September 18, 2021

ગુજરાતનાં આ ખેડૂતભાઈએ ગાય આધારિત શેરડીની ખેતીમાં રેકોર્ડબ્રેક ઉત્પાદન કરી 20,000 કિલો ગોળ બનાવ્યો   

Share post

હાલમાં રાજ્યના ખેડૂતો કઈક અલગ કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. સોશિયલ મીડિયા પર ખેડૂતોને ઉપયોગી થાય એવી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં ગુજરાતમાં આવેલ ગીર-સોમનાથ જીલ્લામાંથી એક જાણકારી સામે આવી રહી છે. રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની કુલ 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી અંતર્ગત શેરડીનાં વાવેતરમાંથી કુલ 20,000 કિલો ગોળનું સારૂં ઉત્પાદન માત્ર 11 મહિનામાં મેળવી લીધું છે.

જમીનમાં ટપક સિંચાઈ કરે છે. માત્ર 1 વીઘા જમીનમાં કુલ 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત વીઘાદીઠ અડધો ટન આપવું પડે છે.  બીજામૃતથી શેરડીની આંખોના માદડિયાને પટ આપવામાં આવ્યો હતો. 15 દિવસે જીવામૃત સિંચાઈ સાથે આપવામાં આવ્યું હતું. પંપથી સ્પ્રે કરીને આપવામાં આવે છે. રાસાયણીક ખાતર વિનાની ઓર્ગેનિક શેરડીમાં કોઈ જાતનો રોગ આવતો નથી.

શેરડી કાપ્ય બાદ એનો રસ કાઢીને,  તાવડા ઉકાળીને ગોળ બનાવવામાં આવે છે. કુલ 4 તબક્કામાં રસને ઉકાળી ગોળ બનાવવામાં આવે છે. 1 કિલો, 4 કિલો, 15 કિલોના પેકિંગમાં ડબ્બા ભરવામાં આવે છે. માત્ર 1 ટન શેરડીમાંથી કુલ 110 કિલો ગોળ તૈયાર કરવામાં આવે છે.

માત્ર 15,000 રૂપિયાનો ખર્ચ:
વીઘાદીઠ માત્ર 15,000 રૂપિયાનો ઉત્પાદન ખર્ચ થાય છે. માત્ર 1 ટનના કુલ 2,000 રૂપિયાનું શેરડીનું બિયારણ ઘરનું જ વાપર્યું છે. 1 ટન શેરડીમાંથી ગોળ બનાવવાની મજુરી કુલ 1,100 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને માત્ર 1 કિલોના કુલ 60 રૂપિયાનાં દરે વેચાણ કરવામાં આવે છે. શેરડી 1 ટનના કુલ 2,000 રૂપિયામાં વેચતાં હતા.

નર્સરી દ્વારા બમણું ઉત્પાદન:
જૂનાગઢની બહાર અન્ય ખેડૂતો શેરડીના એક આંખના ટુકડાની નર્સરી પદ્ધતિ દ્વારા રોપ તૈયાર કરીને ખેતરમાં વાવેતર કરવાથી બમણું ઉત્પાદન મેળવે છે. 300 ક્વિન્ટલ ઉત્પાદનમાં વધારો કરીને કુલ 650 ક્વિન્ટલ ઉત્પાદન આવે છે. રાસાયણિક વપરાશ કુલ 900 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે.

30 ક્વિન્ટલ ઉત્પાદનની સામે માત્ર 3 ક્વિન્ટલ બીજ:
નર્સરી શેરડીના વાવેતરથી માત્ર 1 એકરમાં કુલ 40 ક્વિન્ટલ બીજની જગ્યાએ 3  ક્વિન્ટલ બિયારણથી સારું ઉત્પાદન મળે છે. આંખના ટુકડા જીવામૃત્તમાં બોળી અંધારાવાળા રૂમમાં રાખી ત્રીજા દિવસે, મૂળ તથા ફણગાઓ બહાર આવે છે. માત્ર એક જ સપ્તાહમાં  જ આ આંખો ફરીથી રોપી શકાય છે.

જીવામૃત્ત 2:
નર્સરીના રોપા માટે શેરડીની આંખો માટે જીવામૃત્તનો ઉપયોગ કરવામાં આવે છે. કુલ 100 કિલો આંખો માટે, કુલ 20 લિટર પાણી, કુલ 5 લિટર ગૌમૂત્ર, કુલ 5 કિગ્રા છાણ, 1 મુઠ્ઠીભર ફુદીનો, માત્ર 50 ગ્રામ ચૂનો મૂકીને મિશ્રણ તૈયાર કરવું. ત્યારપછી, ડ્રમને 24 કલાક માટે કોથળાની ઢાંકી દો. વાવેતરમાં ઉપયોગ કરતા પહેલા, શેરડીની આંખોને ફરી એકવખત જીવામૃત્તમાં બોળીને રોપવામાં આવે છે. ખેડુતોએ કુદરતી ખેતીમાં વધારે ખર્ચ કરવો પડશે નહીં તેમજ સારું ઉત્પાદન મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post