September 17, 2021

ભારતનું સૌથી સસ્તું કપડાંનું માર્કેટ: અહિયાં 46 રૂપિયાનો શર્ટ અને 140 રૂપિયામાં મળી રહ્યા છે જીન્સ, જાણો જલ્દી…

Share post

ભારતમાં સમૃદ્ધ તેમજ ગરીબ એમ કુલ 2 પ્રકારના લોકો રહે છે. ઘણાં લોકો એટલા સમૃદ્ધ હોય છે કે, તેઓ માત્ર 3 મહિના માટે કુલ 5,000 સુધીની જિન્સ પહેરતાં હોય છે. જ્યારે કેટલાંક લોકો એટલા ગરીબ હોય છે કે, તેઓને ફક્ત 50 રૂપિયાની જીન્સ પહેરવાની ફરજ પડતી હોય છે. ભારતમાં કપડાને ખૂબ અગત્યતા આપવામાં આવે છે. કારણ કે, ભારતમાં કપડાં પરથી જ અંદાજ લગાવવામાં આવે છે જે તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે.

કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓ તથા છોકરીઓ એમના કપડાની ખુબ કાળજી રાખે છે. તેઓ દરરોજ માર્કેટમાં નવા આવનાર ટ્રેન્ડ પર નજર રાખતાં હોય છે તેમજ માર્કેટમાં નવી ફેશન હોય છે ત્યારે તે તરત જ લઈ લેતાં હોય છે. છોકરાઓ હોય કે છોકરીઓ આ મામલે કોઈ પાછળ રહ્યું નથી. આજે આપણે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું કે, જ્યાં આપને ફક્ત 100 રૂપિયામાં બ્રાન્ડેડ જિન્સ મળશે.

અહીં તમને બાળકો તથા છોકરાના કપડાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી જશે. આ હોલસેલ માર્કેટ છે કે, જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અમે દિલ્હીમાં આવેલ ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરના કાપડ માર્કેટને દેશની તથા સમગ્ર એશિયામાં સૌથી સસ્તું માર્કેટ કહેવામાં આવે છે. આ બજારની ખાસિયત છે કે, તમે તમામ બ્રાંડના કપડાં અહીંથી ખરીદી કરી શકો છો.

આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના કપડાં વેચવામાં આવે છે તેમજ અહીં આ એક વ્યવસાય છે. આ સ્થળ સિલમપુર મેટ્રો સ્ટેશનની નજીક આવેલ છે કે, જે વેસ્ટ કાંતિનગરમાં આવેલ છે. અહીં જીન્સ, ટી શર્ટનાં 12 પીસ મળે છે. તમારે એવી રીતે જ કપડાં ખરીદવા પડશે. સિંગલ પીસ તમે ખરીદી શકશો નહી. આ માર્કેટમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ માર્કેટમાં, કપડા એટલા સસ્તા હોય છે કે, દેશના તમામ જ્ગ્યાએથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.

આ બજારમાં તમે 3 શર્ટનો સેટ માત્ર 140 રૂપિયામાં ખરીદી કરી શકો છો. માત્ર 1 શર્ટ 46 રૂપિયાની આજુ બાજુ પડે. આ શર્ટ 15 વર્ષીય છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ માત્ર 120 રૂપિયાની આસપાસ મળી જશે, જેમાં કુલ 3 પીસ આવશે. આ બજારમાં તમને જીન્સ માત્ર 140 રૂપિયામાં મળી જશે. અહીં તમારે કુલ 4 પીસ લેવા પડશે. સૌથી મોંઘા જીન્સ આપને 350 રૂપિયામાં મળશે.

અહીં આપને 22થી લઈને 40 સુધીની સાઈઝના જીન્સ મળી જશે. એક સેટમાં એક જ કલરના જીન્સ તમને મળી જશે. આ બજારમાં આટલી ઓછી પ્રાઈઝ હોવા છતાં ખૂબ જ બાર્ગેન થાય છે. તમે જ્યારે પણ અહીં આવો તો બાર્ગેન કરી લેજો. છોકરીઓ માટે ટોપ તેમજ સૂટ પણ અહીં ખુબ ઓછા રેટમાં આસાનીથી મળી જશે. છોકરાના શોટ્સ તેમજ છોકરીની સાડી પણ અહીંથી મળી જશે. અહીં કોઈપણ જાતના સેકન્ડ હેન્ડ કપડાં મળતા નથી.

ગાંધીનગર માર્કેટના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, આ બજારમાં મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખી કપડાં બનાવવામાં આવે છે. એટલા માટે માર્કેટમાં આવીને એ લોકો એમની જરૂર પ્રમાણે કપડાંની ખરીદી કરી શકે છે. આ માર્કેટમાં કપડાં બનાવવામાં આવે છે અને અન્ય જાણીતી જગ્યાઓથી કપડાં મંગાવીને વેચવામાં આવે છે. અહીં ટીશર્ટ તીરપુરથી આવે છે તેમજ લેડીઝ ટોપ તથા સુટ્સને લખનઉથી મંગાવવામાં આવે છે. અહીં લેંગહા પણ ખૂબ સસ્તા ભાવમાં મળે છે.

અમદાવાદ ભલે ખરીદી કરવાના શોખીનોના યાદીમાં સૌથી ઉચ્ચ સ્થાન પર હોય પણ અહીના બજારમાં એવું છે કે, તમે તમારી યાદગીરી રૂપે એને ઘેર લઈ જઈ શકો છો. બંધેજમાં સૌથી સારા પારંપારિક પોશાક મળે છે જેનું અહીં વેચાણ કરવામાં આવે છે. જે ખુબ જ શાનદાર હોય છે તેમજ એની કિમત એની ક્વોલિટી પ્રમાણે હોય છે. અહીં જે કપડાં મળે છે તે ખુબ ઊચી ક્વોલિટીને લીધે કિંમતમાં થોડા ઊચા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post