September 22, 2021

શિયાળા વચ્ચે આવનારા ચાર દિવસમાં આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Share post

હાલમાં સમગ્ર દેશભરમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પાડી રહ્યો છે. જેના કારણે હાલમાં બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં એક બાજૂ વરસાદ વરસી રહ્યો છે, જ્યારે બીજી બાજૂ હાડથીજાવે તેવી કડકડતી ઠંડી પડી રહી છે. થોડા દિવસ પહેલા જ આવેલ ચક્રવાતી તોફાન દેશના કેટલાય રાજ્યોમાં કહેર વર્તાવી રહ્યો છે. જેના કારણે દેશના કેટલાય રાજ્યોમાં મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. જેને લઈને આજ રોજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવનારા દિવસોમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઇ શકે છે, આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્યોમાં ડિસેમ્બરથી ભારે વરસાદ પણ પડી શકે છે.

આ રાજ્યોમાં આવશે વરસાદ
ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, અગામી દિવસોમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વરસાદ પડી  શકે છે. આ વિસ્તારોમાં ગુરૂવારથી રવિવાર સુધીમાં હલ્કા થી ભારે વરસાદ આવી શકે છે. વરસાદની આગાહીના કારણે હાલમાં આ રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. આ ઉપરાંત, પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડીની લહેર છવાઈ રહી છે.

અગામી દિવસોમાં વધુ એક ચક્રવાત આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આ ચક્રવાતના કારણે રાજ્યમાં એલર્ટ પણ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તેનાથી આવનારા 36 કલાકમાં ડીપ ડિપ્રેશન બદલાવાની સંભાવના છે. આગળના 24 કલાકમાં તે વધુ ખતરનાક બની શકે છે.

આ ચક્રવાતના કારણે દક્ષિણ ભારતમાં એક વાર ફરી વરસાદનો ખતરો વધ્યો છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, એક ડિસેમ્બરે મોટા ભાગના વિસ્તારોમાં હલ્કાથી મધ્યમ અને ભારે વરસાદ થઈ શકે છે. તમિલનાડૂ અને પુડુચેરીના કેટલાય વિસ્તારોમાં બે અને ત્રણ ડિસેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.

જમ્મુ કાશ્મીરમાં આ વિસ્તારોમાં થઈ શકે છે બરફવર્ષા
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, કાશ્મીરમાં કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં કેટલાય વિસ્તારોમાં હલ્કાથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરી કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં તાજેતરમાં બરફવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડીની લહેરની અસર રાજસ્થાનના લોકોને કંપાવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આ વિસ્તારોમાં હજૂ પણ ઝાકળ વધુ પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post