September 18, 2021

બે મહિનામાં તૈયાર થયું ઘાસ હવે વગર જમીને માત્ર સાત દિવસમાં જ થઇ જશે, જાણો કેવી રીતે?

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર ખેડૂતો તેમજ પશુપાલકોને ઉપયોગી બનતી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. આની સાથે જ કોઈ ખેડૂતે ખેતીમાં કઈક નવું કરી બતાવ્યું એવી પણ જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ એવી એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને લાગશે.

ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જઈ રહી છે. જેને લીધે પશુપાલકોની માટે ઘાસચારાની તંગી પણ વર્તાઈ રહી છે. આવા સમયમાં બનાસ ડેરી દ્વારા ફક્ત 7 દિવસમાં ઘાસ તૈયાર થાય એવું હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન વિકસાવવામાં આવ્યું છે.

ખેતરમાં તૈયાર થતા ઘાસને કુલ 2 મહિના જેટલો સમય લાગતો હોય છે. જ્યારે હાઈડ્રોલિક મશીનમાં ફક્ત 7 જ દિવસમાં ઘાસ તૈયાર થાય છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની ઉપસ્તિથીમાં ઘાસ બનાવતા હાઈડ્રોફૉનિક મશીનનું લોકાર્પણ કર્યું હતું.

આ હાઈડ્રોફોનિક મશીનથી ખેતર વગર ઘાસ ઉત્પન્ન કરી શકાય છે તેમજ ઓછા પાણીએ ઘાસ તૈયાર થાય છે. આથી ખુભ ઓછી જમીન ધરાવતા અથવા તો જમીન વિહોણા પશુપાલકોને પણ આ મશીન ઉપયોગી થશે. હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન કદ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે.

આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ હાઈડ્રોફૉનિક મશીન દ્વારા પશુપાલનને પણ વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આમ, ઘાસચારાની અછત દૂર કરવા તેમજ ખુબ ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરી દ્વારા હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન તૈયાર કરીને પશુપાલકોને એક અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post