September 26, 2021

જાણો કેમ ગાયને માતા અને સૌથી પવિત્ર માનવામાં આવે છે, આ પાછળની પૌરાણિક કથા સાંભળી તમને પણ ગર્વ થશે

Share post

ગાયને હિન્દુ અને જૈન ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં આજીવિકા માટે ગાય રાખવી ખુબ જરૂરી હતી. ગાયનું દૂધ પીવા માટે, ગાયનું છાણ દીવાલો લીપવામાં તેમજ એના છાણનો ઉપયોગ બળતણ તરીકે પણ કરવામાં આવતો હતો. આ રીતે, ગાય કોઈપણ કુટુંબને આત્મનિર્ભર બનાવી દેતી હતી. તમામ ઋષિ-મુનીઓ એવું ઈચ્છતા હતા કે, એમની પાસે ગાય હોય.

ગાય એમને આર્થિક રીતે સ્વાયત્ત બનાવતી હોવાને કારણે તેઓ અન્ય બૌદ્ધિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા. સમય જતાં ગાય આજીવિકા માટે ફક્ત એક રૂપક અથવા પ્રતીક બની ગઈ. પૃથ્વીને પણ ગાય કહેવામાં આવી છે. પૃથ્વીની સંભાળ રાખીને એના પર હળ ચલાવીને બીજ વાવી શકાય છે. પૃથ્વી પાક આપે છે. જેમ ગાયમાંથી દૂધ મેળવવામાં આવે છે, તેવી રીતે પૃથ્વીમાંથી પાક મળી શકે છે.

પૃથ્વી તથા આજીવિકાને ગાય સાથે જોડવામાં આવ્યું હતું. જો કે, ગાય જીવનભર દૂધ આપે છે, તેથી લોકો એવું ઇચ્છે છે કે, એમની પાસે એક ગાય હોય. ગાયો વૃદ્ધ થઈ જાય તો પણ એને મારવાનું યોગ્ય માનવામાં આવતું ન હતું. તેથી ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગાયનું રક્ષણ કરવું એ હિંદુ દંતકથાઓનું એક અભિન્ન અંગ છે તેમજ ગાયની હત્યા કરવી એને પાપ માનવામાં આવે છે.

કાલિદાસના ‘રઘુવંશ’માં શ્રીરામનાં પૂર્વજ રાજા દિલીપ વિશે જણાવવામાં આવ્યું છે કે, તેઓ એક સિંહથી ગાયને બચાવવા માટે પોતાના બલિદાન માટે તૈયાર થઇ ગયા હતા. ગોદાવરી માહાત્મ્યમાં, ગૌતમ ઋષિએ આકસ્મિક રીતે ગૌહત્યા કરી હતી. આ પાપથી તેમની આત્મા પર કલંક લાગ્યું હતું . આ પાપને ધોવા માટેનો એકમાત્ર ઉપાય છે, શિવને વિનંતી કરવી તથા ગંગાને વિંધ્યા પર્વતની દક્ષિણમાં ગોદાવરી સ્વરૂપમાં પ્રવાહિત કરે.

હિન્દુ ધર્મમાં ગાયમાતાની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. એમનું સ્વરૂપ માતૃત્વની લાગણી પ્રગટ કરે છે. ગાયને હંમેશાં વાછરડા સાથે જોડવામાં આવે છે, આપણને એ યાદ કરાવવા માટે કે તે એક દુધાળી ગાય છે તથા દૂધ આપતી ગાયના માલિક હોવું એ શુભ માનવામાં આવે છે. દેવતાઓની પાસે કામધેનુ નામની દુધાળી ગાય હતી. દેવતાઓ, ઋષિઓ તથા રાજાઓ પાસે પણ ગાયો હતી.

રાજાઓને ગાયોના રક્ષક માનવામાં આવ્યાં હતાં. અગાઉ જણાવ્યા પ્રમાણે આ માલિકી રૂપક પણ હોઈ શકે છે. રૂપક જેવા અર્થ સૂચવે છે કે, રાજા પૃથ્વીની આજીવિકાનો તારણહાર છે. આથી રાજા પાસેથી એ અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે, તે અન્ય લોકોને ગાય આપશે. ગાયને સૌથી સર્વશ્રેષ્ઠ ભેટ માનવામાં આવતી હતી. આને લોકોને આજીવિકા આપવાના સાધન સાથે જોડી શકાય છે.

ધર્મગ્રંથોમાં રાજા વેણ વિશેનો ઉલ્લેખ જોવા મળે છે. એમણે પૃથ્વીનું એટલું શોષણ કર્યું હતું કે, ઋષિ-મુનિઓએ એને જાદુઈ મંત્રોથી શક્તિશાળી બનાવવામાં આવેલ ઘાસના પાંદડાથી મારવો પડ્યો હતો. એના મૃત શરીરનું મંથન કરીને બધાં જ નકારાત્મક પાસાંઓને દૂર કરવામાં આવ્યા હતા. રાજા પૃથુ એ વિષ્ણુનું સ્વરૂપ હતા.

વેનના ડરથી પૃથ્વીએ બીજ અંકુરિત કરવાનો ઇનકાર કરીને ગાયનું રૂપ લઈ ત્યાંથી ભાગી ગઈ હતી. પૃથુએ એમનો પીછો કરીને વચન આપ્યું હતું કે, જે રીતે એક ગોવાળ રક્ષા કરે તે રીતે એ પણ તેમની રક્ષા તથા પાલન-પોષણ કરવા માટેનું વચન આપ્યુંહતું. જેના બદલામાં, પૃથ્વીએ ખોરાક તથા બળતણ પ્રદાન કરવાનું વચન આપ્યું હતું. પૃથ્વી ગૌમાતા હશે તેમજ પૃથ્વી ગોપાલ હશે. તેથી ધરતીને પૃથ્વી કહેવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post