September 21, 2021

‘દિલ્હી ચલો’ અભિયાન દરમિયાન ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત – એક ખેડૂતના મોતની સાથે આટલા ઘાયલ

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ‘દિલ્હી ચલો’ અભિયાન હેઠળ એક ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ ઘટના ભિવાની જિલ્લામાં આવેલ મુંઢાલ ગામની પાસે બેરિયર પર બની છે. એક ટ્રકે દિલ્હી જઈ રહેલ ખેડૂતના ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટરમાં સવાર 45 વર્ષનાં ઘન્ના સિંહ નામના ખેડૂતનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. ઘન્ના સિંહ પંજાબનાં માનસા જિલ્લામાં આવેલ ખ્યાલી ચેહલાવાલી ગામના વતની હતા.

માર્ગ અકસ્માતમાં ખેડૂતનું મોત નીપજતાં ઘટનાસ્થળ પર રહેલી પોલીસે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ પોલીસે મૃતદેહને કબ્જામાં લેવા દીધી ન હતી. આ ઘટના પછી પોલીસ ઘટનાસ્થળ પર તૈનાત રહેલી છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ 2 ખેડૂતો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.

હક માટેનું પ્રદર્શન તથા અનેક અવરોધ:
અહીં ઉલ્લેખનીય છે કે, ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરી રહ્યા છે. એમણે 27 નવેમ્બર ‘દિલ્હી ચલો’ અભિયાન હેઠળ ટ્રેક્ટરમાં દિલ્હી બાજુ કુચ કરી છે. જો કે, તંત્ર કોરોનાના નામે એમને પ્રદર્શન કરતા અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખેડૂતોએ પણ પ્રશ્ન કર્યો છે કે, બિહારની ચૂંટણીનાં સમયે કોરોનાની ગાઈડલાઈન ક્યાં હતી?

ખેડૂતોને અટકાવવા માટે ટિયર ગેસના શેલ, પાણીમારો તથા બેરિકેટ લગાવવા જેવા ઉપરાંત ક્યાંક તો પ્રસાસને માર્ગ પર સુદ્ધા ખોદી નાંખ્યા છે. જો કે, મક્કમ મનનો જગતનો તાત પોતાના હક માટે પડકારોની વચ્ચે સતત આગળ વધી રહ્યો છે ત્યારે આ ગોઝારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post