September 17, 2021

થોડા જ સમયમાં શરુ થશે PM મોદીની આ નવી યોજના, ખેડૂતોને થશે જબરદસ્ત ફાયદો – જાણી લો બધી માહિતી

Share post

ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા અનેક યોજના બહાર પાડવામાં આવતી હોય છે. ભારતની વધતી જતી વસ્તી, ઉર્જા જરૂરિયાતો તથા પર્યાવરણના ઊભા થઈ રહેલ ગંભીર પ્રશ્નોને જોતાં મોદી સરકારના પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયદ્વારા સમગ્ર દેશમાં સસ્તા તથા સ્વચ્છ બળતણ પૂરા પાડવા માટેની એક મોટી યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

જેને લઈ આશા રહેલી છે કે, એનાથી દેશના ખેડૂતોને પણ ખુબ લાભ થઈ શકે છે. પેટ્રોલીયમ તથા કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્વચ્છ ઈંધણ પૂરું પાડવા માટેની એક યોજના પર કામની શરૂઆત કરી હોવાની માહિતી મળી રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં કુલ 5,000 કોમ્પ્રેસ્ડ બાયોગેસ CBG પ્લાન્ટમાં કુલ 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની તૈયારી છે.

પેટ્રોનેટ Petronet LNG Mou સાથે કર્યાં કરાર :
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારનાં રોજ ઊર્જા કંપનીઓ JBM ગ્રુપ, અદાણી ગેસ, પેટ્રોનેટ LNG વગેરેની સાથે MOU પર હસ્તાક્ષર કરીને આ જાહેરાત કરી હતી. પાકના અવશેષોથી તૈયાર કરવામાં આવેલ આ બળતણ સ્વચ્છ ઈંધણ તરીકેની ગરજ સારે છે. આની સાથે જ આ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ પણ રહેલી છે જેને ધ્યાનમાં લઈ મંત્રાલય દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. એવી માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી દેશના ખેડૂતોને પણ મોટો ફાયદો થઈ શકે છે.

સ્વચ્છ ઈંધણથી સફર સસ્તું બનશે :
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવતાં કહ્યું, હાલમાં આપણે સ્વચ્છ, સસ્તા તેમજ ટકાઉ બળતણની શોધમાં એક નવો અધ્યાય લખી રહ્યા છીએ. એમણે જણાવ્યું કે, અમે સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ઇકોનોમિકલ ટ્રાન્સપોર્ટ માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કર્યો છે.

કુલ 600 CBG પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે :
તેમણે જણાવતાં કહ્યું હતું કે, મને એ જાણીને આનંદ થાય છે કે, ભારતીય ઉદ્યોગની સાથે સંબંધિત લોકોએ ટકાઉ વૈકલ્પિક આર્થિક પરિવહન SATAT માં ખૂબ રસ દાખવી રહ્યાં છે. કુલ 600 CBG પ્લાન્ટ્સ માટે પહેલેથી જ મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં કુલ 900 પ્લાન્ટ માટે MOU પર હસ્તાક્ષરની સાથે કુલ 1,500 CBG પ્લાન્ટ પર કામ ચાલુ છે.

વર્ષ 2023 સુધીમાં કુલ 5,000 છોડ થશે :
પરિવહન ક્ષેત્ર માટે વૈકલ્પિક તેમજ સ્વચ્છ બળતણ ઉત્પન્ન કરવા તથા CBG ની ઉપલબ્ધતામાં વધારો કરવાં માટે ભારત સરકારે 1 ઓક્ટોબર વર્ષ 2018 ના રોજ SATAT ના પગલાની પહેલ કરી હતી. આ યોજનામાં વર્ષ 2023 – ’24 સુધીમાં કુલ 5,000 CBG પ્લાન્ટ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  MOU  પર હસ્તાક્ષર થવાથી સરકારની સ્વચ્છ ઊર્જા પહેલને મોટી ઉપલબ્ધિ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post