછીના લીધેલા રૂપિયા પરત ન કરી શક્યા તો, લેણદારે નવ વર્ષના બાળક સાથે એવું કૃત્ય કર્યું કે…

Share post

હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી બાળકની હત્યા કર્યાની ઘટના સામે આવી રહી છે. પિતાએ પડોશી પાસેથી ઉછીની લીધેલ 7,000 રૂપિયાની રકમ પરત આપી ન શકતા પડોશીએ બદલો લેવા માટે માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરીને મૃતદેહ શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો. આ હત્યામાં ખટોદરા વિસ્તારની પોલીસે પડોશી તથા એના એક મિત્રને પકડી પાડયા છે.

બાળકને ઢોરમાર માર્યો :
સુરતમાં આવેલ ભટાર વિસ્તારની ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા તથા કલરકામ કરતા કિશન સહાનીનો માત્ર 9 વર્ષીય પુત્ર આકાશ શુકવારે સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો. તે વખતે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ આકાશને બાઇક પર બેસાડીને પોતાની સાથે લઇ ગયો હતો. આકાશ કરણને ઓળખતો હોવાથી તેના કહેવાથી તેની સાથે જવા માટે તૈયાર થઇ ગયો હતો.

કરણ ચૌહાણ બાળકને પહેલા ઓલપાડ-સાયણ રોડ પર રહેતા તેના મિત્ર બરકતઅલીના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ કરણ એના મિત્ર બરકતઅલી સાથે બાળકને બાઇક પર બેસાડીને મોડી રાત્રે ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગયા હતા. જ્યાં બંને હત્યારાઓએ પહેલાં બાળકને માર માર્યા બાદ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

હત્યારાએ ગુનો કબૂલ કર્યો :
આકાશનાં મૃતદેહને શેરડીના ખેતરમાં ફેંકીને કરણ ઘરે આવી ગયો હતો. અપહરણ કર્યાના માત્ર 2 કલાકમાં બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખટોદરા પોલીસે મોડી રાત્રે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણની સાથે તેના મિત્ર બરકતઅલીને પકડી પાડી પૂછપરછ બંને આરોપી ભાંગી પડયા હતા અને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસ બંને હત્યારાઓ અને બાળકનાં પિતાને લઈ ઓલપાડ-સાયણ રોડ પર શેરડીના ખેતરમાં શોધવા માટે ગઈ હતી. જ્યાં ખેતરમાંથી માસુમ આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો.

માત્ર 7,000 રૂપિયાનો બદલો લેવા કરી હત્યા :
ખટોદરા પોલીસની ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તથા ક્રાઇમબ્રાંચે બાળકની તપાસ કરી હતી. તેમ છતાં માસમુની કોઈ જાણ થઈ ન હતી. પોલીસે કહ્યું કે, બાળકના પિતાની માતાનું લોકડાઉન વખતે મોત નીપજ્યું હતું. તે વખતે વતન જવા માટે પડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી કુલ 7,000 રૂપિયાની રકમ ઉછીની લીધી હતી.

આ રકમ બાબતે કુલ 15 અગાઉ પડોશી તથા બાળકના પિતાની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેને લીધે માત્ર 7,000 રૂપિયાની રકમનો બદલો લેવા પડોશી હત્યારા કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણે એનાં મિત્ર બરકતઅલી ઉર્ફે સોનુ રહેમતઅલીની સાથે મળી બાળકની હત્યા કરી નાખી હતી. હાલમાં બંને હત્યારાઓને ખટોદરા પોલીસ દ્વારા પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. બંનેે હત્યારાઓ ભટાર ખોડીયારનગરમાં રહીને કલરકામ કરે છે. 2 દીવસ પહેલા બરકતઅલી સાયણરોડ પર કલરનું કામ મળતા ત્યાં રહેવા માટે ગયો હતો.

મારો પુત્ર ખોડીયારનગર છોડીને બહાર કોઈ જગ્યાએ જતો નહી: પિતા
મારો દીકરો શુકવારે રાત્રે 8 વાગ્યાથી ગાયબ થઈ ગયો હતો. અમે તપાસ કરી છતાં જાણ થઈ નહી. ત્યારપછી મારા પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણનો સંપર્ક કર્યો.જો કે, તેણે હમણાં આવું છું એમ કહીને રાત્રે 12 વાગ્યે આવ્યો હતો. મને તેના પર શંકા હતી. રાત્રે કરણની પોલીસે પૂછપરછ કરી છતાં તે કંઈ બોલતો નહી. મારો દીકરો એટલો હોંશિયાર હતો કે તે ખોડીયારનગર છોડીને કોઈ જગ્યાએ જતો નહી.

સવારે પોલીસે કરણની પૂછપરછ કરી હતી જેમાં પડોશીની સાથે મદદ કરનાર તેના મિત્રએ પોલીસને કેટલીક હકીકતો જણાવી હતી. પોલીસે ઓલપાડ-સાયણ રોડ આવેલ ખેતરમાં તપાસ કરતા મારા પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.

કરણે મારા પુત્રને પહેલાં માર મારીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. મેં હત્યારા આદિત્યને પૂછ્યું કે આવું શું કામ કર્યું પરંતુ તે કંઈ જ કહેવા માટે તૈયાર ન હતો. અમારા ઘરની સામે કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ છેલ્લા છ મહિનાથી રહેતો હતો. અમારે તેની સાથે કોઈ દુશ્મની ન હતી. મારા દીકરાને પણ કંઈ સમસ્યા ન હતી એટલે તે બાઈક પર બેસી ગયો હતો એવું બાળકના પિતાએ જણાવતાં કહ્યું છે.

જમીન વિવાદ પણ કારણભૂત હોવાની આશંકા :
એવી પણ શંકા સેવાઈ રહી છે કે, પડોશી આદિત્ય ચૌહાણ તથા બાળકના પિતાનો વતનમાં જમીનનો વિવાદ છે તેમજ બીજા એક પારિવારીક કારણ આ હત્યાને લઈને હોય શકે છે. જો કે, આ બન્ને કારણો બાબતે ખટોદરા PIએ ઈનકાર કર્યો હતો તેમજ માત્ર 7,000 રૂપિયાની ઉછીની રકમ બાબતે પડોશીએ બદલો લેવા હત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ 7 હજારની રકમમાં બાળકની હત્યા કરી નાખે તે વાત ગળે ઉતરતી નથી. કારણ બીજુ હોય શકે છે. આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરાવે તો બાળકની હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post