September 18, 2021

શિયાળામાં દરરોજ સવારે આ ત્રણ કામ કરવાથી ભવિષ્યમાં ક્યારેય હાર્ટઅટેક નહિ આવે, જાણો જલ્દી…

Share post

‘પબ્લિક લાયબ્રેરી ઓફ સાયન્સ જર્નલ’માં પબ્લિશ એક રિસર્ચ રિપોર્ટના જણાવ્યા મુજબ, જેમને પહેલાથી હાર્ટ ડિસીઝ છે, એમને શિયાળાની ઋતુમાં હાર્ટ અટેકનું જોખમ કુલ 31% સુધી વધી જાય છે. ઠંડીમાં હાર્ટ અટેક તથા સ્ટ્રોકના કેસ શાં માટે વધારો થાય છે તથા એનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય છે, તે વિશે જણાવી રહ્યા છે સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડૉ. સુબ્રતો મંડલ.

ઠંડીમાં જોખમ શાં માટે વધી જાય છે, પહેલા તેને સમજો :
સૂતી વખતે શરીરની એક્વિટી સ્લો થઈ જાય છે. બ્લડપ્રેશર તથા સુગરનાં લેવલમાં પણ ઘટાડો થઈ જાય છે પરંતુ જાગતાં પહેલા શરીરને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ તેને સામાન્ય સ્તર પર લાવવાનું કામ કરે છે. આ સિસ્ટમ તમામ સિઝનમાં કામ કરે છે પરંતુ ઠંડીના દિવસોમાં તેના માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. તેથી જેમને હાર્ટની બીમારી છે, તેમને હાર્ટ અટેકનું જોખમમાં વધારો થઈ જાય છે.

શાં માટે નસ સંકોચાઈ જાય છે :
ઠંડીની ઋતુમાં નસ વધારે સંકોચાઈ જાય છે તથા કડક બની જાય છે. નસને ગરમ તથા એક્ટિવ કરવા માટે બ્લડનો ફ્લો વધી જાય છે, જેથી બ્લડ પ્રેશર પણ વધી જાય છે. બ્લડ પ્રેશરમાં વધારો થવાથી હાર્ટ અટેક થવાનું જોખમમાં પણ વધારો થઈ જાય છે.

આવી પરિસ્થિતિમાં જેમને પહેલાથી જ હૃદયની બીમારી રહેલી છે અથવા તો જેમને પહેલા પણ હાર્ટ અટેક આવી ગયો છે, તેના માટે વધુ ઠંડી જીવલેણ બની જાય છે.

જો તમને હૃદયની બીમારી છે તો આ 3 વાતોનું ધ્યાન રાખવું :

1. વધુ પાણી ન પીવું :
હૃદયનું એક કામ શરીરમાં રહેલ લોહીની સાથે લિક્વિડને પમ્પ કરવાનું હોય છે. જેમને હૃદય સંબંધિત બીમારી રહેલી હોય છે, તેમના હૃદયને પમ્પ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં જો તમે વધુ પાણી પીવા લાગો છો. હાર્ટને પમ્પિંગ કરવામાં સખત મહેનત કરવી પડશે તથા હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.

પાણી કેટલું પીવું જોઈએ એની માટે તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. કેટલાંક લોકો સવારમાં જાગીને 2 ગ્લાસ પાણી પીવે છે. હાર્ટના દર્દી છો તો કોઈપણ સિઝનમાં આવું કરવું જોઈએ નહી, ઠંડીની સિઝનમાં તો ક્યારેય પણ નહીં.

2. મીઠાંનો પ્રયોગ ઓછો કરવો :
હૃદય રોગના દર્દીઓએ ભોજનમાં બને એટલો મીઠાંનો ઉપયોગ ખુબ ઓછો કરવો જોઈએ. આની માટે નહીં કે એને બ્લડ પ્રેશરની સમસ્યા વધુ રહેલી હોય છે પરંતુ તે શરીરમાં પાણીને અટકાવે છે. તેનો અર્થ રહેલો છે કે, શરીરમાં હૃદયને વધુ લિક્વિડ પમ્પ કરવાનું રહેશે એટલે કે, વધારે મહેનત કરવી પડશે. તેમનું પરિણામ હાર્ટ અટેક થઈ શકે છે.

3. સવારમાં વહેલા જાગીને વૉક પર જવું :
જે લોકોને પહેલાં હાર્ટ અટેક આવી ચૂક્યો છે અથવા તો જે લોકોને હૃદય સંબંધિત કોઈ બીમારીનું જોખમ રહેલું છે. એમણે સવારમાં વહેલા જાગીને વૉક પર પણ ન જવું જોઈએ. ઠંડીમાં પહેલાંથી જ નશો સંકોચાઈ ગઈ હશે તથા ઠંડા હવામાનનાં સંપર્કમાં આવી જવાથી બહારની ઠંડક શરીરના તાપમાને વધુ ઠંડું બનાવે છે. જેથી શરીરને ગરમી જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડશે. તેનાથી હૃદયને વધારે કામ કરવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post