September 18, 2021

દાહોદના આ ખેડૂતભાઈએ અનોખી પદ્ધતિથી ટૂંક સમયમાં જ ખેતીમાંથી કરી લાખોની કમાણી -જાણો કેવી રીતે ? 

Share post

ઉંધીયું તથા રીંગણ સાથે મિશ્ર શાકભાજી તરીકે મોટા પ્રમાણમાં વાલોળનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં વાલોળ એ શેઢા પર ઉગી નીકળતા વેલામાંથી ખેડૂતો ઉપયોગ કરતા પણ હવે વાલોળને શાકભાજી તરીકે સ્થાન મળતાં બજારમાં એની માંગમાં વધારો થયો છે. ખેતરના પાળે ઉગી નીકળતી શાકભાજી વાલોળનું પદ્ધતિસર પ્લાનિંગ સાથે વાવેતર કરીને કમાણી કરી શકાય છે.

દાહોદ જિલ્લામાં આવેલ ખરેડી ગામના નરેશભાઈ કાળુભાઈ ચૌહાણ એ આ વાત સાબિત કરી બતાવી છે. જેઓએ 1 એકરમાં ડ્રિપ તથા ટેલિફોનિક તાર પદ્ધતિથી વાલોળના પાકમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ રૂપિયાની આવક લઈ ચૂક્યા છે. કુલ 8 એકર જમીન ધરાવતા નરેશભાઈએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરીંગ કર્યા પછી નોકરીને બદલે ખેતીમાં કંઈક નવું કરવાની ઇચ્છા ધરાવતાં હતાં.

‘આત્મા પ્રોજેક્ટ’ અંતર્ગત ડ્રિપ ઈરિગેશનથી ખેતી અપનાવી. કુલ 20 ગુંઠા જમીનમાં ટામેટાંની ખેતીમાંથી કુલ 2 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેઓ ખેતીમાં સતત કંઈક નવું કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી આધુનિક ખેતી કરે છે. 8 એકર જમીનમાંથી 5 એકરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. આની સાથે જ 1 એકરમાં ચણાનું વાવેતર કર્યું છે.

કુલ 1 એકરમાં વાલોળ અને પશુઓ માટે ઘાસચારા માટેનાં પાકનું વાવેતર કર્યું છે. તેઓ કુલ 8 ભેંસોનો ઉછેર કરીને દરરોજ કુલ 35 લિટર દૂધ ઉત્પાદનની સાથે માસિક કુલ 45,000 રૂપિયાની આવક પણ લઈ રહ્યાં છે. નરેશભાઈ ટેલિફોનિક તાર તથા ડ્રિપ ઈરિગેશન અંતર્ગત ટામેટાંનું છેલ્લા 5 વર્ષથી ઉત્પાદન કરી રહ્યાં હતા પણ ચાલુ વર્ષે પાક ફેરબદલીમાં તેઓએ વાલોળની ખેતી કરી હતી.

વાલોળની 45 દિવસે ઉત્પાદન આપતી પ્રજાતિના બીજ રોપીને વાવેતર કરતાં હાલમાં કમાણીના દ્વાર ખુલી ગયા છે. વાલોળના વાવેતર કરતા પહેલા તેઓએ કુલ 10 ટ્રોલી છાણિયું ખાતર પાકને આપ્યું છે.  બીજને ટ્રાયકોરડર્મા વિરીડીનો પટ આપીને 2 છોડની વચ્ચે કુલ 2.5 ફૂટનું અંતર રાખવામાં આવ્યુ છે. આની સાથે જ 2 લાઈનની વચ્ચે કુલ 4 ફૂટનું અંતર રાખવામાં આવ્યું હતું.

વાલોળના બીજમાં 5 દિવસે ઉગાવો શરુ થઈ જાય છે. જેથી વાવેતર પહેલા પાળા બનાવી એના પર ડ્રિપ પાથરી દેવામાં આવી હતી. વચ્ચેના ભાગમાં નીંદણના થાય એની માટે પાવર વિડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. છોડ નાના હોય ત્યારે શરૂઆતમાં નીંદણ નિયંત્રણ કરવું પડે છે. આની માટે વાંસના ટેકા લગાવીને તાર ખેંચીને ટેલિફોનિક તાર પદ્ધતિનો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.

ચોમાસા દરમિયાન છોડ નાના હોય ત્યારે ખાસ માવજત કરવી પડે છે. છોડ નાનો હોય ત્યારે ફૂગજન્ય રોગનું નિયંત્રણ કરવું પડે છે. ચોમાસામાં છોડ નાના હતા ત્યારે ફુગનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલમાં કોઈ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી. ચોમાસા બાદ કુલ 12 દિવસે પિયત આપવું પડે છે. તેઓએ ડ્રિપ ઈરિગેશન અપનાવ્યું હોવાથી સપ્તાહમાં કુલ 2 વખત ડ્રિપથી જ પિયત આપવામાં આવે છે.

છોડના વિકાસ દરમિયાન  ડ્રિપમાં વોટરસોલ્યુબલ ખાતરો આપવામાં આવ્યા છે. વાલોળની ખેતીમાં ખુબ નજીવો ખર્ચ કર્યો છે. આધુનિક પદ્ધતિની સાથે પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતર જમીનમાં ભરેલું હોવાથી બીજું કોઈ ખાતર આપવું પડતું નથી. કુલ 4 કિલો બિયારણ 8000 રૂપિયામાં ખરીદ્યું હતું. આની સાથે જ વોટરસોલ્યૂબલ ખાતર માટે કુલ 3000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

વાલોળમાં જમીન તૈયાર કર્યા બાદ છોડના વિકાસ વખતે ખેતરમાં ટેલિફોનિક પદ્ધતિ માટે ટેકા લગાવીને તાર ખેંચવા અને છોડને દોરીથી બાંધવા માટે કુલ 15,000 રૂપિયા જેટલો મજૂરી ખર્ચ કરવામાં આવ્યો છે. વાલોળમાં અત્યાર સુધીમાં તેઓને કુલ 35,000 રૂપિયાનો ખર્ચ થયો છે. હવે મજૂરી તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થશે. વાલોળની વીણીનું કામ મોટે ભાગે ઘરના સભ્યો કરે છે.

અત્યાર સુધીમાં માત્ર 1 એકરમાંથી કુલ 450 મણ પાકનું ઉત્પાદન થયુ છે. જેના વેચાણથી કુલ 1.75 લાખ રૂપિયાની આવક થઈ છે. દાહોદ જેવા વિસ્તારમાં ટુંકી જમીનમાં નરેશભાઈએ આધુનિક ટેકનોલોજી, સુધારેલ જાતના બિયારણોનો ઉપયોગ કરીને ઉત્તમ આવક લેવા બદલ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ‘બેસ્ટ ફાર્મર્સ’નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આની સિવાય તેઓ 1 એકરમાં દેશી ચણાનું વાવેતર કર્યું છે. આની સાથે જ પશુપાલનમાંથી થતી વધારાની આવક સતત ચાલુ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post