September 22, 2021

જાણો એવું તો શું થયું કે, લાખોના દેવામાં ડૂબેલો ખેડૂત રાતોરાત બની ગયો કરોડપતિ

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને આપને પણ નવાઈ લાગશે. હાલમાં દેશમાં ડુંગળીનાં ભાવથી કોણ પરેશાન નથી પરંતુ કર્ણાટકના માત્ર 42 વર્ષીય ખેડૂત માટે ડુંગળી લોટરી બનીને આવી છે. મલ્લિકાર્જુન નજીક ડુંગળીનું વાવેતર કરવા માટે રૂપિયા ન હતા, આથી એણે લોન લઈને ખેતીની શરૂઆત કરી હતી. ડુંગળીના ભાવમાં વધારો થતાં એને ખુબ ફાયદો થઈ ગયો.

ડુંગળીને લીધે જિંદગી બદલાઈ ગઈ:
ખેડૂતે કહ્યું હતું કે, મેં લોન લઈને અત્યાર સુધીની જિંદગીનો સૌથી મોટું સાહસ કર્યું હતું. જો મારો ડુંગળીનો પાક નિષ્ફ્ળ જાત અથવા તો ડુંગળીના સારા ભાવ ન મળત તો હું કપરી સ્તિથીમાં મુકાઈ જાત પરંતુ ડુંગળીએ મારી જિંદગી બદલી નાંખી છે.

રાતોરાત મલ્લિકાર્જુન સેલિબ્રિટી બની ગયો:
ડુંગળીના વધતા જતા ભાવને કારણે ચિત્રદુર્ગ જિલ્લામાં આવેલ ડોડાસિદ્ધવાવનહલ્લી ગામના માત્ર 42 વર્ષીય ખેડૂત મલ્લિકાર્જુનની કિસ્મત બદલી નાંખી છે. એણે માત્ર 20 એકર જમીનમાં કુલ 240 ટન ડુંગળીનો પાક લઈને નવેમ્બર મહિના પછી ડુંગળીના વધતા જતા ભાવને લીધે એની ડુંગળીઓ મોંઘા ભાવમાં વેચાઈ ગઈ હતી. એને અંદાજે 2 લાખ કિલો ડુંગળી કુલ 150 રૂપિયે કિલોના ભાવે વેચતાં રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

મલ્લિકાર્જુન પાસે કુલ 10 એકર જમીન છે તથા એણે અન્ય કુલ 10 એકર જમીન લીઝ પર લઈને એમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું તેમજ આની માટે અંદાજે 10 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. એણે કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, આ પાક મળતાં અંદાજે 10 લાખ રૂપિયાનો ફાયદો થશે એવો મેં વિચાર કર્યો હતો. આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાને કારણે લોકો ડુંગળીનું વાવેતર કર્યું નથી. જો ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હોત તો મને નુકસાન થયું હોત પરંતુ ભાવમાં વધારો થવાથી એની કિસ્મત બદલાઈ ગઈ.

ડુંગળીના ભાવમાં વધારો થવાં લાગ્યો એટલે એણે ખેતરો પર સુરક્ષા માટે કુલ 50 મજૂરોને કામ પર લગાવી દીધા હતા. કોઈ ડુંગળીની ચોરી ન કરે એ માટે આખો પરિવાર પણ ખેતરમાં રહેવા લાગ્યો હતો.

કરોડોનો નફો :
આ જેકપોટ પર ખેડૂતે કહ્યું કે, મેં મારું દેવું ચૂકવી દીધું છે, હું નવું ઘર બનાવવાનો પ્લાન બનાવી રહ્યો છું, ભવિષ્યમાં હું ખેતીને વધુ વિસ્તારવા માગું છું. ગયા વર્ષે મલ્લિકાર્જુનને ફક્ત 5 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. જે આ વર્ષે કરોડોમાં બદલાઈ ગયો છે. ડુંગળીના વધી ગયેલ ભાવે આ ખેડૂત પરિવારની જિંદગી બદલી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post