September 21, 2021

ઉંચો અભ્યાસ હોવા છતાં પાટણના આ યુવા ખેડૂતે શરુ કર્યું ગાયોનું સંવર્ધન, હાલમાં એટલી કમાણી છે કે…

Share post

ઉંચો અભ્યાસ કરેલો હોવાં છતાં કેટલાંક યુવાનો પશુપાલન તેમજ ખેતીમાં પ્રયાસ કરતાં હોય છે. હાલમાં પણ આવી જેક જાણકારી સામે આવી રહી છે. મિકેનિકલ એન્જિનિયરે ફેબ્રિકેશનનો ચાલતો ધંધો બંધ કરીને વિચાર આવતાં અચાનક જ પશુ સંવર્ધનની રાહ પકડી છે. ગુજરાતમાં આવેલ પાટણ જીલ્લાના 35 વર્ષનાં એન્જિનિયરે બોરતવાડા ગામમાં પોતાના બાપ-દાદાની માલિકીના ખેતરમાં ગૌશાળાની શરૂઆત કરી છે, જેમાં ગીર ઓલાદની કુલ 44 ગાયનું સંવર્ધન કરી વર્ષે 8 લાખની કમાણી કરે છે.

આટલું જ નહીં, પશુપાલનની આડપેદાશ એવાં છાણ તેમજ ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરીને પોતાની કુલ 30 વીઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણિક ખાતરનાં ખર્ચમાં પણ બચત કરે છે. એન્જિનિયર યુવક ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે, જેની વડોદરા-સુરત-મુંબઈ જેવાં મોટાં શહેરોમાં પણ ખુબ માંગ રહેલી છે. માત્ર 4 ગાયથી શરૂઆત કરનાર યુવક પાસે હાલમાં નાની-મોટી કુલ 44 ગાય રહેલી છે, પરંતુ કુલ 100 ગાયનું સંવર્ધન કરવાની તેની ઈચ્છા છે. પશુપાલનમાં મેળવેલ મહારથને કારણે રાજ્ય સરકાર દ્વારા એને શ્રેષ્ઠ પશુપાલકનો અવૉર્ડ આપીને સન્માન પણ કરવામાં આવ્યું છે.

માત્ર 4 ગાયથી કરી હતી શરૂઆત :
પાટણ શહેરમાં રહેતા તેમજ મિકેનિકલ એન્જિનિયર એવા 35 વર્ષનાં હરેશ પટેલે પિતા તથા ભાઈની સલાહથી પાટણ તાલુકામાં આવેલ બોરતવાડા ગામમાં ખેતીની જમીનમાં ગૌશાળાની શરૂઆત કરી છે. ત્યાં તે ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરી રહ્યો છે. તેમણે ફક્ત 4 ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી. હાલમાં તેની પાસે નાની-મોટી કુલ 44 ગાય રહેલી છે.

ગીર ગાયના સંવર્ઘનની સાથે કમાણી :
હરેશ પટેલ કહે છે કે, તેઓ બોરતવાડા ગામમાં માધવ ગૌશાળા તેમજ સંવર્ઘન કેન્દ્ર ચલાવી રહ્યાં છે, જેમાં ભારતીય નસલની દેશી ગીર પાળે છે. હાલમાં તેની પાસે નાની-મોટી મળીને કુલ 44 ગાય છે. ગાયોના દૂધમાંથી ઘી બનાવીને વેચતા કુલ 1,700 બજાર ભાવ મળે છે. આની ઉપરાંત ગૌમૂત્રમાંથી અર્ક તેમજ છાણમાંથી ઈકોફ્રેન્ડલી ઘૂપબત્તી બનાવે છે, પંચદ્રવ્યમાંથી નસ્ય જેવી બાયપ્રોડક્ટથી કમાણી કરે છે.

શરૂ કરી ગાય આધારિત ખેતી :
હરેશ પટેલની પાસે કુલ 30 વીઘા જમીન છે, જેમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. ખેતીમાં ગૌમૂત્ર તથા છાણનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. ગૌ અમૃત્તમ બેક્ટેરિયા, ડિકમ્પોઝર અને્ ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, ગાય માટેનો ઘાસચારો પણ ત્યાં વાવવામાં આવે છે.

દૂધમાંથી ઘી બનાવે છે :
ઔષધિય ગુણોથી ભરપૂર એવા ગીર ગાયના શુદ્ધ ઘીની માંગને ધ્યાનમાં રાખી બીજા વર્ષે હરેશે મેળવેલ દૂધ ઉત્પાદનનો ઘી બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. વાર્ષિક દૂધ ઉત્પાદનમાંથી કુલ 400 કિલો કરતાં વધારે ઘી તૈયાર કરીને કુલ 7 લાખ જેટલી આવક મેળવે છે. આની સાથે જ આયુર્વેદમાં આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ એવાં ગૌમૂત્રનો અર્ક બનાવી એનું વેચાણ કરી આવક મેળવે છે.

કુલ 100 ગીર ગાયો પાળવાનું લક્ષ્ય :
ફક્ત આવકના સાધન તરીકે જ નહીં, પરંતુ ઉચ્ચ ઓલાદની ગાયોનાં સંવર્ધન માટે પણ હરેશ પટેલ સતત પ્રયત્નશીલ રહેલી છે. તેઓ સમયાંતરે તેમની ગૌશાળામાં રહેલા ખૂંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રીડિંગ માટે બીજદાન પણ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયથી બીજી ગાયોની ખરીદી કરીને આગામી સમયમાં કુલ 100 જેટલી ગાયોના સંવર્ધનનો હરેશભાઈનો લક્ષ્ય રહેલો છે.

શ્રેષ્ઠ પશુપાલકનો એવૉર્ડ પણ મળ્યો છે :
આ વર્ષે જ દાહોદ ખાતે યોજવામાં આવેલ ‘શ્રેષ્ઠ પશુપાલક એવૉર્ડ’ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના ‘શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે અવૉર્ડ તેમજ કુલ 15,000 રૂપિયાની પ્રોત્સાહક રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post