September 21, 2021

મોદી સરકારની આ યોજના અંતર્ગત ખેડૂતોને મળી રહી છે 6,000 રૂપિયાની સહાય – જલ્દી અહિયાં કરો આવેદન

Share post

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કેટલીક યોજનાઓ ખેડૂતોને આર્થિક મદદ કરવાં માટે બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક યોજના વિશે જાણકારી લઈને સામે આવી રહ્યા છીએ. સૌપ્રથમ વખત ખેડૂતોને ડાયરેક્ટ તેમના બેન્ક એકાઉન્ટમાં મદદ કરનાર ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ યોજનાથી અત્યાર સુધીમાં દેશના કુલ 11.17 કરોડ ખેડૂતોને લાભ મળી ચૂક્યો છે.

આ યોજના અંતર્ગત હાલમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. જે હેઠળ ક્યારેય પણ અરજી કરી શકાય છે. હજુ પણ કુલ 4 કરોડ ખેડૂત આ યોજનાથી વંચિત છે. જો તમે આ કુલ 4 કરોડ લોકોમાં સામેલ છો તો ફરી અરજી કરવા માટે પાછળ ન રહેતા. ખેડૂતોની માટે વર્ષના કુલ 6,000 રૂપિયાની સરકારી મદદ જોઈએ તો તમે PM કિસાનના પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. આની માટે કોઈપણ અધિકારીને ત્યાં જવાની જરૂરિયાત નથી. જેની અંતર્ગત તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે પણ અપ્લાઈ કરી શકો છો.

કિસાન સમ્માન નિધિ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લીકેશન ફોર્મ:
સૌપ્રથમ તમારે આ સ્કીમ સાથે જોડાયેલ સત્તાવાર સાઈટ પર જવુ પડશે. એક પેજ ખુલશે તેમાં તમારે ‘FARMER CORNERS’ નો વિકલ્પ દેખાશે. તેના પર ‘NEW FARMER REGISTRATION’ મળશે. તેના પર ક્લિક કરો.

ત્યારપછી તમારી સામે એક નવી વિંડો ખુલશે. એમાં તમારી પાસે આધાર કાર્ડ તથા કેપ્ચા નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમારે ક્લિક હિયર ટૂ કોનિટન્યૂ પર ક્લિક કરવુ પડશે. ત્યારપછી તમારી સામે એક અન્ય પેજ ખુલશે. જેમાં જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છો તો તમારી માહિતી આવી જશે. જો રજિસ્ટ્રેશન પ્રથમ વખત કરી રહ્યા છો તો લખેલુ આવશે તે, ‘RECORD NOT FOUND WITH GIVEN DETAILS, DO YOU WANT TO REGISTER ON PM-KISAN PORTAL’ તેના પર તમારે YES કરવાનું રહેશે.

IFSC કોડ સારી રીતે ભરો:
તેને ક્લિક કરતા જ એક નવુ પેજ ખુલશે એમાં તમને એક ફોર્મ જોવા મળશે. તે ફોર્મને આખુ ભરો. તેમાં સાચી જાણકારી ભરો. તેમાં બેન્ક ખાતાની માહિતી આપતી વખતે IFSC કોડ સારી રીતે ભરો. ત્યારબાદ તેને સેવ કરી દેવું.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે:
ત્યારપછી તમારી સામે એક નવુ પેજ ખુલશે. જેમાં તમારી પાસે તમારી જમીનની માહિતી પણ માંગવામાં આવશે. ખાસ કરીને ખાતા નંબર, તેને ભરીને સેવ કરી દો. સેવ કરતાની સાથે જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એક રજિસ્ટ્રેશન નંબર તથા રિફરેંસ નંબર મળશે. જેને તમારી પાસે સંભાળીને રાખવી. ત્યારપછી પૈસા આવવાની શરૂઆત થઈ જશે.

આ છે હેલ્પલાઈન નંબર:
આ યોજનાની હેલ્પલાઈન પર સંપર્ક કરીને તમામ જાણકારી મેળવી શકો છો. તમારા પૈસા કેમ આવ્યા નથી. તેની માટે વધુ એક ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. મોદી સરકારે અરજીની સ્થિતિ જાણવા માટે નવો હેલ્પલાઈન નંબર 011-24300606 પણ આપવામાં આવ્યો છે. તમે તમારા રજિસ્ટર્ડ નંબર પરથી સીધા આ નંબર પર સંપર્ક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post