September 21, 2021

આ ખેડૂતભાઈએ મલ્ટીનેશનલ કંપનીની નોકરીને ઠોકર મારી શરુ કરી લીંબુની ખેતી – હાલમાં એટલી કમાણી થઈ રહી છે કે…  

Share post

ઘણીવાર ખેડૂતોની સફળતાની કહાની સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાયબરેલીથી કુલ 20 કિમી દૂર આવેલ કચનાવાં ગામમાં પ્રવેશતા જ લીબુંની સુગંધ તમારું મન મોહી લેશે. કાચા રોડથી જ્યારે તમે ખેતરમાં પહોંચશો તો સામે તમને લીંબુનો બગીચો જોવાં મળશે. અહીં ક્યારેક પેન્ટ-શર્ટમાં તો ક્યારેક ધોતી કુર્તામાં આનંદ મિશ્રા તમને કામ કરતા જોવા મળશે. જેઓ મલ્ટી નેશનલ કંપનીમાં લાખોની નોકરી છોડીને ગામમાં ખેતી કરે છે. જેમાંથી તેઓ વાર્ષિક કુલ 6 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

આનંદે જણાવતાં કહ્યું હતું કે, BBAનો અભ્યાસ કર્યાં બાદ વર્ષ 2002માં મારી નોકરી એક પ્લાસ્ટિક ફર્નિચર કંપનીમાં લાગી હતી. એનું પહેલું પોસ્ટિંગ નોઈડમાં થયું હતું. ત્યારપછી આઉટસોર્સિંગ હેડ તરીકે પટના, પંજાબ, રાજસ્થાન તથા હરિયાણામાં થયું હતું. સારો પગાર, મોટું ઘર, ગાડી તેમજ જીવનમાં એ બધી વસ્તુ હતી, જેનાથી જીવન આસાન બની જાય છે પરંતુ જ્યારે હું તહેવાર અથવા રજાઓમાં ઘરે આવતો, મારું મન અહીં જ રોકાઈ જતું. ભાગમદોડ વાળા જીવનથી મન કંટાળી ગયું હતું. એની માટે વર્ષ 2016માં નોકરી છોડીને ઘરે આવી ગયો. પત્ની તથા બાળકોએ મને સપોર્ટ કર્યો પરંતુ મમ્મી નારાજ થઈ ગઈ.

કુલ 2 વર્ષ એકત્ર કરેલ પૈસાથી ઘરનો ખર્ચ કાઢ્યો :
આનંદે કહ્યું હતું કે, પહેલા મેં મારા 1 હેક્ટર જમીનમાં ઘઉં  પર કંઈક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કંઈ ખાસ ન થયું. ત્યારપછી મે રિસર્ચ કરવાનું વિચાર્યું. નોકરી છૂટી ગઈ પણ ઘર ચલાવવાનું હતું. બાળકો ભણતા હતા. આની માટે 13 વર્ષની નોકરીમાં જે થોડા પૈસા બચાવ્યા હતા તે બધુ તોડવાનું શરૂ કર્યું જેથી ઘર ખર્ચ આરામથી ચાલી શકે.

રિસર્ચ માટે એમણે અલ્હાબાદમાં જામફળના બગીચાનું મુલાકાત લીધી ફતેહપુરમાં કેળાની ખેતી જોઈને બારાબંકીમાં મેંથા જોઈને પદ્મશ્રી રામ સરન વર્મા પાસે બારાબંકી ગયો. જ્યાં તેઓ કેળાની ખેતી કરે છે પરંતુ મને સમજાયું નહીં, કારણ કે, જામફળ હોય કે કેળા આ બધાની ખેતીમાં ઉત્તરપ્રદેશમાં સ્પર્ધા ઘણી છે. ત્યારપછી મેં મંડીઓના ચક્કર લગાવ્યા હતાં.

વર્ષ 2018માં કુલ 80,000 રૂપિયા તો વર્ષ 2019માં કુલ 3 લાખની કમાણી કરી :
આનંદે જણાવતાં કહ્યું હતું કે, લીબુંના પાકમાં કુલ 2 વર્ષ સુધી નફો થતો નથી પરંતુ જ્યારે તમે સાર સંભાળ રાખો તો 3 વર્ષમાં તમને નફો મળવાનો શરૂ થઈ જાય છે તથા દર વર્ષે નફો બમણો થઈ જાય છે. આ રીતે પહેલા વર્ષે 2018માં મને અંદાજે 80,000 રૂપિયા મળ્યા તથા વર્ષ 2019માં અંદાજે 3 લાખ રૂપિયાની કમાણી કરી. હવે વર્ષ 2020માં કમાણી કુલ 6 લાખ રૂપિયાએ પહોંચી ગઈ છે.

વર્ષ 2021માં કુલ 10 લાખ સુધી કમાણી થઈ જશે. હવે ગાડીઓ સીધી ખેતરમાં આવે છે. દૂર -દૂરથી લોકો લીંબુની ખેતીની ઝીણવટ શીખવા માટે આવે છે. જો કે, મારો હેતુ ખેડૂતોની મદદ કરવાનો છે. થોડા બદલાવથી ખેડૂત એમની ખેતીને શ્રેષ્ઠ બનાવી શકે છે.

હવે વિદેશોમાં લીંબુ મોકલશે :
આનંદે કહ્યું હતું કે, ટૂંક સમયમાં લીંબુ વિદેશમાં મોકલવામાં આવશે. તેઓ ઉત્તરપ્રદેશ કૃષિ નિર્યાત નીતિ સમિતિ લખનઉ મંડળના સભ્ય રહેલાં છે. હવે એનો ફાયદો ખેડૂતોને આપવા માંગે છે. આનંદે કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં કેટલાંક લોકોએ લીંબુની ખેતી શરૂ કરી છે પરંતુ હાલમાં અમે માંગ પુરી કરી શકતા નથી. આ વિસ્તારમાં આવવાથી ખેડૂતો એટલા માટે ભય અનુભવી રહ્યા છે. કારણ કે, એને ખેતીનો કૃષિ વીમો મળતો નથી. જો સરકાર કૃષિ વીમો આપવાનું શરૂ કરી દે તો ખેડૂતોને ફાયદો થશે તેમજ લોકો ઝડપથી આ બાજુ વળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post