September 17, 2021

મોરબીના આ ખેડૂતભાઈએ અનોખી રીતે કરી આ ખાસ વૃક્ષની ખેતી, થોડા જ સમયમાં થશે કરોડોની કમાણી

Share post

સોશિયલ મીડિયામાં ખેડૂતોની માટે ઉપયોગી બને એવી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ટંકારા તાલુકામાં આવેલ હિરાપર ગામના ખેડૂતોએ રક્ત ચંદનની ખેતીની શરૂઆત કરી છે. કુલ 6 વર્ષ અગાઉ 1,390 રોપા વાવી ચંદનની  આધુનિક ઢબથી ખેતીની શરૂઆત કરી હતી.

મોરબીના ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામના ખેડૂતે રક્તચંદનની ખેતી કરી છે. જેમાં માત્ર 5 વિઘામાં કુલ 1,390 જેટલા ચંદનના રોપા વાવીને એની માવજત કરી રહ્યા છે. આની સાથે જ અન્ય ખેડૂતોને પણ આ ચંદનની ખેતી કરવા માટે તેમજ લાંબાગાળે ખુબ નફો મેળવવા માટે આ ખેડૂતે અપીલ કરી છે. રક્ત ચંદન એક એવું વૃક્ષ છે કે, જેની ખેતી મુશ્કેલ તેમજ અનિવાર્ય છે.

કારણ કે, ચંબલના જંગલો સિવાય રક્ત ચંદન ખુબ ઓછી જગ્યાએ જોવા મળે છે. તેનું કારણ માત્ર યોગ્ય હવામાન તેમજ લાંબા ગાળે નફો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામના ખેડૂતે પોતાની વાડીમાં રક્ત ચંદનનું વાવેતર કર્યું છે. કુલ 26 વીઘા વાડીમાંથી માત્ર 5 વીઘા જમીનમાં રક્તચંદન વાવીને અનોખો પ્રયાસ કર્યો છે.

આની સાથે જ અન્ય ખેડૂતોને પણ આ રક્ત ચંદન વાવવા માટેની અપીલ કરવામાં આવી છે. ટંકારામાં આવેલ હીરાપર ગામના ખેડૂત મુકેશભાઈ તથા અશ્વિનભાઈએ અનોખો પ્રયાસ કર્યો છે તથા તેઓએ પોતાની વાડીમાં રક્ત ચંદનની ખેતીની શરૂઆત કરી છે. આ રક્ત ચંદનની ખેતી કરનાર મુકેશભાઈ જણાવતાં કહે છે કે, તેઓને ચંદનની ખેતી કરવાનો વિચાર ગૂગલ તથા યુ ટ્યુબ પરથી આવ્યો હતો.

ચંદનના વાવેતરના ફાયદા તથા નફો તેના પરથી જ જાણ થઈ  હતી.  ત્યારબાદ તેઓએ પોતાની માત્ર 5 વીઘા જમીનમાં કુલ 1,390 ચંદનના રોપ કુલ 6 વર્ષ પૂર્વે વાવેતર કરી ખેતી કરી હતી. જેમાં આ ચંદન પરોપજીવી હોવાને કારણે તેની સાથે મહેંદીના રોપા તથા તુવેરદાલ વાવીને ચંદન તથા સરૂ વાવ્યું હતું. જેમાં ચંદનના ઘટતાં તત્વો આ બંને માંથી લે છે તેમજ ઉત્પાદન પણ ખુબ સારું થાય છે.

આની સાથે જ અન્ય જે ખેડૂત છે અશ્વિનભાઈ, તેઓ પણ આ ચંદનનું વાવેતર કરવાં માટે લાલ ચંદન મોરબીની જમીન અનુકૂળ છે તેમ જણાવે છે. કુલ 15 વર્ષ પછી આ ચંદનમાં સુગંધ બેસે છે. ત્યારબાદ તેમાંથી ખુબ ફાયદો થાય છે. આની સાથે જ બધાં ખેડૂતોને થોડી જમીનમાં આ રક્ત ચંદનની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને ભવિષ્યમાં સારું  વળતર મળી શકે તેમ છે. આની સાથે જ રક્ત ચંદન માટે મોરબી જીલ્લાની ફળદ્રુપ જમીન ખૂબ સારી છે. જેમને કારણે ખેડૂતોએ તેનો લાભ લેવો જોઈએ એવું જણાવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post