September 17, 2021

ગુજરાતના આ શિક્ષકે શરુ કરેલ અનોખી પહેલથી છેલ્લા 17 વર્ષથી બાળકોને મળી રહ્યું છે શુદ્ધ અને સાત્વિક ભોજન

Share post

ગુજરાતની સરકારી શાળાના એક શિક્ષકનો પ્રયોગ સરાહનીય જ નહીં પરંતુ અનુકરણીય છે એટલાં માટે કે તેમણે જે કાર્ય કર્યું છે તે રાજ્યની બધી જ સરકારી શાળાઓમાં શિક્ષકો સ્કૂલના બાળકોની મદદથી કરી શકે છે. આ પ્રયોગથી 2 મોટા ફાયદા થાય છે. પ્રથમ ફાયદો એ છે કે, શુદ્ધ તેમજ સાત્વિક ભોજન મળી રહે છે. બીજો ફાયદો એ રહેલો છે કે, ખર્ચમાં ખુબ ઘટાડો થાય છે.

છેલ્લા 17 વર્ષથી આ શિક્ષક શાળામાં શાકભાજીનું વાવેતર કરી રહ્યાં છે તેમજ તેનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ વડોદરા શહેરની વાયદપુર પ્રાથમિક વિદ્યાલયમાં નરેન્દ્ર ચૌહાણ વર્ષ 2001માં નિયુક્ત થયાં હતા. નિયુક્તિ પછી સૌપ્રથમ તેમણે જોયું કે, આ શાળામાં બાળકો ખુબ ઓછા થઇ રહ્યાં છે. સ્કૂલ છોડવાનો દર ખૂબ ઉંચો હતો. બીજી બાજુ આ શાળામાં જે ગરીબ બાળકો અભ્યાસ કરવાં માટે આવતા એમને મધ્યાહન ભોજનની લાલચ હતી.

નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, શાળાના બાળકોમાં જે મધ્યાહન ભોજન પીરસવામાં આવી રહ્યું છે તે સ્વાદરહિત જોવા મળતું હતું. પૌષ્ટીક ભોજન બાળકોને મળતું ન હોવાથી આ ભોજન એમનાં સ્વાસ્થ્ય માટે સારૂં ન હતું. આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે શાળાની આસપાસની અડધો એકર જમીન પર શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું. આ જમીનનો કોઇ ઉપયોગ પણ થતો નહી.

વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલ વાયદપુર ગામની આ શાળા પાસે ઇકો ક્લબ કિચન ગાર્ડન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી તેમજ જોત-જોતામાં તે ગાર્ડન પ્રોજેક્ટ બાળકોને પણ ખુબ ગમવા લાગ્યો હતો. એમને શુદ્ધ તેમજ સાત્વિક ભોજન પણ મળતું થઈ ગયું તેમજ શાળા છોડીને જવાનો દર ખુબ ઓછો થઈ ગયો. આ ખેતી સંપૂર્ણપણે ઓર્ગેનિક છે.

આ ગાર્ડન છેલ્લા 17 વર્ષથી શાળાના બાળકોને શાકભાજી આપી રહ્યો છે. આ ગાર્ડનમાં ટામેટાં, રિંગણ, ફુલાવર, કોબી, મૂળા, ગાજર, મરચાં, દૂધી, પાલક, મેથી અને ધાણાનું  વાવેતર કરવામાં આવે છે. આની ઉપરાંત કેટલાક સિઝનલ શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે.

સ્કૂલમાં જતા બાળકોના માતા-પિતા જણાવે છે કે, અમારા બાળકો ઉત્સાહપૂર્વક શાળાએ જાય છે. શાકભાજીની ખેતીમાં આ શિક્ષક તેના બાળકોને પણ કામ આપે છે. શાળામાંથી ફાજલ પડેલ સમયમાં બાળકો પણ આ ગાર્ડનમાં છોડને પાણી આપે છે. સફાઇ કરે છે. શાકભાજીની કટાઇ કરે છે. આ પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જે સરકારી પ્રાથમિક શાળામાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અને બાળકો શાકભાજી તૈયાર કરે તો અમને કોઇ સમસ્યા નથી.

રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અનિલ જોષીયારા જણાવતાં કહે છે કે, અમારા વિસ્તારમાં કેટલીક શાળાઓમાં કિચન ગાર્ડન બનાવવામાં આવ્યુ છે પરંતુ રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરે કે, તમામ શાળામાં ખાલી પડેલ જમીનમાં કિચન ગાર્ડનિંગ બનાવવામાં આવે તો તે સ્કૂલને અનુદાન તેમજ પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા શાળાને મફતમાં બિયારણ તથા ધરૂ આપવામાં આવે તો તમામ શાળામાં ચાલતી મધ્યાહન ભોજનની યોજનામાં બાળકોને ઓર્ગેનિક શાકભાજી ખાવા મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post